'દીકરી નં.૧' પરથી બનશે આ જ નામની ગુજરાતી ફિલ્મ

નાટકના આજના ત્રણસોમા શો સમયે તેજપાલ ઑડિટોરિયમમાં થશે ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ

gujarati film



રશ્મિન શાહ


ગુજરાતી નાટક ‘દીકરી નં.૧’ પરથી ગુજરાતી ફિલ્મ બનાવવાનું નાટકના પ્રોડ્યુસર અને ડિરેક્ટર રસિક દવેએ નક્કી કર્યું છે. છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી રંગભૂમિ પર ભજવાઈ રહેલા આ નાટકનો આજે તેજપાલ ઑડિટોરિયમમાં ત્રણસોમો શો છે. આ જ શોમાં નાટક પરથી બનનારી ફિલ્મની અનાઉન્સમેન્ટ કરવામાં આવશે. નાટકનું લીડ કૅરૅક્ટર કરનારી રસિક દવે અને કેતકી દવેની દીકરી રિદ્ધિ દવે જ ફિલ્મમાં લીડ રોલ કરશે, જ્યારે બીજા કલાકારોનું કાસ્ટિંગ હવે થશે. કેતકી દવે અને સરિતા જોષી પણ ફિલ્મમાં ઇમ્ર્પોટન્ટ રોલ કરશે. આ નાટક પરથી ફિલ્મ બનવી જોઈએ એવો રસિક દવેને પહેલો વિચાર જો કોઈએ આપ્યો હોય તો એ ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે આપ્યો હતો. અમદાવાદમાં તેમણે આ નાટક જોયા પછી નાટકને ઘર-ઘર સુધી પહોંચાડવા વિશે વાત કરી અને નાટકમાંથી ફિલ્મ બનાવવાનો વિચાર અમલમાં મુકાયો. રસિક દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક છોકરી પરણીને ઘરે આવ્યા પછી તેની શું પરિસ્થિતિ થતી હોય છે અને બાપનું ઘર, નામ અને અટક સુધ્ધાં છોડી દેનારી છોકરી એ પરિસ્થિતિની સામે કેવી રીતે એકલા હાથે લડે છે એ વાર્તા છે. આ મનોદશા આજની દરેક યંગ છોકરી સહન કરી રહી છે.’

‘દીકરી નં.૧’ નાટકના શો પૂરા થયા પછી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે, પણ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ઑલરેડી શરૂ થઈ ગયું છે. નાટકના ડિરેક્ટર રસિક દવે જ ફિલ્મ ડિરેક્ટ કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK