આજે ઓપન થાય છે નવું નાટક : એક Selfie સજોડે

સાથે રહેવું અને સાથે હોવું એ બન્ને વચ્ચેનો તફાવત શું?
દર્શન જરીવાલા અને અલ્પના બૂચની લીડ કાસ્ટ સાથે બનેલા નવા નાટક ‘એક Selfie સજોડે’નું સંજય ગોરડિયાએ નિર્માણ કર્યું છે તો એનું ડિરેક્શન વિપુલ મહેતાનું છે, જ્યારે લેખક વિનોદ સરવૈયા છે. સાથે રહેવા માટે આજે જે પ્રકારે પ્રયત્ન કરવો પડે છે એ જ દેખાડે છે કે સંબંધો હવે કુદરતી રીતે નથી થતા, એના માટે પ્રયાસો કરવા પડે છે. પરંતુ આ પ્રયાસો કરવામાં કંઈ ખોટું નથી. આ જ વાતની આસપાસ નાટક ઘુમરાય છે. નાટકના પ્રોડ્યુસર સંજય ગોરડિયા કહે છે, ‘મરાઠીમાં ભજવાયેલું આ નાટક વિશ્વની તમામ લૅન્ગ્વેજમાં થવું જોઈએ એવું હું માનું છું. નાટકનું વિષયવસ્તુ અદ્ભુત છે અને આજના દરેકેદરેક પરિવારને સ્પર્શે છે.’

આલોક જોષી અને સુધા બન્નેની મૅરિડ લાઇફને પાંત્રીસ વર્ષ થઈ ગયાં છે. આલોક બિઝનેસમૅન છે અને સુધા હાઉસવાઇફ છે. બન્નેનો દીકરો હજી હમણાં જ સિંગાપોર સેટ થયો છે અને દીકરીનાં મૅરેજ થઈ ગયાં છે. સુધાની એક જ ફરિયાદ છે કે આલોક તેને સમય નથી આપતો. પાંત્રીસ વર્ષની આ ફરિયાદને ધ્યાનમાં રાખીને આલોક એક દિવસ અચાનક જ નિર્ણય લે છે કે હવે તે બિઝનેસમાંથી રિટાયરમેન્ટ લઈ લેશે. ઘરે આવીને તે સુધાને પોતાના મનની આ વાત કહેવા જાય એ પહેલાં જ સુધા તેને ઝાટકો આપે છે અને કહે છે કે તેણે એક જૉબ શોધી લીધી છે અને આવતી કાલથી તેણે જૉબ જૉઇન કરવાની છે. સમય આપી શકે એ માટે પતિ નિવૃત્તિ લે છે અને સમય પસાર નહોતો થતો એટલે વાઇફ એ જ સમયે પ્રવૃત્તિ શોધી લે છે. આખી વાત ફેરવાઈ જાય છે. હવે આખો દિવસ પતિ ઘરમાં છે અને સુધા બિઝી છે. આ સિચુએશનનો લાભ લેનારાઓ પણ પડ્યા જ હોય છે, જે ઘરમાં આવીને મરીમસાલાના ડબ્બા ખાલી કર્યા કરે અને કંકાસને વધારવાનું કામ કરે. નાટકના ડિરેક્ટર વિપુલ મહેતા કહે છે, ‘એકબીજાને ઓળખવા અને એકબીજાને પામવાનો જે પ્રયાસ સજાગપણે થવો જોઈએ એ નથી થતો, જેને લીધે અનેક પ્રકારની મિસઅન્ડરસ્ટૅન્ડિંગ શરૂ થાય છે.’

‘એક Selfie સજોડે’ આજે સાંજે સાડાસાત વાગ્યે ચોપાટી ખાતે આવેલા ભારતીય વિદ્યાભવનથી ઓપન થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK