ગુજરાતી નાટક : કીટ્ટા-બુચ્ચા

મા-દીકરીના સંબંધની વાત

kitta buchcha



એકમાત્ર દીકરી સાથે જિંદગી જીવવામાં એકદમ ઓતપ્રોત બની ગયેલી મમ્મીને જ્યારે ખબર પડે કે દીકરી તો કોઈ પણ ઘડીએ ચાલી જાય એમ છે ત્યારે એ મમ્મી પર શું વીતે અને દીકરીએ પણ એવા સમયે કેવી મનોદશા ભોગવવી પડે એ વાતને સંજય ગોરડિયા પ્રોડક્શનનું નવું નાટક ‘કીટ્ટા-બુચ્ચા’ દર્શાવે છે. વિનોદ સરવૈયાએ નાટક લખ્યું છે અને નાટકનું દિગ્દર્શન વિપુલ મહેતાએ કર્યું છે. નાટકનાં મુખ્ય કલાકારોમાં પ્રતિમા ટી, જગેશ મુકાતી, લીના શાહ-મિસ્ત્રી અને તુષાર ઈશ્વર છે.

નાટકની વાર્તા કાનન અને જાનકીની આસપાસ ઘૂમરાય છે. મમ્મી કાનને પોતાની અડધી જિંદગી દીકરી જાનકીને મોટી કરવામાં અને તેને પગભર કરવામાં વિતાવી દીધી છે. હવે તેના મનમાં એક જ વાત છે કે તેણે જેટલા આળપંપાળ જાનકી માટે કર્યા છે એટલું જ લાલનપાલન દીકરી પણ તેને માટે કરે. ડાયરેક્ટલી કાનનના મનમાં આ વાત નથી, પણ આ પ્રકારનો કૉમ્પ્લેક્સ તેના મનમાં આવી ગયો છે. જાનકીને પણ મમ્મી માટે એટલો જ પ્રેમ છે જેટલો કાનન તેની પાસેથી ચાહે છે. કૉસ્ચ્યુમ-ડિઝાઇનર જાનકી જૉબ કરે છે, ઘરની તમામ જવાબદારી સંભાળે છે અને મમ્મીની તમામ વાતો સાથે સહમતીથી જીવે છે. કાનન અને જાનકીની જવાબદારી એક તબક્કે અવળી થઈ ગઈ છે. કાનન દીકરી જેવું વર્તન કરે છે અને જાનકી મમ્મી સાથે મમ્મી બનીને રહે છે. બન્નેના આ સુમેળભર્યા સંબંધો વચ્ચે મતભેદ અને મનભેદ એ વખતે જન્મે છે જ્યારે મમ્મીને ખબર પડે છે કે જાનકી કોઈના પ્રેમમાં પડી છે અને મૅરેજનું પ્લાનિંગ કરી રહી છે. કાનન માટે આ વાત વજ્રાઘાત સમાન છે. દીકરી સાથે જીવવામાં તે એટલી હદે ઓતપ્રોત થઈ ગઈ છે કે જાનકીના જીવનમાં આવી રહેલો આ બ્યુટિફુલ બદલાવ તે સ્વીકારવા માનસિક રીતે તૈયાર નથી. નાટકના પ્રોડ્યુસર અને જાણીતા ઍક્ટર સંજય ગોરડિયા કહે છે કે ‘મોટા ભાગની મમ્મી સાથે આવું બનતું હોય છે અને ખાસ કરીને એવા સમયે જ્યારે એ મમ્મીએ પોતાની બહોળી જિંદગી દીકરીના આશરે કાઢી હોય. આ નાટક મજા કરાવનારું તો છે જ, સાથોસાથ આંખ ખોલીને સંદેશો આપનારું પણ છે કે કોઈના જીવનમાં આવી રહેલા સુંદર ચેન્જને કઈ રીતે સ્વીકારવો?’

નાટકનો શુભારંભ આજે સાંજે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK