પહેલી વાર ગુજરાતી ફિલ્મ રિલીઝ થશે મરાઠા મંદિરમાં

Pappa તમને નહીં સમજાયની સક્સેસ જોઈને થિયેટરના મૅનેજિંગ ડિરેક્ટરે બાંદરાના G-૭ મલ્ટિપ્લેક્સના ગ્લૅમર થિયેટરમાં પણ એકને બદલે ત્રણ શો કરી નાખ્યા

pappa

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પહેલા પાંચસો એપિસોડના ડિરેક્ટર ધર્મેશ મહેતા અને ટપુના કૅરૅક્ટરથી કરીઅરની શરૂઆત કરનારા ભવ્ય ગાંધીની પહેલી ફિલ્મ ‘Pappa તમને નહીં સમજાય’ને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ રહી છે. ફિલ્મનો સબ્જેક્ટ, એની ટ્રીટમેન્ટ અને કલાકારોની ઍક્ટિંગ જોઈને નક્કી કરવામાં આવ્યું છે કે આવતા શુક્રવારથી આ ફિલ્મ મુંબઈ સેન્ટ્રલના દંતકથા સમાન થિયેટર મરાઠા મંદિરમાં રિલીઝ કરવામાં આવશે. મુંબઈના ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે કોઈ ગુજરાતી ફિલ્મ મરાઠા મંદિરમાં રિલીઝ થઈ હોય. મરાઠા મંદિરના મૅનેજિંગ ડિરેક્ટર મનોજ દેસાઈએ જ સામેથી આ નિર્ણય લીધો હતો અને તેમણે ડિરેક્ટર ધર્મેશ મહેતાને ફોન કરીને પોતાનો નિર્ણય કહ્યો હતો. મનોજ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફિલ્મને આટલો સરસ રિસ્પૉન્સ છે ત્યારે સાઉથ મુંબઈના ગુજરાતીઓ માટે આ નિર્ણય લીધો છે. પહેલી વખત એવું બનશે કે મરાઠા મંદિરની સ્ક્રીન પર કોઈ રીજનલ ફિલ્મ દેખાઈ હોય.’

બાંદરામાં આવેલા G-૭ મલ્ટિપ્લેક્સના ગ્લૅમર નામના થિયેટરમાં મનોજ દેસાઈએ ‘Pappa તમને નહીં સમજાય’ એક શોથી રિલીઝ કરી હતી, જેનો પહેલા જ દિવસે જબરદસ્ત રિસ્પૉન્સ જોઈને એકને બદલે ત્રણ શો કરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એ બધા શો પણ હાઉસફુલ રહેતાં ફાઇનલી ફિલ્મ મરાઠા મંદિરમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા કહે છે, ‘મરાઠા મંદિરમાં ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય એ ઑબ્વિયસલી ગર્વની વાત છે. જે થિયેટરની બહાર ઊભા રહીને બૉલીવુડની બેસ્ટ ફિલ્મોના પ્રીમિયરમાં આવતા સ્ટાર્સને જોયા હોય એ જ થિયેટરમાં તમારી ફિલ્મ રિલીઝ થાય અને એ પણ માતૃભાષામાં બનેલી ફિલ્મ, એનાથી ખુશીની બીજી કોઈ મોટી વાત હોય નહીં.’

‘Pappa તમને નહીં સમજાય’ ફાધર-સનની સ્ટોરી છે. ખોટા રસ્તે આગળ વધી રહેલા દીકરાને સાચા રસ્તે લાવવા માટે અને બાપ-દીકરા વચ્ચે આવતા જતા જનરેશન-ગૅપને દૂર કરવા માટે ફાધર કેવી જહેમત ઉઠાવે છે એ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ભવ્ય ગાંધી ઉપરાંત ફિલ્મમાં મનોજ જોષી, કેતકી દવે અને જૉની લીવર મહત્વની ભૂમિકામાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK