અત્ર, તત્ર, સર્વત્ર વિટામિન She રૉક્સ

પ્રોડ્યુસર સંજય રાવલની પહેલી ફિલ્મને કલ્પના પણ ન કરી હોય એવો અદ્ભુત રિસ્પૉન્સ મળ્યો છે ત્યારે જોઈએ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા બિગશૉટ્સ તેમની આ ફિલ્મ માટે શું કહે છે?

viramin she


એકધારો વરસતો વરસાદ અને એ વરસાદ વચ્ચે ઘરની બહાર ન નીકળવાની ગુજરાત સરકારની ચેતવણી અને એ પછી પણ જો તમને ખબર પડે કે ‘વિટામિન She’ ગુજરાતમાં હાઉસફુલ જાય છે અને શુક્ર-શનિ બે દિવસનું ટોટલ કલેક્શન ૯૦ ટકા આવ્યું છે તો તમે શું કહેશો? પ્રોડ્યુસર સંજય રાવલની પહેલી એવી આ ફિલ્મ માટે તેમને બે દિવસમાં ૪૫૦૦ SMS અને ૨૫,૦૦૦થી વધુ વૉટ્સઍપ-મેસેજ આવી ગયા હોય એવી તમને ખબર પડે તો તમે શું કહેશો? છેલ્લો સવાલ, આવી રહેલા અને ઍપ્રીસિયેટ કરતા આ તમામ મેસેજમાં એક વાત સામાન્ય હોય કે ફિલ્મની એકેક ફ્રેમમાં સંજય રાવલની છાંટ અને તેમની સેન્સ ઑફ હ્યુમર ઝળકે છે તો તમે શું કહેશો?

‘વિટામિન She’ ગુજરાતના બિલ્ડર અને દેશના જાણીતા મોટિવેટર સંજય રાવલની પહેલી ફિલ્મ છે. ફિલ્મ સામાન્ય રીતે એની સ્ટારકાસ્ટ કે પછી મ્યુઝિક કે પછી વધુમાં વધુ એની સ્ટોરીને કારણે લોકો જોવા જાય, પણ આ ફિલ્મ જોવા જવા માટે આ ત્રણમાંથી એક પણ કારણ નથી. આ ફિલ્મ પાછળ એક જ કારણ જવાબદાર છે અને એ છે સંજય રાવલ. યશ ચોપડા, આદિત્ય ચોપડા, કરણ જોહર, રોહિત શેટ્ટી અને સંજય લીલા ભણસાલી એ પાંચ જ પ્રોડ્યુસર એવા છે જેમનાં નામ પર ઑડિયન્સ ફિલ્મ જોવા જાય છે. ગુજરાતી ફિલ્મોને હજી સુધી એવો કોઈ માઈનો લાલ મળ્યો નહોતો, પણ હવે વાત જુદી છે. હવે આ હરોળ ગુજરાતમાં પણ શરૂ થઈ ગઈ છે અને સંજય રાવલે એ શરૂ કરી છે. ઑડિયન્સ સ્ટારકાસ્ટ કે મ્યુઝિક કે પછી ફિલ્મની વાર્તા માટે નહીં, પણ ફિલ્મના પ્રોડ્યુસરને કારણે જોવા ગયા હોય અને જોવા જતા હોય. ‘છેલ્લો દિવસ’ અને ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’ જેવી સુપરહિટ ફિલ્મના જાણીતા ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે સંજયભાઈની ફિલ્મ જોયા પછી કહ્યું હતું કે હું આ ફિલ્મને ચાર સ્ટાર આપું જેમાંથી ત્રણ સ્ટાર સંજયભાઈને લીધે ફિલ્મને મળે છે. કૃષ્ણદેવ યાજ્ઞિક કહે છે કે ‘ફિલ્મ મૌલિક છે અને એ જ એની સૌથી મોટી મજા છે. હું કહીશ કે આ ફિલ્મ એકેક ગુજરાતીએ જોવી જોઈએ. એમાં ડ્રામા છે, કૉમેડી છે, ઇમોશન્સ છે અને એમાં થ્રિલ પણ છે. સૌથી સારી વાત એ પણ છે કે ફિલ્મની વાર્તા સાથે જ એક સરસ સંદેશ પણ એમાં વણી લેવામાં આવ્યો છે. મારી દૃષ્ટિએ આ ફિલ્મ પ્યૉરલી પૈસાવસૂલ ફિલ્મ છે.’

ગઈ કાલથી ગુજરાતમાં ઉઘાડ શરૂ થયો છે, પણ એ પહેલાંનો સમયગાળો તો એવો હતો કે સરકાર પોતે જ લોકોને ઘરની બહાર નીકળવાની સ્પષ્ટ ના પાડતી હતી અને એ પછી પણ ફિલ્મે તોતિંગ બિઝનેસ શરૂ કર્યો છે. ગુરુવાર રાતથી ફરીથી ટ્રાવેલિંગ પર નીકળી ગયેલા સંજય રાવલ કહે છે કે ‘હું ફિલ્મને મળેલા રિસ્પૉન્સથી ખરેખર ખુશ છું. હું અમદાવાદમાં નથી એટલે હું ખાસ કોઈ ફિગર્સ એકઠા કરવાનું કે બીજું કોઈ કામ જોતો નથી. મારું કામ સારી ફિલ્મ બનાવવાનું હતું, જે મેં મારાથી બનતા પ્રયત્નો સાથે કર્યું અને હજી પણ કરતો રહીશ. અત્યારે મારી બે ફિલ્મો અન્ડર-પ્રોડક્શન છે, જે બન્નેનું કામ એકસાથે જ આગળ વધશે. ગુજરાતી ભાષા માટે જેકાંઈ જરૂરી છે એ કરવાનું છે અને એકેક ગુજરાતીએ એ કરવું જોઈએ.’

ગુજરાતી મ્યુઝિકના રૉકસ્ટાર અને ભાઈ-ભાઈ ફેમ અરવિંદ વેગડાએ ખૂબ સરસ વાત કરી. ‘વિટામિન She’ જોયા પછી અરવિંદભાઈએ કહ્યું હતું કે ‘હું ઇચ્છીશ કે સંજયભાઈ અને તેમના જેવા ગુજરાતી ભાષા માટે ખરેખર કામ કરતા અને લોકોને જાગ્રત કરનારા લોકો ફિલ્મમેકિંગ ક્ષેત્રમાં આવે. તેમના જેવી ઝિંદાદિલ વ્યક્તિ સાથે કામ કરવું એ માત્ર લહાવો જ નહીં, એક અવસર છે. તેમણે બનાવેલી ‘વિટામિન She’ ફુલ ફૅમિલી એન્ટરટેઇનર છે. ક્યાંય કોઈ આછકલાઈ નહીં, ક્યાંય કોઈ તોછડાઈ નહીં અને ક્યાંય કોઈ સ્વચ્છંદતા નહીં. એક આર્ટિસ્ટ તરીકે મને આજે બે દસકા થઈ ગયા એટલે હું હકથી કહી શકું કે આ બધું અજાણતાં જ થઈ જતું હોય છે પણ સંજયભાઈએ અજાણતાં પણ એવો કોઈ રસ્તો લીધો નથી અને એનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે એ ગર્વની વાત છે. હું મારા ફૅન્સને અને મારા ફ્રેન્ડ્સને હકથી કહીશ કે જો તમે ઇચ્છતા હો કે તમારી ફૅમિલીને એક રવિવાર સારો મળે તો પ્લીઝ, ‘વિટામિન She’થી એ રવિવાર સુધારજો. સ્મિત પંડ્યા, મૌલિક અને ભક્તિએ અદ્ભુત કામ કર્યું છે.’

અર્બન ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ના પ્રોડ્યુસર-ડિરેક્ટર અભિષ્ોક જૈને પણ ફિલ્મ જોયા પછી સૌથી પહેલાં એવું કહ્યું હતું કે એન્ટરટેઇનમેન્ટથી ધરાયા હોઈએ એવો ઓડકાર આ ફિલ્મ જોયા પછી આવે. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના જાણીતા ઍક્ટર અભિનય બૅન્કરે પણ કહ્યું હતું કે મેં જોયેલી અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ ‘વિટામિન She’ છે.

મુંબઈકર શું કહે છે વિટામિન She વિશે?

મુંબઈનાં અલગ-અલગ સબબ્ર્સમાં રિલીઝ થયેલી ‘વિટામિન She’ જોયા પછી જય પરમારે કહ્યું હતું કે ‘આજના યંગસ્ટર્સને પ્રેમથી અને હસાવતાં-હસાવતાં પણ સાચી વાત કહી જાય એવી આ ફિલ્મ છે. ફૅમિલી સાથે જ આ ફિલ્મ જોવી જોઈએ, કારણ કે પૅકેજની દૃષ્ટિએ આ ફિલ્મ એકદમ પર્ફેક્ટ અને ઉત્તમ સ્તરે બની છે. જો વૉલ્યુમ બંધ હોય તો કોઈ એવું કહી ન શકે કે આ ગુજરાતી ફિલ્મ છે. મેકિંગ કોઈ પણ બૉલીવુડ ફિલ્મના સ્તરનું જ છે.’

હર્ષદભાઈ ગજ્જર પણ જયની વાત સાથે સહમત થતાં કહે છે કે ‘સંજયભાઈનો જેવો સ્વભાવ છે એવી જ સાત્વિક ફિલ્મ તેમણે બનાવી છે. ગુજરાતી ફિલ્મ માટે માન થઈ આવે એવું મેકિંગ છે અને એને માટે પણ હું તો સંજયભાઈને જ જશ આપીશ. ફિલ્મ જોયા પછી મેં તો ૨૦૦૦ લોકોને વૉટ્સઍપ-ગ્રુપમાં મેસેજ પણ કર્યો છે કે આ ફિલ્મ કોઈ પણ રીતે જોવી અને જોવડાવવી, મિસ ન કરવી. આ ફિલ્મમાં જે પ્રૉબ્લેમ દેખાડ્યા છે એ ક્યાંક ને ક્યાંક મુંબઈના ગુજરાતી યંગસ્ટર્સને પણ લાગુ પડે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK