અત્યંત ટાઇટ શેડ્યુલ વચ્ચે પણ ટિકુ તલસાણિયા ગુજરાતી ફિલ્મ તૃપ્તિમાં કામ કરવા માટે શું કામ તૈયાર થયા?

હિન્દી ફિલ્મો, સિરિયલો અને ગુજરાતી રંગભૂમિ પર પારાવાર અટવાયેલા રહેતા ઍક્ટર ટિકુ તલસાણિયા પાસે ખરેખર જરા પણ સમય નથી હોતો

tiku

એટલે જ પોતાની ફિલ્મ ‘જિની અંકલ’ના કો-પ્રોડ્યુસર એવા રાજેશ ગડાની ગઈ કાલે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘તૃપ્તિ’માં કામ કરવાની તેમણે ના પાડી હતી. એ છતાં એક વાર સ્ક્રિપ્ટ સાંભળવાના આગ્રહને માન આપી મળવાનું પસંદ કર્યું અને એ પછી તેમણે એક જ ઝાટકે ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી. કારણ? ફિલ્મની સ્ક્રિપ્ટ. ‘તૃપ્તિ’ ગુજરાતી ભાષાની પહેલી હાર્ડકોર સસ્પેન્સ-થિþલર છે. ફિલ્મના પ્રોડ્યુસર ઈશ્વર જટાવાડિયા અને કો-પ્રોડ્યુસર રાજેશ ગડાએ આ જ કારણે ‘તૃપ્તિ’ જોનારા ઑડિયન્સ માટે ખાસ લકી ઇનામી ડ્રૉ પણ રાખ્યા છે. રાજેશ ગડા કહે છે, ‘ફિલ્મ જોયા પછી ફિલ્મની ઍડમાં કે ફેસબુકના પેજ પર જે ટોલ-ફ્રી નંબર છે એ નંબર પર ફોન કરીને એ ઇનામી ડ્રૉમાં ભાગ લઈ શકાય છે. ત્રણ સવાલ પૂછવામાં આવશે, જેના સાચા જવાબ આપનારાઓમાંથી ત્રણ લકી વિનરને સ્માર્ટફોન આપવામાં આવશે.’

આવું પહેલી વખત કોઈ ગુજરાતી ફિલ્મમાં બની રહ્યું છે અને કદાચ દેશની કોઈ પણ ભાષાની ફિલ્મમાં પણ આ પ્રકારનો પ્રયોગ કરવામાં નથી આવ્યો. રાજુભાઈ કહે છે, ‘ઑડિયન્સને કનેક્ટ કરવા માટે આ પ્રકારનો આઇડિયા વાપર્યો છે. આજના સમયમાં આ બહુ જરૂરી છે. ઑડિયન્સ જો ફિલ્મ સાથે અને સ્ટોરી સાથે કનેક્ટ થશે તો જ ગુજરાતી ફિલ્મને એનો લાભ થશે, બાકી સારી ફિલ્મ પણ તેમના ધ્યાન બહાર રહી જશે.’

‘તૃપ્તિ’માં તૃપ્તિ કોણ છે?


હા, વાત સાવ સાચી છે. નામ વાંચતી વખતે એવું લાગે કે આ ટાઇટલનો રોલ કોઈ ફિલ્મમાં કરતું હશે, પણ એવું બિલકુલ નથી અને તૃપ્તિને શોધવાનો વારો આવે એવી પરિસ્થિતિ સરજાય છે. હવે જો તમારા મનમાં સવાલ જન્મે કે તો આ નામ કોનું છે તો એ સવાલના જવાબ માટે તમારે ફિલ્મ જોવાની જરૂર છે. ફિલ્મની વાર્તા સુરત શહેર અને એની આસપાસના વિસ્તારની છે. સુરત પાસે આવેલા એક ગામનું કપલ સુરત રહેવા આવે છે. વાઇફની જરા પણ ઇચ્છા નથી કે તે ગામ છોડીને સુરત રહેવા જાય, પણ એ પછી તે એકાએક જ માની જાય છે અને પતિ સાથે સુરત જાય છે. સુરત ગયા પછીના થોડા જ દિવસમાં એ લેડીના હાથથી એક મર્ડર થઈ જાય છે. પુરાવા બધા જ એ લેડીની વિરુદ્ધના છે અને એ પછી પણ તે માનવા તૈયાર નથી કે આવી કોઈ ઘટના સાથે તે સંકળાયેલી છે. પોલીસ-ઇન્ક્વાયરી શરૂ થાય છે અને આ ઇન્ક્વાયરી દરમ્યાન જ નવેસરથી એક મર્ડર થાય છે. સેમ સ્ટાઇલ અને સેમ મોડસ-ઑપરૅન્ડી સાથે. હવે મર્ડર કોણ એ શોધવાનું કામ શરૂ થાય છે જે ધીમે-ધીમે આગળ વધે છે. પણ જેમ-જેમ આગળ વધે છે એમ એ ઝાટકો આપવાનું કામ કરે છે. ફિલ્મના ડિરેક્ટર સબિર શેખ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK