આજથી ઓપન થાય છે નવું નાટક 'મૉડર્ન મિડલક્લાસ'

પેરન્ટ્સે પણ બાળકોની સાથોસાથ મૉડર્ન થવું પડે

modern moddleclass


શિવમ સર્જન અને શીલા બુટાલા નિર્મિત ‘મૉડર્ન મિડલક્લાસ’ના લેખક મનીષ મહેતા છે જ્યારે નાટકનું લીડ કૅરૅક્ટર અને ડિરેક્શન એમ બે જવાબદારી જયેશ બારભાયાએ નિભાવી છે. નાટકના અન્ય કલાકારોમાં ભૂમિ શુક્લા, નીલેશ ભટ્ટ, રચના પકાઈ, નિધિ મિસ્ત્રી, કિશન મજીઠિયા, વેદ શાહ અને કેવલ ગોસલિયા છે. કોઈ ને કોઈ તબક્કે ફૅમિલીના દરેક સભ્યને કંઈ ને કંઈ ખોટું લાગે એવું બને, પણ એવા સમયે પણ બધા સાચા જ હોય છે. આ વાત નાટકનું કેન્દ્રસ્થાન છે. નાટકના પ્રસ્તુતકર્તા અને સહનિર્માતા રાજેન્દ્ર બુટાલા કહે છે, ‘જરૂરી નથી કે દરેક વખતે બાળકોએ જ વાત શીખવી પડે, કેટલીક વખત બાળકો પણ માબાપને કોઈ વાત શીખવી જાય. એવું બને ત્યારે માબાપે પણ બધું ભૂલીને મૉડર્ન થઈ જવું જોઈએ.’

અમિત અને નયના હસબન્ડ-વાઇફ છે. વર્કિંગ કપલ એવાં અમિત અને નયનાની આવક સારી છે; પણ એમ છતાં પણ તેમનાં ત્રણ બાળકો મનન, ખુશી અને દક્ષને સતત એવું લાગ્યા કરે છે કે પપ્પા-મમ્મી કરકસર બહુ કરે છે, દરેક વાતમાં ટોકે છે, કચકચ તેમની સતત ચાલુ રહે છે. ટૂંકમાં કહીએ તો એવી જ બધી ફરિયાદો આ બાળકો પાસે ઊભી છે જે બધી ફરિયાદો આજના દરેક ઘરમાં બાળકો કરતાં હોય છે. અમિત અને નયના તેમનાં આ ત્રણ સંતાનોને સતત સમજાવવાની કોશિશ પણ કરતાં હોય છે કે મિડલક્લાસ ફૅમિલી હોવાના કારણે આગળ-પાછળ-ઉપર-નીચે એમ બધી જ બાજુની પરિસ્થિતિનો વિચાર કરવો જરૂરી છે. જોકે એક તબક્કો એવો આવી જાય છે કે બાળકો માબાપને મોઢા પર જ કહી દે છે કે તમને ઘર જ ચલાવતાં નથી આવડતું. આ કઠણાઈના સમયે હવે અમિત અને નયના નક્કી કરે છે કે જો તેમને બાળકોને જન્મ આપતાં આવડતું હોય, પણ ઘર ચલાવતાં ન આવડતું હોય તો બહેતર છે કે હવે આ ઘર એ ટેણિયાઓ જ ચલાવીને દેખાડે. નાટકના લેખક મનીષ મહેતા કહે છે, ‘સામાન્ય રીતે બધા એવું કહે છે કે આ નાટક બાળકો સાથે જોવા જેવું છે, પણ હું કહીશ કે બાળકોએ આ નાટક તેમના પેરન્ટ્સને સાથે લઈને જોવા જવું જોઈએ.’

‘મૉડર્ન મિડલક્લાસ’નો શુભારંભ આજે સાંજે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy