આ ફિલ્મ સહકુટુંબ જોવા જજો

સુપરહિટ સોશ્યલ ફિલ્મોના પ્રોડ્યુસર-ડિરેક્ટર સૂરજ બડજાત્યા પણ જે ફિલ્મ જોઈને ખુશ થઈ ગયા એ શુભારંભ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની પહેલી ફૅમિલી-એન્ટરટેઇનર છે

shubh

શું તમને ક્લીન ફૅમિલી ડ્રામા ગમે છે? શું તમને લાગણીઓના અફાટ સમુદ્રમાં વહેવું ગમે છે? શું તમને ભપકાદાર લગ્ન વિશે જાણવાની ભરપૂર ઉત્સુકતા ખરી? શું તમે ઇચ્છો ખરા કે તમને ફિલ્મમાંથી અથાગ લાગણી, સંવેદના અને પ્રેમ મળે? છેલ્લો સવાલ, તમને એવું લાગે ખરું કે ફૅમિલી-એન્ટરટેઇનરથી પારિવારિક ભાવનાઓ વધુ પ્રગાઢ બનતી હોય છે? જો આ અને આવા સવાલોનો જવાબ હકારમાં હોય તો આ તમામ સવાલનો જવાબ એક જ છે, આજે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની પહેલી ફૅમિલી-એન્ટરટેઇનર ‘શુભારંભ’. તમને જાણીને નવાઈ લાગશે, પણ હકીકત છે કે આ ફિલ્મ ફૅમિલી ફિલ્મોના માસ્ટર એવા પ્રોડ્યુસર-ડિરેક્ટર સૂરજ બડજાત્યાએ અત્યાર સુધીમાં કરેલાં કામોને અર્પણ કરવામાં આવી છે. ફિલ્મના યંગ પ્રોડ્યુસર નીરવ અગ્રવાલ કહે છે, ‘જે ફિલ્મો જોઈને મોટા થયા એવી જ ફિલ્મ બનાવવી હતી એ નક્કી હતું અને એટલે જ અમે ‘હમ આપકે હૈ કૌન’ અને ‘હમ સાથ સાથ હૈ’ જેવા સબ્જેક્ટ પર જ કામ કરવા માગતા હતા. ‘શુભારંભ’ બન્યા પછી અમે સૌથી પહેલાં એ સૂરજ બડજાત્યાને જ દેખાડી. તેમને ફિલ્મ બહુ ગમી. અમારી આ પહેલી ફિલ્મ અમે તેમને જ અર્પણ કરીએ છીએ.’

નીરવ અગ્રવાલ, સૂર્યદીપ બસિયા અને સિદ્ધાર્થ શ્રીવાસ્તવે શરૂ કરેલી ફિલ્મ- પ્રોડક્શન કંપની ‘ધ ટ્રાવેલિંગ સર્કસ’ના આ ત્રણ પાર્ટનરમાંથી બે પાર્ટનર નૉનગુજરાતી છે તો સૂર્યદીપ પ્રોફેશનલી પાર્ટનર છે અને મોટા ભાગનો સમય તે ગુજરાતની બહાર જ રહ્યો છે અને એ પછી પણ આ ત્રણ યંગસ્ટર્સ ગુજરાતી સભ્યતા, સંસ્કૃતિ અને ગુજરાતીઓની સંયુક્ત રહેવાની જે ભાવના છે એ ભાવનાને સેલ્યુલૉઇડ પર અદ્ભુત રીતે લઈ આવ્યા છે. સિદ્ધાર્થ કહે છે, ‘આ જ કલ્ચર જોઈને અમે મોટા થયા છીએ અને આ જ કલ્ચર સાથે અમારું ડેવલપમેન્ટ થયું છે અને એટલે જ અમારે એ જ દેખાડવું હતું જે અમારા લોહીમાં ભળ્યું છે. જૉઇન્ટ ફૅમિલીની મેન્ટાલિટી આજે જ્યારે ઓછી થતી જાય છે ત્યારે ‘શુભાંરભ’ માત્ર એન્ટરટેઇનમેન્ટ જ નહીં, એક સમજણ અને શીખ પણ આપવાનું કામ કરે છે.’

‘શુભાંરભ’નાં લીડ સ્ટાર હર્ષ છાયા અને પ્રાચી શાહ છે. ટીવી અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મબલક નામના કમાયેલા હર્ષ છાયાની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે.

‘શુભારંભ’ શુભ અને રિદ્ધિમાની વાત કહે છે. શુભ ફૉરેન સેટલ થયો છે અને રિદ્ધિમા અમદાવાદમાં રહે છે. રિદ્ધિમા મૅરેજ-કાઉન્સેલર છે. મૅરેજ માટે ઇન્ડિયા આવેલા શુભ અને રિદ્ધિમાની મીટિંગ થાય છે અને બન્ને મૅરેજ માટે તૈયાર થાય છે. હવે ઘરમાં તૈયારીઓ શરૂ થાય છે અને આ તૈયારી સાથે પ્રસંગ આગળ વધતો જાય છે, પણ આગળ વધી રહેલા પ્રસંગો વચ્ચે શુભ રિદ્ધિમાને એક એવી વાત કહે છે જે વાત આખા પ્રસંગને સાવ જુદી જ દિશામાં ડાઇવર્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે એવું ન બને એ માટે રિદ્ધિમા અને શુભ આગળ આવે છે અને બન્ને નક્કી કરે છે કે આવી રહેલી ઘટનાને તે બન્ને ચેન્જ કરશે. આ કામ બન્નેએ તમામ પ્રસંગો દરમ્યાન જ કરવાનું છે. ફિલ્મના પ્રોડ્યુસર નીરવ અગ્રવાલ કહે છે, ‘જ્યારે સૌને એક રાખવાની નીતિ હોય ત્યારે તકલીફો ગમે એટલી મોટી હોય તો પણ એનો સામનો કરવો આસાન થઈ જાય છે. મૅરિડ લાઇફથી જોડાઈ રહેલાં શુભ અને રિદ્ધિમાએ કેવી-કેવી તકલીફો વચ્ચે આગળ વધવું પડે છે અને કેવી રીતે એકબીજાના સાથ સાથે એ તકલીફોને પાર કરવામાં આવે છે અને એ પણ પ્રેમથી એની વાત અહીં થઈ છે.’

‘શુભારંભ’ જેવા વિષયો પર કામ થવું જોઈએ એવું તમને એ ફિલ્મ જોયા પછી ચોક્કસ લાગશે અને સાથોસાથ એવું પણ તમને લાગશે કે આ ફિલ્મ સહકુટુંબ જ જોવી જોઈએ. માનજો, સંબંધોની આ જ શરત છે. સંબંધોની પણ અને ‘શુભારંભ’ની પણ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK