આવતી કાલે ઓપન થાય છે નવું નાટક 'પપ્પા Once More'

બોલો, વહુએ લીધા સસરાને દત્તક

pappa ones more


બધાં નાટકોમાં એવું કહેવાય છે કે આ દરેક ઘરની વાત છે, પણ ‘પપ્પા Once More’ને એ વાત લાગુ નથી પડતી અને એ બિલકુલ સાચું છે. રૂઢિઓ તોડીને તૈયાર થયેલા આ નાટકના પ્રોડ્યુસર અને લેખક નિમેશ શાહ છે, જ્યારે નાટકનું ડિરેક્શન અરવિંદ વૈદ્યએ કયુંર્ છે. અરવિંદ વૈદ્ય કહે છે, ‘કોઈ પણ રૂઢિઓ તોડવી પડશે અને જો એ તોડવામાં આવે તો જ સમાજની સ્વસ્થતા અકબંધ રહેશે. ઘરમાં પપ્પા જે સ્થાન પર હોવા જોઈએ એ જ સ્થાન પર તેમને રાખવા જોઈએ પછી એના માટે રસ્તો કોઈ પણ અપનાવવામાં આવે એ મંજૂર છે. ‘પપ્પા Once More’માં આ જ કરવામાં આવ્યું છે.’

સોશ્યો-કૉમેડી એવા આ નાટકની વાર્તા એક એવા પરિવારની આસપાસમાં ફરે છે જેના જીવનમાં બઘું જ સુખરૂપ ચાલી રહ્યું છે. કોઈ વાતની તકલીફ નથી. તકલીફની શરૂઆત એ સમયે થાય છે જે સમયે પપ્પા પોતાના નીતિનિયમ અને સિદ્ધાંતને આગળ ધરીને ઊભા રહે છે. આખો પરિવાર પપ્પાના આ સ્વભાવથી થાક્યો છે અને થાકેલા આ પરિવારની સામે પપ્પા પોતાના સિદ્ધાંતોને છોડવા રાજી નથી. વાત એક તબક્કે એવી તે વણસી જાય છે કે પપ્પા ઘર છોડી દે છે. હવે બધું ફરીથી હતું એવું ને એવું જ થઈ જાય છે. પપ્પાની ગેરહાજરી કોઈને સાલતી નથી, એ સાલે છે તો માત્ર ઘરની મોટી વહુને અને મોટી વહુ પપ્પાને પૂરો હક પાછો અપાવવા માટે એક નવી જ શરૂઆત કરે છે. તે પોતાના જ સસરાને દત્તક લઈને તેને ઘરે લઈ આવે છે. પપ્પાને ફરીથી એ જ સ્થાન અપાવવાનો આ પ્રયાસ છે જે એક સમયે તેમનું હતું. ‘પપ્પા Once More’ના પપ્પાનું કૅરૅક્ટર ડિરેક્ટર અરવિંદ વૈદ્યે જ કર્યું છે તો તેમની સાથેના કલાકારોમાં રિતિકા શાહ, ધ્રુવ બારોટ, વિશાલ શાહ, મલ્લિકા શાહ અને નિમેશ શાહ છે.

આજે આઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી ‘પપ્પા Once More’નો શુભારંભ થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK