આજે ઓપન થાય છે નવું નાટક 'અર્ધસત્ય'

શંકા અને કુશંકા વચ્ચે અટવાતું રહસ્ય

ardhsatya



અવનિ આટ્ર્‍સના બૅનર હેઠળ બનેલું અને અમી ત્રિવેદી-ચેતન ગાંધી દ્વારા નિર્મિત ‘અર્ધસત્ય’ નાટકનું ડિરેક્શન કમેલશ મોતાએ કર્યું છે અને નાટક સ્નેહા દેસાઈએ લખ્યું છે. ‘અર્ધસત્ય’ની વાર્તા મા અને દીકરીની રિલેશનશિપ પર છે તો સાથોસાથ આ નાટક સસ્પેન્સ-થ્રિલરની ભાત પણ પીરસી રહ્યું છે. ‘અર્ધસત્ય’ કુસુમ સોલંકી અને તેની દીકરી હેતલ સોલંકીની આસપાસ ફરે છે.

સિંગલ મધર એવાં કુસુમ સોલંકીની સોળ વર્ષની દીકરી હેતલ એક દિવસ અચાનક જ ગુમ થાય છે. કુસુમ દીકરી ગુમ થયાની ફરિયાદ લખાવે છે. મિસિંગ માઇનર્સ રજિસ્ટરમાં આ ફરિયાદ નોંધાય છે અને એ ફરિયાદને ૨૮ નંબરના કેસ તરીકે નોંધવામાં આવે છે. ગુમ થયેલી વ્યક્તિને શોધવાની જે કોઈ રીત હોય એ તમામ રીત અપનાવીને પોલીસ હેતલને શોધવામાં લાગી જાય છે, પણ કોઈ રિઝલ્ટ નથી મળતું; જેને કારણે મીડિયામાં પણ દેકારો બોલી જાય છે. છ મહિનાનો સમય વીતી જાય છે. કુસુમના ઘરમાં સ્મશાનનો માહોલ છે અને એક દિવસ ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસર દિગમ્બર આચાર્ય હેતલને લઈને ઘરમાં આવે છે. સ્વાભાવિક રીતે હેતલને જોઈને સૌકોઈ ખુશ થઈ જાય છે; પણ, પણ, પણ... સૌથી આકરું પગલું જો કોઈ ભરે છે તો તે હેતલની મા કુસુમ છે. કુસુમ હેતલને ઓળખવાની ના પાડી દે છે. જે દીકરીની રાહ કાગડોળે જોવામાં આવતી હતી એ જ દીકરી જ્યારે ઘરે આવીને ઊભી રહી ત્યારે મા તેને ઓળખવાની ના કેવી રીતે પાડી શકે? શું તે હેતલ નહોતી કે પછી હેતલનો કોઈ ભૂતકાળ તેની માને ખબર પડી ગઈ હતી? જો તે હેતલ હતી તો તે છ મહિના સુધી ક્યાં હતી અને કોની સાથે હતી? સોળ વર્ષની ઉંમર કંઈ નાની ઉંમર ન કહેવાય. તો પછી હેતલે છ મહિનામાં એક પણ વાર કેમ માનો કૉન્ટૅક્ટ કરવાની કોશિશ ન કરી? નાટકના ડિરેક્ટર કમલેશ મોતા કહે છે, ‘આ જ નહીં, આ સિવાયના પણ અનેક પ્રશ્નો આ નાટકમાં જન્મે છે; જેના જવાબ દરેક પેરન્ટ અને તેનાં બાળકોની આંખ ખોલનારા છે.’

નાટકના મુખ્ય કલાકારોમાં અમી ત્રિવેદી, સમીર ખખ્ખર, રાજેશ સોલંકી, રાજ વઝીર છે. નાટકનું ડિરેક્શન જેણે કર્યું છે તે ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર-ડિરેક્ટર કમલેશ મોતાની દીકરી સાર્વિ મોતા નાટકમાં મિસિંગ ચાઇલ્ડ હેતલનું કૅરૅક્ટર કરે છે. સાર્વિનું આ પહેલું કમર્શિયલ ડ્રામા છે.

‘અર્ધસત્ય’નો શુભારંભ આજે રાતે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK