આજે ઓપન થાય છે નવું નાટક ‘અણસાર’

એવી એક ઘટના જે તમારા અસ્તિત્વનેય હચમચાવી દે

anasar


પ્રોડ્યુસર ચેતન ગાંધી અને જિતેન્દ્ર જોષીનું નવું નાટક ‘અણસાર’ જાણીતા નાટ્યકર્મી સુરેશ રાજડાએ લખ્યું પણ છે અને તેમણે જ એ ડિરેક્ટ કર્યું છે. સસ્પેન્સ-થ્રિલર એવા આ નાટકમાં નિનાદ લિમયે, ડિમ્પલ આશર, કલ્પેશ પટેલ, નેહા પકાઈ, નીલેશ જોષી અને સચી જોષી લીડ કલાકારો છે. પુત્રવધૂ સ્વરાની આસપાસ નાટકની કથા ફરે છે.

સ્વરાનાં મૅરેજ અભિનવ સાથે થયાં છે. સ્વરાને સિગિંગનો જબરદસ્ત શોખ છે અને સ્વરાને તેના આ શોખને પ્રોફેશનમાં ફેરવવા માટે ફૅમિલીના તમામ સભ્યો તરફથી પૂરતો સહકાર પણ મળી રહ્યો છે. સાસુ-સસરા અને પતિના સાથ-સહકાર સાથે સ્વરા એક સિંગિંગ શોમાં ભાગ લે છે અને તે પોતાની મહેનતથી છેક ફાઇનલ રાઉન્ડ સુધી પણ પહોંચી જાય છે. હવે વાત આવે છે ફાઇનલ રાઉન્ડના પર્ફોર્મન્સની. પણ એ દિવસે એક ઘટના એવી ઘટે છે કે સ્વરાનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે. ન ગમતી અને અનિચ્છનીય ઘટનાઓનો દોર શરૂ થઈ જાય છે અને એક તબક્કો એવો આવી જાય છે કે સ્વરા આ કૉમ્પિટિશનમાં ભાગ લઈ શકશે કે કેમ એ પણ એક સવાલ ઊભો થઈ જાય છે. જો સ્વરા એમાં ભાગ લે તો તેનાં પતિ અને સાસુ-સસરાના જીવ પર પણ જોખમ આવી શકે એવી પૂરતી શક્યતા છે. હવે સ્વરાએ શું કરવું એ સ્વરાના હાથમાં છે. એક તરફ તેણે આખી જિંદગી જે સપનાને હકીકતમાં ફેરવવા માટે મહેનત કરી હતી એ સપનું ઊભું છે તો બીજી તરફ તેને ચાહનારા અને નિ:સ્વાર્થભાવે તમામ પ્રકારની મદદ કરનારા પરિવારજનો છે. સ્વરાની આ મૂંઝવણ વચ્ચે ફૅમિલી પણ તેની પાસેથી શું અપેક્ષા રાખે છે એ પણ પ્રfન ઊભો થઈ ચૂક્યો છે.

‘અણસાર’નો શુભારંભ રવિવારે રાતે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK