આજે ઓપન થાય છે નવું નાટક Mr. & MISS. બારોટ

ચાલ જોઈએ, કોણ છે કોનાથી ચડિયાતું?

drama


સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન્સના નાટકના લીડ રોલમાં સિદ્ધાર્થ રાંદેરિયા હોય એ વણલખ્યો નિયમ લગભગ બે દશકથી પળાતો આવ્યો છે, પણ આ વખતે એ પહેલી વખત તૂટ્યો છે. ઍક્ટર-ડિરેક્ટર અને રાઇટર સિદ્ધાર્થ રાંદેરિયાના પ્રોડક્શન-હાઉસમાં પહેલી વખત ડિરેક્ટર પણ બહારથી આવ્યા છે. મરાઠી સિરિયલ અને થિયેટરના જાણીતા ડિરેક્ટર ધીરજ પાલ્શેતકર દ્વારા ડિરેક્ટેડ અને ઍક્ટ્રેસ ટન્ર્ડ રાઇટર ભક્તિ રાઠોડ દ્વારા લિખિત નાટક ‘Mr. & MISS બારોટ’માં બાપ-દીકરીના સંબંધોની વાત છે. પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે, ‘સમયના અભાવે આ નાટક મારાથી થઈ શકે એમ નહોતું, પણ મને સબ્જેક્ટ પણ છોડવો નહોતો એટલે મેં આ નાટક ધર્મેશ વ્યાસ સાથે કર્યું. નાટકનો સબ્જેક્ટ એકદમ ક્યુટ છે, જે થ્રૂ-આઉટ ચહેરા પર મંદ-મંદ સ્મિત આપવાનું કામ કરે છે.’

એક સમયના ખ્યાતનામ હાસ્યકલાકાર મિસ્ટર બારોટે જિંદગીની મોટા ભાગની વાતો હસી કાઢવામાં લીધી છે, પણ એક તબક્કે તેની લાઇફમાં એવી ઘટના બને છે કે તે પોતે જ મૂંઝાઈ જાય છે કે એ વાતને હસવી કે પછી ગંભીરતા સાથે એ વાતને આગળ વધારવી. બને છે એવું કે મુંબઈ સ્થાયી થઈ ગયેલા પપ્પાની ગામડામાં રહેતી દીકરી એકાએક મુંબઈ પપ્પા પાસે રહેવા આવી જાય છે. માત્ર રહેવા આવે એવું નથી, પણ દીકરીનું સપનું છે કે તે બૉલીવુડમાં બહુ મોટી ઍક્ટ્રેસ બનશે. દીકરીએ ક્યારેય કંઈ ગંભીરતાથી કર્યું નહોતું અને અત્યારે પણ એ જ હાલ હતા. મિસ્ટર બારોટ માટે ધર્મસંકટ એ વાતનું છે કે જેની એકેક હરકત કૉમેડીથી ભરેલી છે અને જેનામાં શહેરની છોકરીમાં હોય એવી ક્વૉલિટીનો છાંટો પણ નથી એ છોકરી કેવી રીતે ઍક્ટિંગના ફીલ્ડમાં આગળ વધી શકે અને ટોચ પર પહોંચે. દીકરીને બાપ પાસેથી સહકાર મળતો નથી એટલે દીકરી કઈ રીતે પોતાના સપનાને સાકાર કરવાનો રસ્તો અપનાવે છે એ પણ નાટકના વિષયમાં સમાવી લેવામાં આવ્યું છે.

‘મિસ્ટર ઍન્ડ મિસ બારોટ’માં ધર્મેશ વ્યાસ સાથે શાર્વિ મોતા, ચિત્રક શાહ અને જ્યોતિકા શાહ છે. નાટક આજે સાંજે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી ઓપન થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK