ગુજરાતી નાટક : અદ્રશ્યમ્

દેખીતા અને અણદેખીતા ડરની વાત

adrashyam


પ્રોડ્યુસર કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયાના નવા નાટક ‘અદ્રશ્યમ્’નું ડિરેક્શન વિપુલ મહેતાએ કર્યું છે જ્યારે નાટકનું લેખનકાર્ય વિનોદ સરવૈયાએ સંભાળ્યું છે. સસ્પેન્સ-થ્રિલર અને અમુક અંશે હૉરરની ફ્લેવરના આ નાટકના મુખ્ય કલાકારો ચિરાગ વોરા, ભક્તિ રાડો, તુષાર ઈશ્વર અને પ્રતીક જોષી છે.

વાર્તા અમદાવાદમાં શરૂ થાય છે. હજી તો માંડ એકવીસ વર્ષની ઉંમરે પહોંચેલા રાહુલનું કહેવું છે કે તે તેની આજુબાજુ રહેલા આત્માને જોઈ શકે છે અને એની સાથે વાતો પણ કરી શકે છે. નૅચરલી રાહુલની વાતથી તેના પેરન્ટ્સ ગભરાઈ જાય છે. આત્મા અને ભૂતમાં તેમને વિશ્વાસ નથી અને એટલે જ તે દીકરાની વાતો સાંભળીને તેને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જાય છે. કેટલાંક સેશન કરવામાં આવે છે અને સેશનના અંતે ડૉક્ટર સાબિત કરવાની તૈયારી પર પહોંચે છે કે રાહુલને જે કોઈ તકલીફો છે એ બધી તકલીફ માનસિક છે, પણ એ માનસિક તકલીફની વાત હજી તો સામે આવે એ પહેલાં જ પેલી લેડી ડૉક્ટર સામે એવાં કેટલાંક સત્ય ખૂલે છે કે જે ડૉક્ટર જ નહીં, સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દે છે. આ સત્ય અત્યંત રોમાંચક છે તો દિલ ધડકાવી દેનારાં પણ છે. નાટકના પ્રોડ્યુસર સંજય ગોરડિયા કહે છે, ‘નાટક ‘અદ્રશ્યમ્’ની મોટી ખાસિયત એ છે કે એમાં બે પ્રકારના ભય સતત સ્ટેજ પર ટકી રહ્યા છે. એક તો દેખીતો ભય અને બીજો અણદેખ્યો-અદૃશ્ય ભય. આ બન્ને ભય ઑડિયન્સને થ્રિલ આપવાનું કામ કરશે.’

‘અદ્રશ્યમ્’નો શુભારંભ આજે સાંજે પોણાઆઠ વાગ્યે સચિવાલય પાસે આવેલા ચવાણ ઑડિટોરિયમથી થશે.

Comments (2)Add Comment
...
written by ajit, May 04, 2016
the whole natak Adrasyam went from over head.I did not understand it moral or concequancies of the natak.
Would you like to show me the way or site from which I can read its plot or full story so that i can understand its theme.
Anywat it is well arranged all the horror scenes.The direction is superb.All the artists were aflatoons.
report abuse
vote down
vote up
Votes: +1
...
written by KETAN SHETH, April 25, 2016
This play worth to watch. Dedicated storyline with excellent presentation. But full marks go to tight Screenplay , Story writer & DIRECTOR. I m fan of several hindi plays perform in Prithvi & NCPA. Very happy to see this play at its highest pick.Congratulation......
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK