આજે રિલીઝ થતી આ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ આપશે

વિખ્યાત ન્યુ યૉર્ક ફિલ્મ ઍકૅડેમીમાંથી ઍક્ટિંગનો કોર્સ કરતા ધ્રુવિન શાહ અને ટીવી-ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર રશ્મિ દેસાઈની પ્રથમ ગુજરાતી ફિલ્મ


superstar


નવકાર ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની પહેલી ગુજરાતી ફિલ્મ ‘સુપરસ્ટાર’ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ કરશે એવું ફિલ્મ જોનારા કોઈ પણ કહી શકે એમ છે. રોમૅન્ટિક-મ્યુઝિકલ થ્રિલર એવી ‘સુપરસ્ટાર’માં ઍક્શન, ગ્લૅમર અને ઇમોશન્સ પણ ભારોભાર ભર્યા છે. ટીવી-ઇન્ડસ્ટ્રીની સ્ટાર રશ્મિ દેસાઈની આ પહેલી ફિલ્મ છે તો ન્યુ યૉર્ક ફિલ્મ ઍકૅડેમીમાં ઍક્ટિંગનો કોર્સ કરી રહેલા ધ્રુવિન શાહની પણ આ પહેલી ફિલ્મ છે. મૂળ અમદાવાદના પણ એજ્યુકેશન માટે અમેરિકા સેટલ થયેલા ધ્રુવિનને હૉલીવુડનો અનેક પ્રોડક્શન-હાઉસ સાથે ઘરોબો છે અને એ પછી પણ તેણે પોતાની કરીઅરની શરૂઆત ગુજરાતી ફિલ્મથી કરી છે. આવું શું કામ? એના જવાબમાં ધ્રુવિન કહે છે, ‘આવું કરવાનાં એક નહીં, અનેક કારણો છે. પહેલું તો આ ફિલ્મનો સબ્જેક્ટ. ‘સુપરસ્ટાર’ની ભાષા માત્ર ગુજરાતી છે, પણ ફિલ્મનું મેકિંગ અને ફિલ્મની સ્ટોરી કોઈ પણ હિન્દી ફિલ્મથી ચડિયાતી છે. બીજું એ કે ગુજરાતી હોવાના નાતે મનમાં હતું કે ગુજરાતી ફિલ્મમાં એક વાર કામ કરવું છે તો ખરું જ. અઢી વર્ષમાં અનેક ફિલ્મોની ઑફર આવી પણ આ ફિલ્મની વાર્તા મને અટ્રૅક્ટ કરી ગઈ એટલે ભવિષ્યમાં કામ કરવાનો જે વિચાર હતો એને તાત્કાલિક અમલમાં મૂકી દીધો.’

મજાની વાત એ છે કે ધ્રુવિનની સાથે રશ્મિ દેસાઈ છે. અઢળક ટીવી-સિરિયલ અને રિયલિટી શો કરી ચૂકેલી રશ્મિ દેસાઈ પોતે ગુજરાતી છે અને તેની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. રશ્મિએ કહ્યું હતું કે ‘ફિલ્મ માટે જો સૌથી વધારે કોઈ ઇમ્પોર્ટન્ટ હોય તો એ સ્ક્રિપ્ટ છે. ‘સુપરસ્ટાર’ની સ્ક્રિપ્ટ એટલી સરસ છે કે એ કોઈ પણ લૅન્ગ્વેજમાં બને તો એ લૅન્ગ્વેજની મેઇન સ્ટાર એ ફિલ્મ કરવા માટે તરત તૈયાર થઈ જ જાય. સ્ટોરી સાંભળી ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે હું આ ફિલ્મ કરવાની છું. સ્ટોરીની સૌથી સરસ બ્યુટી એ છે કે એમાં ફિલ્મનાં દરેકેદરેક કૅરૅક્ટર ઇમ્પોર્ટન્ટ છે.’

શું છે ફિલ્મની સ્ટોરી?

આરકે એટલે કે રિશી કાપડિયા અને તેની વાઇફ અંજલિની આસપાસ ‘સુપરસ્ટાર’ની સ્ટોરી ગૂંથાયેલી છે. રિશી બૉલીવુડનો સુપરસ્ટાર છે. જગતઆખાનું ઐશ્વર્ય તેની પાસે છે. લોકો તેની એક ઝલક માટે ટોળે વળી જાય છે તો છોકરીઓ તેને જોઈને પાગલ થઈ જાય છે. ખબર હોવા છતાં કે તે મૅરિડ છે અને તેની વાઇફ અંજલિ સાથે તે હૅપી લાઇફ જીવી રહ્યો છે. અંજલિ અને રિશી બન્ને એકબીજાને એ સમયથી ઓળખતાં જે સમયે રિશીને કોઈ ઓળખતું નહોતું. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહેલા રિશીને બધા પાસેથી જાકારો મળતો ત્યારે માત્ર અંજલિ એવી હતી જેની પાસેથી તેને પ્રેમ અને લાગણીઓ મળતાં. અંજલિ રિશીની સુપરસ્ટારપદની સફરની એકમાત્ર સાક્ષી હતી અને એ સાક્ષીને રિશી એટલે કે સુપરસ્ટાર આરકેએ લાઇફ-પાર્ટનર બનાવી હતી.

બધું સુખરૂપ ચાલતું હતું પણ સુખરૂપ ક્યાં ક્યારેય કંઈ એકધારું ચાલ્યું છે. એક દિવસ અચાનક એક ઘટના એવી ઘટે છે જે બૉલીવુડ જ નહીં, દેશઆખાને ધ્રુજાવી જાય છે. લાખો ફૅન્સનાં દિલોની ધડકન એવો રિશી શૂટિંગ કરતો હતો એ દરમ્યાન ફાયરિંગના એક સીનમાં કોઈકે ડુપ્લિકેટ ગોળીને બદલે સાચી ગોળી મૂકી દીધી અને એ ગોળી તેને વાગી. રિશીનો જીવ જોખમમાં મુકાયો. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી. હજી તો તપાસ શરૂ જ થઈ હતી ત્યાં એક ઘટના બીજી એવી બની કે વધુ એક વખત આરકેનો જીવ જોખમમાં મુકાઈ ગયો અને એ પછી તો આરકેની આખી ફૅમિલી સંકટમાં ઘેરાઈ ગઈ. સુખની ચરમસીમા પરથી દુ:ખ અને દર્દની નવી દિશામાં ધકેલાઈ ગયેલા રિશી અને તેની ફૅમિલી સાથે એક એવી ઘટના પણ ઘટે છે જેને લીધે રિશી અને અંજલિ બન્ને એકબીજાથી સાવ કપાઈ જાય છે. સંબંધો કાયમ માટે તૂટવાની અણી પર આવી જાય છે. શું કામ આ બધું થઈ રહ્યું છે અને કોણ છે જે આ ફૅમિલીની પાછળ પડ્યું છે એ શોધવાનું કામ કરતી પોલીસને પણ કંઈ ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે.

પ્રેમ અને પરિવાર બચાવવા માટે હવે રિશી પાસે એક જ રસ્તો બાકી બચ્યો છે, જાતે મેદાનમાં ઊતરી જવું અને પુરવાર કરવું કે સેલ્યુલૉઇડનો સુપરસ્ટાર રિયલ લાઇફનો સુપરસ્ટાર પણ છે. ફિલ્મના ડિરેક્ટર અને અગાઉ ઓમ પુરી જેવા સિદ્ધહસ્ત ઍક્ટર સાથે મરાઠી ફિલ્મ ‘પ્રોજેક્ટ મરાઠવાડા’ ડિરેક્ટ કરી ચૂકેલા ભાવિન વાડિયા કહે છે, ‘એકધારા ટન્ર્સ અને ટ્વિસ્ટ્સ આ ફિલ્મનો પ્લસ-પૉઇન્ટ છે અને એ જ આ ફિલ્મની સૌથી મોટી મજા છે. હૉલીવુડ અને બૉલીવુડ-સ્તરની ફિલ્મ જે સબ્જેક્ટ પરથી બની શકે એવી આ સ્ક્રિપ્ટ માટે દાવો કરી શકાય કે અગાઉ કોઈએ ક્યારેય આ લેવલની ગુજરાતી ફિલ્મ જોઈ નહીં હોય.’

વાત ખોટી પણ નથી. ફિલ્મના મેકિંગ માટે જે પ્રકારે બજેટને ખુલ્લું રાખવામાં આવ્યું છે એ જ દેખાડે છે કે ‘સુપરસ્ટાર’ ગુજરાતી ફિલ્મને એક નવી જ ઊંચાઈ પર લઈ જવાનું કામ કરશે અને એને માટે ‘સુપરસ્ટાર’ને મોટી હેલ્પ એના મ્યુઝિકથી મળશે.

અરમાનથી લઈને શેખર ‘સુપરસ્ટાર’નું મ્યુઝિક પાર્થ ઠક્કરે આપ્યું છે. અઢળક ફિલ્મોમાં મ્યુઝિક આપી ચૂકેલા પાર્થે આ ફિલ્મના મ્યુઝિક માટે બૉલીવુડના ખ્યાતનામ મ્યુઝિક-ડિરેક્ટર અરમાન મલિક, મ્યુઝિક-કમ્પોઝર વિશાલ-શેખર ફેમ શેખર રવજિયાણી અને ગુજરાતી રૉકસ્ટાર અરવિંદ વેગડા પાસે ગીતો ગવડાવ્યાં છે. આ અગાઉ આ ધુરંધરોએ ક્યારેય કોઈ ગુજરાતી ફિલ્મ માટે ગીતો ગાયાં નહોતાં તો ગુજરાતી રૉકસ્ટાર અરવિંદ વેગડાને પણ આ જ વાત લાગુ પડે છે. અરવિંદ વેગડાએ કહ્યું હતું કે ‘ચોવીસ કૅરૅટના સોનામાં જેટલી શુદ્ધતા હોય એટલી જ શુદ્ધતા આ ફિલ્મના મ્યુઝિકમાં છે અને પૂર્ણપણે ગુજરાતી ફિલ્મનું મ્યુઝિક છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK