આજે ઓપન થાય છે નવું નાટક CODE ‘મંત્ર’

સત્યની શોધ વચ્ચે સુરક્ષાને પણ અકબંધ રાખવાની હોડ

code mantra


‘કમાલ પટેલ વર્સસ ધમાલ પટેલ’, ‘કાનજી વિરુદ્ધ કાનજી’ અને ‘ક કાનજીનો ક’ જેવાં ગુજરાતી રંગભૂમિ પર સાવ નોખો ચીલો ચાતરે એ પ્રકારનાં નાટકો આપી ચૂકેલા ભરત ઠક્કરે નિર્માણ કરેલું અને રાજેશ જોષીએ ડિરેક્ટ કરેલું ‘CODE ‘મંત્ર’’ નાટક સ્નેહા દેસાઈએ લખ્યું છે. નાટકની વાર્તાના કેન્દ્રમાં આર્મી ટ્રેઇનિંગ અને આર્મી કૅમ્પ છે.

રાજપૂતાના રાઇફલ્સ રેજિમેન્ટના કર્નલ ઇન્દ્રવદન રાજપૂત બહુ જ સ્ટ્રિક્ટ માનસિકતા ધરાવે છે, જે આર્મી માટે જરૂરી પણ છે. ભારત સરકાર ઇન્દ્રવદન રાજપૂતને કોઈ પણ ઘડીએ પરમવીર ચક્ર આપવાની તૈયારી કરી શકે એમ છે, પણ આ ચક્ર મળે એ પહેલાં જ એક ઘટના તેમની લાઇફમાં એવી બને છે કે ઇન્દ્રવદન રાજપૂતની કાર્યશૈલી અને કાર્યપદ્ધતિ પર એક નહીં; અનેક આંગળી ઊઠે છે. બને છે એવું કે તેમની રેજિમેન્ટના એક જવાનનું મોત થાય છે. આ મોત ટ્રેઇનિંગ દરમ્યાન થયું છે, જે એવી ટ્રેઇનિંગ છે જેની પરમિશન સરકાર ઑફિશ્યલ રીતે આપતી નથી. આર્મીમાં આ ટ્રેઇનિંગને CODE ‘મંત્ર’ નામ આપવામાં આવે છે. આ ટ્રેઇનિંગ દરમ્યાન અનઑફિશ્યલ ડિસિપ્લિનરી ઍક્શન શીખવવામાં આવે છે. જો દુશ્મન દેશના હાથમાં સૈનિક આવી જાય તો એ ટૉર્ચર કરવામાં કંઈ બાકી છોડે નહીં. આ ટૉર્ચરિંગને સહન કરવા માટે ટૉર્ચર થવું જરૂરી છે. ટૉર્ચર સહન કરી રહેલા એક સૈનિકના મોત પછી હવે મુદ્દો એ આવે છે કે ઇન્દ્રવદન રાજપૂતને સાચા ગણવા કે ખોટા. મુદ્દો એ પણ છે કે એ મોત હત્યા ગણાય કે પછી ઍક્સિડન્ટ. ઍડ્વોકેટ શગૂન આખો કેસ હાથમાં લે છે અને કૉમનમૅન વર્સસ આર્મીમૅનનો જંગ શરૂ થાય છે.

નાટકના મુખ્ય કલાકારોમાં પ્રતાપ સચદેવ, સૂરજ વ્યાસ, રાજેશ સોની અને સ્નેહા દેસાઈ છે. નાટકનો શુભારંભ આજે સાંજે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK