પાંચ ગુજરાતી નાટક બની જાય એટલા બજેટમાં એક જ નાટક

ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયા પછી છ વર્ષે પાછા આવેલા પાર્લાના ભાવેશ પરમાર વિશે મિડ-ડેમાં આવેલો એક રિપોર્ટ નિમિત્ત બન્યો એક ગુજરાતી નાટકના નિર્માણમાં

રવિવારે બોરીવલીના પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં રાત્રે નવ વાગ્યે ઓપન થઈ રહેલા નવા ગુજરાતી નાટક ‘હેલ્લો પાકિસ્તાની હું ગુજરાતી’ના સર્જનમાં ‘મિડ-ડે’નો બહુ મહત્વનો રોલ છે. આ નાટકના પ્રોડ્યુસર અને જાણીતા ઍક્ટર સંજય ગોરડિયા કહે છે, ‘જો ‘મિડ-ડે’ ન હોત તો ચોક્કસપણે આ નાટક ન બન્યું હોત. ૨૭ ઑક્ટોબરના ‘મિડ-ડે’માં ભાવેશ પરમાર વિશે વાંચ્યા પછી અમે અમારા હાથમાં રેડી થયેલી ચાર નાટકની સ્ક્રિપ્ટ સાઇડ પર મૂકીને આ સબ્જેક્ટ પર કામ શરૂ કરી દીધું. હ્યુમન ઇન્ટરેસ્ટનો આ સબ્જેક્ટ અદ્ભુત છે. આ નાટકનું બજેટ એટલું મોટું હતું કે એટલા પૈસામાં આરામથી બીજાં પાંચ ગુજરાતી નાટક બની જાય કે સારી ગુજરાતી ફિલ્મ બની જાય. અનેક વખત એવો વિચાર આવ્યો હતો કે પ્રોજેક્ટ પડતો મૂકીએ, પણ પછી ‘મિડ-ડે’ હાથમાં આવે એટલે ફરીથી એનર્જી આવી જાય અને ‘હેલ્લો પાકિસ્તાની હું ગુજરાતી’નું કામ જોરશોરમાં શરૂ થઈ જાય.’

ગુજરાતી સૉફ્ટવેર એન્જિનિયર ભાવેશ પરમાર ભૂલથી પાકિસ્તાન પહોંચી જાય છે. ત્યાં તેને લાહોરની કોટ લખપત જેલમાં રાખવામાં આવે છે. છ વર્ષે ભાવેશનો છુટકારો થયો અને ૨૭ ઑક્ટોબરે તે વિલે પાર્લેના પોતાના ઘરે પાછો આવ્યો. આ વિષયને કેન્દ્રસ્થાને રાખીને ‘હેલ્લો પાકિસ્તાની હું ગુજરાતી’ નાટક તૈયાર થયું છે. અફકોર્સ નાટકને એન્ટરટેઇનમેન્ટ માટે જરૂરી હોય એવા ટર્ન અને ટ્વિસ્ટ આપવામાં આવ્યા છે. નાટકની શરૂઆત ભુજથી થાય છે અને ક્લાઇમૅક્સ વાઘા બૉર્ડર પર આવે છે. આખો વિષય એક નાટકની જેમ નહીં પણ એક ફિલ્મની જેમ ટ્રીટમેન્ટ આપીને તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે નાટકમાં સાત-સાત સેટ રાખવામાં આવ્યા હોય. સેટ પણ બે દૃશ્ય વચ્ચેના બ્લૅકઆઉટમાં નહીં, ઑડિયન્સની સામે ફુલ લાઇટમાં માત્ર છથી આઠ સેકન્ડમાં ચેન્જ થાય છે. નાટકના વિશાળ ફલકની વાત એ જાણીને સમજાઈ જશે કે આ નાટકમાં એક હજારથી વધુ નાની-મોટી પ્રૉપર્ટીનો ઉપયોગ થયો છે જે આજના રૂટીન નાટક કરતાં લગભગ છગણી વધારે છે. સંજય ગોરડિયા કહે છે, ‘ભુજ રેલવે- સ્ટેશન, ભુજની ભીડબજારનું પોલીસ-સ્ટેશન, વિલે પાર્લેનું ઘર, પાકિસ્તાની ટૉર્ચર રૂમ, કોટ લખપત જેલનો સેલ, દિલ્હીસ્થિત એક્સ્ટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી અને વાઘા બૉર્ડર અમે સ્ટેજ પર લાવ્યા છીએ. આ સાત સ્ટેજની સાથે સાતેસાત સ્ટેજની પ્રૉપર્ટી પણ બદલાય છે. બિઝનેસમૅન તરીકે કહું તો ડેફિનેટલી આટલો ખર્ચ કરવો ન ગમે, પણ એક ક્રીએટિવ પર્સન તરીકે કહું તો સબ્જેક્ટ એટલો દમદાર હતો કે હું જાતને રોકી નથી શક્યો. હૅટ્સ ઑફ ટુ ‘મિડ-ડે’!’

‘હેલ્લો પાકિસ્તાની હું ગુજરાતી’ નાટકમાં કુલ બાર ઍક્ટર છે જેમાંથી સાત ઍક્ટર ડબલ રોલ કરે છે. સેટ અને પ્રૉપર્ટી માટે સામાન્ય રીતે ત્રણથી પાંચ વ્યક્તિઓ બૅકસ્ટેજનું કામ સંભાળતી હોય છે, પણ આ નાટકમાં બાર વ્યક્તિઓ બૅકસ્ટેજ સંભાળવાની છે. નાટકના ડિરેક્ટર વિપુલ મહેતા અને નાટકના રાઇટર પ્રણવ ત્રિપાઠી છે. સંજય ગોરડિયા કહે છે, ‘આજે ઇલેક્ટ્રૉનિક મિડિયાનો મારો છે એવા સમયે ‘મિડ-ડે’ જે રીતે ન્યુઝ પીરસે છે એ ખરેખર સરાહનીય છે. જો મેં ભાવેશનો રિપોર્ટ ન વાંચ્યો હોત તો આ રવિવારે મારું ‘હાથીભાઈ સાથીભાઈ’ કૉમેડી નાટક રિલીઝ થતું હોત, પણ ‘મિડ-ડે’ના કારણે હું કંઈક નવું કરી શક્યો એનો મને આનંદ છે અને સર્જનાત્મક વ્યક્તિ તરીકે મને એનો સંતોષ પણ છે.’

ભાવેશ પરમાર હૉસ્પિટલમાં માનસિક સારવાર લઈ રહ્યો છે

વિલે પાર્લેનો ૩૨ વર્ષનો ગુજરાતી સૉફ્ટવેર એન્જિનિયર ભાવેશ પરમાર પાકિસ્તાનથી મુક્ત થઈને ઑક્ટોબરમાં ભારત આવ્યો હતો. તેની માનસિક હાલત ખૂબ જ નાજુક હોવાથી અત્યારે તેને મુંબઈની એક હૉસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે અને થોડા સમયમાં વધુ સારવાર માટે મુંબઈની બહાર લઈ જવામાં આવશે. બે મહિનાની સારવાર પછી ભાવેશમાં ધીમે-ધીમે સુધારો જોવા મળી રહ્યો છે.

ભાવેશનાં મમ્મી હંસાબહેન પાસે આવકનું કોઈ સાધન ન હોવાથી તેમની આર્થિક સ્થિતિ નબળી છે, જેને પગલે વિલે પાર્લેના વિધાનસભ્ય ક્રિષ્ના હેગડે ભાવેશની સારવારમાં સહાય કરી રહ્યા છે.  માનસિક રીતે અસ્વસ્થ ભાવેશ હવે સમજી શકે છે કે તેને શું જોઈએ છે. તે શું કરવા માગે છે એ પણ તે અનુભવી શકે છે. તે કહે છે, ‘મને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ ક્યારે આપશે? હું ઘરે ક્યારે જઈશ?’

ભાવેશને પૂરી રીતે રિકવર થતાં હજી છ મહિના લાગે એવી શક્યતા છે.

નાટકની વાર્તા શું છે?

નાટકનો હીરો અંકુશ પોતાની ગર્લફ્રેન્ડ સિમરન અને મમ્મી સાથે ભુજ રેલવે-સ્ટેશનથી મુંબઈ આવવા નીકળે છે, પણ માર્કેટમાં થયેલા બૉમ્બ-બ્લાસ્ટને કારણે તે ગુમ થઈ જાય છે. બૉમ્બ-બ્લાસ્ટમાં બચી ગયેલો અંકુશ યેનકેન પ્રકારેણ પાકિસ્તાન પહોંચી જાય છે, જ્યાં તેની અરેસ્ટ થાય છે અને પાકિસ્તાન સરકાર તેને કોટ લખપત જેલમાં મોકલી દે છે. આ જેલમાં અંકુશ ઝુબેદાને મળે છે અને ઝુબેદાની મદદથી પોતાના ઘરે પોતે જીવતો હોવાના સમાચાર મોકલે છે. ભારત સરકાર અંકુશને પાછો લાવવા માટે કોઈ ઍક્શન લેતી નથી એટલે સિમરન પોતે પાકિસ્તાન જવાનો પ્લાન બનાવે છે જેમાં તેને એક્સ્ટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીમાંથી આડકતરી મદદ મળે છે. સિમરન પાકિસ્તાન તો પહોંચી જાય છે, પણ અહીંથી અંકુશને લઈ આવવાનું કામ સહેલું નથી. અનેક તકલીફો વચ્ચે સિમરન આ કામ પણ સુપેરે પાર પાડે છે અને અંકુશને લઈને ઇન્ડિયા પરત આવે છે.

- રશ્મિન શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK