ચલ મન જોવા જઈએે...

સંઘર્ષોથી લથબથ આજની લાઇફમાં તમારા પર કોઈ મહામુસીબત આવી પડી છે, કોઈ રસ્તો સૂઝતો નથી, કોઈ હલ નીકળતો નથી તો શું કરશો? જોઈ આવો કાલે રિલીઝ થયેલી ફિલ્મ ચલ મન જીતવા જઈએ

chal man

સ્પેશ્યલ ફીચર - ઍડ્વર્ટોરિયલ

દુનિયામાં લોકો સક્સેસ / જીત બે રીતે હાંસલ કરે છે. એક રીત છે દંગાફસાદ કરી, સામ-દામ-દંડ-ભેદ જેવી નીતિઓ અપનાવી યેન કેન પ્રકારેણ જોઈએ છે એ મેળવી લેવું. બીજો રસ્તો છે

સેલ્ફ-ડેવલપમેન્ટ કરી પોતાની સ્કિલ વડે સફળતા હાંસલ કરવી. આ બીજો રસ્તો થોડો કઠિન જરૂર છે પણ એથિકલ છે. તમે તમારાં માન-સન્માન અને સંસ્કારોને અડગ રાખીને આગળ વધ્યા હો છો. સામાન્ય રીતે લોકોની એવી માન્યતા હોય છે કે આજના સમયમાં તમે પ્રૅક્ટિકલ ન બનો તો ન ચાલે, જેમ કે તમારે ધંધામાં કે ક્યાંય પણ સફળ થવું હોય તો થોડુંઘણું ખોટું તો કરવું જ પડે. ખરેખર એવું હોય છે? આ બાબત ખરેખર કેટલી પ્રૅક્ટિકલ છે એ આ ફિલ્મમાં રજૂ થયું છે. યસ, પ્રૅક્ટિકલ બનો, પણ તમારા સંસ્કારોને અકબંધ રાખીને. આ રસ્તે આગળ કેવી રીતે વધી શકાય એ આ ફિલ્મમાં બહુ સુંદર રીતે અને જરા પણ બોરિંગ ન થવાય એ રીતે કહેવાયું છે.

આજ્ઞા અનુસારે પ્રોડક્શન્સની આ ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ’ની સ્ટારકાસ્ટ પણ દિગ્ગ્જ છે જેમાં રાજીવ મહેતા, કૃષ્ણ ભારદ્વાજ (તેનાલી રામા ફેમ), ધર્મેન્દ્ર ગોહિલ, અનુપમા મસંદ, હેમેન ચૌહાણ અને હર્ષ ખુરાના મુખ્ય છે. આ ફિલ્મનું લેખન-ડિરેક્શન અને પ્રોડક્શન બધું જ દીપેશ શાહે કર્યું છે. તેઓ કહે છે, ‘આ ફિલ્મની વાર્તા ગુજરાતી સંઘવી ફૅમિલી સાથે ગૂંથાયેલી છે. તમારા પર જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તમે જો સંયુક્ત પરિવારમાં રહેતા હો તો કેવો ફાયદો થાય એની વાત રજૂ કરીને એક ટ્રેડિશનને ઉજાગર કરે છે. સાથે જ આ ફિલ્મ કન્ટેમ્પરરી એ રીતે છે કે પરિવાર સમસ્યાનો હલ  પ્રૅક્ટિકલી જરૂર લાવે છે; પણ પોતાના સંસ્કારોને બાજુ પર મૂક્યા વિના, ભૂલ્યા વિના.’  

ફિલ્મની સંઘવી ફૅમિલી પર પ્રૉબ્લેમ આવી પડ્યો છે. પરિવારમાં જેટલા માણસો એટલા મત હોવાના. કોઈ લોકો પ્રૅક્ટિકલી જે થાય એ કરી લઈને એમાંથી બહાર આવવું એમાં માને છે તો ઘરના કેટલાક લોકો એથિક્સને વળગી રહીને સમસ્યાનો હલ લાવવા માગે છે. બહુ કશ્મકશવાળી સિચુએશન છે. કયો માર્ગ અપનાવવો? ભારે અવઢવ છે. બસ, આમ આખી ફિલ્મ ચાલે છે અને છેવટે તેઓ એવો રસ્તો કાઢે છે જે તમારા એથિક્સને સાચવી લે છે.

તો બોલો એથિક્સને લૉજિકલી માન્યતા આપતી આ ફિલ્મ જોવાનું કઈ ફૅમિલી પસંદ ન કરે?

ચલ મન જીતવા જઈએ તમને કેવી લાગી?


નવા ભારતની આપણે જે વિચારણા કરી રહ્યા છીએ એ ભારત ઘડવા માટે જે પાયાની વસ્તુઓની જરૂર છે એની વાત આ ફિલ્મ કરે છે. પોતાની જીત, મન જીતવાની આપણી પોતાની જવાબદારી છે.

- દર્શન જરીવાલા


દરેકને જીતવું જ હોય છે, જીતવાની ખરી પરિભાષા આ પિક્ચર જોશો ત્યારે સમજાશે. હિન્દુસ્તાનની જ નહીં, દુનિયાની દરેક ભાષામાં બનવી જોઈએ એવી આ અદ્ભુત ફિલ્મ દરેકે પોતાનાં સંતાનોને બતાવવી જોઈએ. આ ફિલ્મ કૉમ્પિટિશનમાં જાય તો બધેથી અવૉર્ડ લઈ આવે.

- જે. ડી. મજીઠિયા


આ ફિલ્મ નથી, એક પૉઝિટિવ મૂવમેન્ટ છે. જો આપણે એથિક્સ અને મૂલ્યો ન ભૂલીએ તો ગમેતેવા સંજોગોમાં પણ વિનર થઈને બહાર આવી શકીએ. હવે કદાચ કોઈ ભૂલ કરીશ તો આ ફિલ્મ મને ટપારશે.

- પરેશ ગણાત્રા


દરેક જનરેશને આ ફિલ્મ જોવાની જરૂર છે. ફૅમિલીની લાગણીઓ અને આમન્યાને સરસ રજૂ કરી છે.

- સરિતા જોશી


આજના સમયમાં સમાજ માટે સારો મેસેજ છે. ઑસમ ફિલ્મ!

- ધર્મેશ મહેતા


દરેક ગુજરાતીએ જોવી જોઈએ એવી અદ્ભુત ફિલ્મ. હિન્દી ફિલ્મ કરતાં તમને વધુ ગમશે.

- સંજય ગોરડિયા

ઑડિયન્સ-વિનર ફિલ્મ. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, કમાલનો મેસેજ એમાં છે જે આજની જનરેશન માટે જરૂરી છે.

- લતેશ શાહ


હિંમત આપતી પૉઝિટિવ, સાચી અને સારી તથા અપલિફ્ટિંગ ફિલ્મ.

- સુચેતા ત્રિવેદી


લવલી મેસેજ. આજના જમાનાની ફિલ્મ

- સુજાતા મહેતા


ચીલાચાલુ ફિલ્મથી અલગ સુપર પર્ફોર્મન્સવાળી ફિલ્મ

- નિમિષા વખારિયા

પ્રેરણાત્મક, ખુરશી પર જકડી રાખે એવી ફિલ્મ. આવી ફિલ્મો ચાલશે તો ગુજરાતી ફિલ્મોને શિખર પર લઈ જશે.

- ઇમ્તિયાઝ પટેલ

આપણે લાંચરુશવત આપીએ/લઈએ છીએ અને ખોટાં કામ કરીએ છીએ, પણ આ ફિલ્મ જોઈને આપણા નીતિનિયમો, સંસ્કાર પર પાછા આવવાનું મન થશે.

- નીતિન વખારિયા 

એક-એક ડાયલૉગ પર તાળી પાડવાનું મન થાય. કોઈ પણ પ્રૉબ્લેમનું સૉલ્યુશન આ ફિલ્મમાંથી મળશે. ફૅમિલી માટેની અને ફૅમિલીએ ભજવેલી ફિલ્મ.

- છાયા વોરા

સેન્સિટિવ અને સેન્સિબલ ફિલ્મ, જે જોવી જ જોઈએ. આવી ફિલ્મ ગુજરાતીમાં નથી જોઈ.

- ઉમેશ શુક્લ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK