નવું ગુજરાતી નાટક ‘અસત્યમેવ જયતે’

કહો જોઈએ, તમે ક્યારેય કોઈ ગુનો કર્યો છે?

satyamev jayate


રંગત પ્રોડક્શન્સ અને સચિન શાહ નિર્મિત નાટક ‘અસત્યમેવ જયતે’ સસ્પેન્સ-થ્રિલર અને એમ છતાં પણ ફિલોસૉફિકલ નાટક છે. માણસ પોતે હંમેશાં એવું જ માનતો રહે છે કે તે જે કંઈ કરે છે એ સાચું જ કરે છે, પણ જ્યારે એ જ વાતને બીજાના દૃષ્ટિકોણ સાથે જોવાની આવે તો એ સત્ય શું એ જ સ્વરૂપમાં રહેતું હોય છે ખરા? નાટકનું આ કેન્દ્રબિંદુ છે. નાટકનું લેખન-દિગ્દર્શન હેમાંગ વ્યાસે કર્યું છે તો નાટકના મુખ્ય કલાકારોમાં અશોક પરમાર, શૈલેન્દ્ર પટેલ, મેહુલ સરવૈયા, દુર્ગેશ રાજપૂત અને ડિરેક્ટર-રાઇટર હેમાંગ વ્યાસ પોતે પણ છે. નાટકના પ્રોડ્યુસર સચિન શાહ કહે છે, ‘સત્ય ક્યારેય બહાર શોધવા નથી જવું પડતું, જો નજર કરો તો એ તમને તમારી પાસેથી જ મળી જતું હોય છે. ભગવદ્ગીતામાં કહેવાયેલી આ વાત એ નાટકનો હાર્દ છે. નાટક રૂંવાડાં તો ઊભાં કરશે પણ એ કરવાની સાથોસાથ નાટક આત્મખોજ પણ કરાવશે.’

બિઝનેસમૅન અભિષેક મકવાણા મુંબઈથી સુરત જવા રવાના થાય છે અને રસ્તામાં તેમની કાર બગડી જાય છે. રાતનો સમય છે, પણ નસીબ જોગે તેને મેકૅનિક મળી જાય છે. કાર ચેક કરતાં ખબર પડે છે કે સવાર સુધી તો કોઈ હિસાબે રિપેર નહીં થાય. હવે કરવું શું? અભિષેક મૂંઝાય છે. ગામમાં કોઈ હોટેલ પણ નથી, આખી રાત રહેવું ક્યાં? મેકૅનિક હેલ્પ કરે છે અને તેને ગામની જ એક એવી વ્યક્તિને ત્યાં મોકલે છે જ્યાં તેને રહેવા મળી જાય. એ ઘરમાં કુલ ત્રણ વ્યક્તિ રહે છે. રિટાયર્ડ જજ, રિટાયર્ડ પ્રોસિક્યુટર અને ડિફેન્સ ઍટર્ની. આ ત્રણની સમય પસાર કરવાની એક આદત છે, ર્કોટ-ર્કોટ રમવું. આ ર્કોટ-ર્કોટની રમતમાં ઇન્દિરા ગાંધીથી માંડીને હર્ષદ મહેતા અને વિજય માલ્યા જેવાના કેસ પણ ચલાવવામાં આવે અને એનું જજમેન્ટ પણ આવે. દરરોજની આ રમતમાં ચેન્જ ત્યારે આવે જ્યારે એમાં કોઈ અજાણી ચોથી વ્યક્તિ ઉમેરાય. આ ચોથી વ્યક્તિ બનવાનું આ વખતે અભિષેકના હિસ્સામાં આવે છે. ઘરમાં આવેલી આ ચોથી વ્યક્તિની ભૂમિકા આરોપીની રહે અને તેને પોતે કરેલા કાંડ કહીને તેનો બચાવ કરવાનું શરૂ કરવાનું. અભિષેકે તો કોઈ ગુનો કર્યો નથી એટલે તેને આ રમતનો કોઈ વિરોધ પણ નથી પણ જેમ-જેમ રમત આગળ વધવાની શરૂ થાય છે એમ-એમ અભિષેકની અંદરથી જ સત્ય બહાર આવવું પણ શરૂ થાય છે.

‘અસત્યમેવ જયતે’ આજે બપોરે ચાર વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી ઓપન થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy