ભવાઈ મહોત્સવની એકાંકી સ્પર્ધામાં પંદર નાટકો મેદાનમાં

બુધવારે અને ગુરુવારે એલિમિનેશન રાઉન્ડ

બુધવારથી મુંબઈમાં બોરીવલીમાં ગુજરાતી રંગભૂમિ અને દર્શકો માટે રંગદેવતાને સમર્પિત અનોખા એવા મહોત્સવ ‘ભવાઈ’નું આયોજન થઈ રહ્યું છે. બુધથી શનિવાર સુધી ચાલનારા આ ઉત્સવને મહારાષ્ટ્રના શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રધાન તથા બોરીવલીના વિધાનસભ્ય વિનોદ તાવડેના નેતૃત્વમાં યુથ કલ્ચરલ અસોસિએશન નામની સંસ્થા આકાર આપી રહી છે. ચાર દિવસ ચાલનારા આ ઉત્સવ દરમ્યાન એકાંકી નાટયસ્પર્ધા, નાટકજગત પર પરિસંવાદ અને નાટયક્ષેત્રમાં કામ કરવા ઇચ્છતા મહત્વાકાંક્ષીઓ માટે એક વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું છે.બુધવારે અને ગુરુવારે બોરીવલીના પ્રબોધનકાર ઠાકરે મિની ઑડિટોરિયમમાં એલિમિનેશન રાઉન્ડ યોજાશે, જેમાં મુંબઈ અને ગુજરાતના મળીને પંદર એકાંકી નાટકો સ્પર્ધામાં છે. બુધવારનો સમય ૧૦.૩૦થી ૬નો છે અને ગુરુવારનો સમય ૧૨થી ૭નો છે. નાટકોમાં ફ્રી એન્ટ્રી છે. એકાંકી નાટયસ્પર્ધાના નિર્ણાયકોની પૅનલમાં નૅશનલ અવૉર્ડ વિજેતા દર્શન જરીવાલા, ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ ટીવી-સિરિયલ લખી ચૂકેલા રાઇટર રાજેશ જોષી, અનેક ગુજરાતી નાટક અને ફિલ્મ ‘ઓહ માય ગૉડ!’ના રાઇટર ભાવેશ માંડલિયા, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘પાપડ પોલ’ જેવી અનેક ટીવી-સિરિયલ અને ગયા વર્ષનું સુપરહિટ ગુજરાતી નાટક ‘બ્લૅકઆઉટ’ ડિરેક્ટ કરી ચૂકેલા ધીરજ પાલશેતકર અને રાઇટર અને ડિરેક્ટર અતુલ ઉનડકટ રહેશે.વર્કશૉપ અને પરિસંવાદ શુક્રવારે છે તથા એકાંકી સ્પર્ધાની ફાઇનલ શનિવારે છે.

બુધવારનાં નાટકો

ચાલો મળીએ આજે     પાર્થ શુક્લ    મુંબઈ

હો હોળિકા    કે. જે. સોમૈયા કૉલેજ    મુંબઈ

ઇન્ડિયા ટુડે    સ્વાગત ડાન્સ ઍન્ડ ઍક્ટિંગ ઍકૅડેમી    મુંબઈ

સ્વીટ સેવન્ટીન    પ્રતીક જાદવ    મુંબઈ

સાવર    અમાત્ય ગોરડિયા    મુંબઈ

પરિણય    સ્કોપા    ગુજરાત, સુરત

જાદુગર    પ્લગઇન્સ    ગુજરાત, અમદાવાદ

ગુરવારનાં નાટકો

અરે બાપુ નામ તો વિચારે જ નહીં    શ્યામ દર્શન    મુંબઈ

જલ્લાદ        ગુજરાત

કામરુ        ગુજરાત

આઇ વૉન્ટ ટુ ટ્વીટ    ઍક્ટર્સ થિયેટર     ગુજરાત

પડ્યાના પ્રતિબિંબ    બી. પી. બારિયા કૉલેજ    ગુજરાત

પ્રેમ એટલે કે    અવર ક્રીએશન    ગુજરાત

હું દેશદ્રોહી નથી    જે. જી. કૉલેજ     ગુજરાત

પાંચ દાણા સાકર    હલ્લાબોલ થિયેટર     ગુજરાત

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK