આજે ઓપન થાય છે નવું નાટક : બેબો

રોબો દીકરો બને ત્યારે...

બેબી અને રોબો એમ બે શબ્દોના સંયોજનમાંથી બનેલા નામ ‘બેબો’ નાટકનું દિગ્દર્શન પ્રિતેશ સોઢાનું અને લેખન અમાત્ય ગોરડિયાનું છે, જ્યારે નાટક ભરત ઠક્કરની ટચવુડ પ્રોડક્શન કંપની દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. નાટકનાં મુખ્ય કલાકારોમાં રિદ્ધિ દવે, ચિરાગ પંડ્યા, સ્મિત ગણાત્રા, ધરમરાજ જોષી, અર્ચના પટેલ અને કેયૂર છે. નાટકના લેખક અમાત્ય ગોરડિયા કહે છે, ‘સંબંધો અને સાયન્સનો જો સમન્વય થાય તો કેવી સિચુએશન ઊભી થાય એ વાતને નાટકમાં દર્શાવવામાં આવી છે. ઇમોશનલ ક્વૉશન્ટ અને ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ એક જ ઘરમાં એકઠા થયા છે અને એ પછી લાગણીઓની મૂંઝવણ શરૂ થાય છે.’

શેખર અને રેવા એક સુખી કપલ છે અને રેવા પ્રેગ્નન્ટ છે. ખુશીઓ અદ્ભુત રીતે ઘરમાં આળોટી રહી છે, પણ કેટલાંક કારણોસર રેવાનું મિસકૅરેજ થઈ જતાં હવે ઘરમાં સન્નાટો છવાઈ ગયો છે. મિસકૅરેજના કારણે રેવામાં ડિપ્રેશનનું લેવલ પણ વધતું જાય છે. આ જ સિચુએશન વચ્ચે શેખરને લગભગ એક વર્ષ માટે ઇટલી જવાનું આવે છે. આવી તબિયત વચ્ચે રેવાને એકલી મૂકીને કેમ જવું અને ઇટલી ગયા વિના ચાલે એમ પણ નથી એટલે જવું પણ પડશે જ. મૂંઝવણ એ પણ છે કે રેવાને સાથે લઈ જઈ શકાય એમ નથી.

રોબોટિક એન્જિનિયરિંગમાં એક્સપર્ટ એવો શેખર રેવા માટે બેબીના રૂપમાં એક રોબો બનાવે છે અને તે રોબો રેવાને આપીને નીકળી જાય છે. ઘરમાં હવે બેબો એટલે કે રોબો અને રેવાએ સાથે રહેવાનું છે. અહીંથી જ મૂંઝવણની સાચી શરૂઆત થાય છે. બેબો નામના રોબોના મનમાં એ સવાલ છે કે એક સ્ત્રી કેવી રીતે તેને માતૃત્વ આપશે અને રેવાના મનમાં એ પ્રશ્ન છે કે એક રોબો કેવી રીતે તેને સંતાનસુખ આપી શકશે. બન્ને એકબીજા માટે ભરપૂર શંકાઓ સાથે જીવવાનું આરંભે છે અને આ શંકાઓ પ્રત્યે કોઈ શક પણ થઈ શકે એમ નથી. કેવી રીતે એક સ્ત્રી રોબોને પોતાનું બાળક માની શકે?

‘બેબો’ આજે બપોરે ચાર વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી ઓપન થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK