નવું નાટક 'બા અને બૈરી સતાવે તો ભગવાન પણ ના બચાવે'

ઈશ્વરીય શક્તિથી ઘરનો કંકાસ દૂર થાય ખરો?

bee ane bairi



કે. જી. ફિલ્મસ અને ગિરિવા પ્રોડક્શનનું નાટક ‘બા અને બૈરી સતાવે તો ભગવાન પણ ના બચાવે’નું દિગ્દર્શન રાજ પાટીલે કર્યું છે, જ્યારે નાટક ગૌરવ નાયક અને રાજ પાટીલે લખ્યું છે. નાટકના મુખ્ય કલાકારોમાં હેમંત ઝા ઉપરાંત અનુરાધા કાનાબાર, સ્વીટી શાહ, રણવીશ વાંશિયા, દર્શન મહાજન, અભિજિત ભોસલે, રાજ પાટીલ અને કુમકુમ દાસ છે. ઘરમાં વહુ આવ્યા પછી સાસુ-વહુ વચ્ચે જે મતભેદ શરૂ થાય એ મતભેદ વચ્ચે પતિની જે હાલત થાય છે એમાં ક્યાંય ભગવાન પણ મદદ કરવા તૈયાર નથી હોતો એ વાતને નાટકમાં દર્શાવવામાં આવી છે. મૂળજીભાઈની હાલત કંઈક એવી જ છે.

મા અને વહુ વચ્ચે સતત પિસાતા રહેતા મૂળજીભાઈ ભગવાન કૃષ્ણમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે. મૂળજીભાઈ ભગવાનને હંમેશાં એક જ વાત કહે છે કે તારામાં જેટલી ચમત્કારિક શક્તિઓ છે એ શક્તિઓ જો તું મને આપે તો હું બા અને બૈરીને એક કરીને રહું. મજાની વાત એ છે કે ભગવાન પણ એક દિવસ મૂળજીભાઈની આ ફરિયાદથી કંટાળીને તથાસ્તુ કહી દે છે અને પોતાની તમામ શક્તિઓ તે મૂળજીભાઈને આપે છે. જોકે આ શક્તિ મળ્યા પછી મૂળજીભાઈ નવી મુશ્કેલીમાં ફસાય છે. નાટકના મુખ્ય ઍક્ટર હેમંત ઝાએ કહ્યું હતું કે નાટકના કથાવસ્તુમાં જે નવીનતા છે એ નવીનતા એકધારા ટર્ન અને ટ્વિસ્ટ આપવાનું કામ કરે છે, જે સૌથી મહત્વનો પૉઇન્ટ છે.

‘બા અને બૈરી સતાવે તો એને ભગવાન પણ ના બચાવે’નો શુભારંભ શુક્રવારે સાંજે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થઈ ગયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK