નવું નાટક : આજે ઓપન થાય છે 'બ્લાઇન્ડ ડેટ'

સંપર્કથી ક્યારેય સંવેદના ન જન્મે

blind dead



અવની સર્જનનું નવું નાટક ‘બ્લાઇન્ડ ડેટ’ એક રોેમૅન્ટિક લવ-સ્ટોરી છે. મરાઠી નાટક પરથી રૂપાંતરિત થયેલા આ નાટકના લેખક જનક ટોપરાણી છે તો નાટકનું ડિરેક્શન કમલેશ મોતાએ કયુંર્ છે. બે પાત્રના આ નાટકનાં લીડ કલાકાર અમી ત્રિવેદી અને નિમેશ દિલીપરાય છે. આજના સમયની અને આજના તબક્કાની વાત કરતા આ નાટક વિશે ડિરેક્ટર કમલેશ મોતાએ કહ્યું હતું, ‘મૅરેજ સિસ્ટમ જીવનમાં કેટલી અગત્યની છે એ આ નાટક સમજાવે છે તો સાથોસાથ એ વાત પણ નાટક દરમ્યાન સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે સાથે રહેવાથી નહીં, પણ એકબીજાને સમજવાનો પ્રયાસ કરો તો જ સંવેદના જન્મે.’

સમય બદલાઈ રહ્યો છે અને બદલાઈ રહેલા સમય વચ્ચે સંબંધોમાં એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ પણ બદલાઈ રહી છે અને ટેક્નૉલૉજી પણ એમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. ‘બ્લાઇન્ડ ડેટ’ની વાર્તા ચાલીસ વર્ષનાં એવાં બે પાત્રોની આસપાસ ફરે છે જે બન્ને નિયમિતપણે ઇન્ટરનેટ પર ચૅટ કરે છે. કૅટી કૅટરિનાના નામે ચૅટ કરતી કોકિલા કોઠારી અને ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસના નામે ચૅટ કરતો મનુ ચિખલિયા અનાયાસે જ ઑનલાઇન એકબીજાને મળે છે. થોડી વાર ચૅટિંગ થાય છે અને ચૅટિંગ દરમ્યાન બન્ને એકબીજાના પ્રેમમાં પડે છે. ચૅટિંગ દરમ્યાન જ પ્રેમ સુધી પહોંચી ગયેલાં કોકિલા અને મનુને હવે મૅરેજ કરવાં છે, પણ એની માટે રૂબરૂ મળવું જરૂરી છે. કોકિલા અને મનુ પહેલી વાર કૉફીશૉપમાં એકબીજાને મળે છે અને એકબીજાને વધુ ઓળખવાના પ્રયાસરૂપે સાથે રહેવાનું નક્કી કરે છે. મૅરેજ વિના જ સાથે રહેવાનું શરૂ કરતાંની સાથે જ હવે નવા વળાંકો આવવાના શરૂ થાય છે.

‘બ્લાઇન્ડ ડેટ’નો શુભારંભ આજે ૩.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK