આજે ઓપન થાય છે નવું નાટક ‘બારબાર દેખો...’

સેન્ટર પૉઇન્ટ ફૅમિલી

bar bar dekho



કિરણ ભટ્ટ ડિરેક્ટેડ અને પંકજ ત્રિવેદી લિખિત ‘બારબાર દેખો...’નાં મુખ્ય કલાકારોમાં આશિષ ભટ્ટ છે તો તેની સાથે વૈશાલી પરમાર, અમી ભાયાણી, જિજ્ઞા ત્રિવેદી, ભાવિન ઠક્કર, ચિંતન દવે, હાર્દિકા જોષી અને અભિજિત છે. સોશ્યલ-કૉમેડી જોનરના આ નાટકમાં ત્રણ દીકરીને પરણાવવા નીકળેલા એક પપ્પાની પરિસ્થિતિ સંજોગોવશાત્ કેવી થઈ જાય છે એની વાત કહેવામાં આવી છે. નાટકના ડિરેક્ટર કિરણ ભટ્ટ કહે છે, ‘જો સંજોગોને હળવાશથી લેવાની ક્ષમતા હોય તો કોઈ તકલીફ ક્યારેય મોટી નથી થતી. અમારા નાટકમાં પણ એ જ દેખાડ્યું છે.’

મહેન્દ્ર માંકડ મિડલ ક્લાસ વ્યક્તિ છે, પણ નવી વિચારધારાને સ્વીકારવા માટે તે હંમેશાં તત્પર હોય છે. મહેન્દ્ર માંકડની ફૅમિલીની એકેક વ્યક્તિઓ નંગ છે. મહેન્દ્રને ઉતારી પાડવાની એકેય તક તે કોઈ જતી કરતું નથી. કહોને બાપને કોઈ ગણકારતું નથી. આ જ ઘરમાં મહેન્દ્રના ત્રણ દીકરાઓ પણ રહે છે. આ ત્રણ દીકરાનાં મૅરેજ માટે સોશ્યલ મીડિયાની વેબસાઇટ અને મૅટ્રિમોનિયલ સાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લીધે સાવ જુદી જ અને વિપરીત સ્વભાવની એવી ત્રણ વહુઓ ઘરમાં આવે છે અને હવે ધમાલ મચી જાય છે. સાથે રહેવાની મહેચ્છા છે, પણ સાથે રહી શકે એવો કોઈનો સ્વભાવ નથી એટલે મહેન્દ્ર માટે હવે કટોકટીનો સમય આવે છે. આ સમય અને ઉપરથી પોતાના ઘરના સૌના સ્વભાવ. મહેન્દ્ર બધાને એક લાઇન પર લાવવાનું બીડું ઝડપે છે.

‘બારબાર દેખો...’નો શુભારંભ આજે રાતે નવ વાગ્યે પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK