ભવાઈ મહોત્સવની ભવ્ય શરૂઆત

અખિલ ભારતીય ગુજરાતી એકાંકી નાટ્યસ્પર્ધા અંતર્ગત ગઈ કાલે ભજવાયાં ૬ નાટક, આજે ભજવાશે બાકીનાં ૮


bhavai


અલ્પા નિર્મલ


મુંબઈના પ્રેક્ષકરાજાઓ માટે યોજાયેલા ચાર દિવસના ‘ભવાઈ’ નાટ્યમહોત્સવનું ગઈ કાલે સવારે બોરીવલીના પ્રબોધન ઠાકરે મિની ઑડિટોરિયમમાં ભવ્ય ઉદ્ઘાટન થયું. મહારાષ્ટ્રના શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રધાન તથા બોરીવલીના વિધાનસભ્ય વિનોદ તાવડેના નેતૃત્વમાં આકાર પામેલા યુથ કલ્ચરલ અસોસિએશનના નેજા હેઠળ યોજાયેલા આ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, વિધાનસભ્ય યોગેશ સાગર તેમ જ ખ્યાતનામ અભિનેત્રી સરિતા જોષી, ‘ચાણક્ય’ને રંગમંચ પર ચરિતાર્થ કરનાર મનોજ જોષી, અનેક નાટકોના ડિરેક્ટર-પ્રોડ્યુસર સંજય ગારેડિયા સહિત નાટ્યજગતના અતુલ ઉનડકટ અને ભાવેશ માંડલિયા હાજર રહ્યાં હતાં.

આ નાટ્યમહોત્સવમાં પહેલા બે દિવસ અખિલ ભારતીય ગુજરાતી એકાંકી નાટ્યસ્પર્ધાનો એલિમિનેશન રાઉન્ડ છે, જેમાંનો પહેલો દિવસ ગઈ કાલે હતો. શુક્રવારના ત્રીજા દિવસે નાટ્ય વર્કશૉપ અને નાટ્યપરિસંવાદનું આયોજન છે. એકાંકી સ્પર્ધાની ફાઇનલ શનિવારે છે.

‘સંતુ રંગીલી’ સરિતા જોષીએ ઉદ્ઘાટનવિધિમાં પોતાના આગવા લહેકામાં પ્રેક્ષકોને સંબોધતાં ભાષા-સંસ્કૃતિ ટકાવવાના આ સરકારી લેવલ પરના પ્રયાસને વેલકમ કર્યો હતો તથા આર્શીવાદ, પ્રેમ અને ખૂબબધી શુભેચ્છાઓ આપી હતી. સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ સંસ્કૃતિને સાચવવાના આ કાર્યક્રમને સહકારની ખાતરી આપી હતી. ૨૦૦ નાટ્યપ્રેમીઓની હાજરીમાં થયેલા આ પ્રોગ્રામ બાદ ૬ એકાંકી ભજવવામાં આવ્યાં હતાં.

શું હતું ગઈ કાલનાં નાટકોમાં?

ચાલો મળીએ સાંજે : પ્રવૃત્તિ વગરના વડીલોની એકલતાનો ચિતાર આપતી આ નાટિકામાં નાયક પાસે વાત કરવા કોઈ નથી. સમય પસાર કરવા કશું નથી અને માણસના સહવાસભૂખ્યો નાયક યમના દૂત સાથે દોસ્તી કરે છે. મૃત્યુને મિત્ર બનાવે છે. મુંબઈના આ નાટકનું દિગ્દર્શન, લેખન અને સંગીત પાર્થ શુક્લનું છે.

હો હોળિકા : કે. જે. સોમૈયા કૉલેજ-મુંબઈના ગ્રુપે રજૂ કરેલા આ એકાંકીમાં ઘેલા કાજીના ગાંડા ન્યાયની વાત રજૂ કરવામાં આવી. રંગલો અને ભવાઈના સ્વરૂપે પેશ કરવામાં આવેલું આ નાટક ચંદ્રવદન મહેતાએ લખ્યું છે.

ઇન્ડિયા ટુડે : મુંબઈની સ્વાગત ડાન્સ ઍન્ડ ઍકૅડેમીએ પ્રસ્તુત કરેલા આ નાટકમાં ગરીબ પરિવારની નાની સગીર બહેનને દેહવ્યવસાયમાં ધકેલી ગરીબી દૂર કરવાની વાત કરવામાં આવી હતી. આજના સમયમાં પણ મજબૂરી પરિવારજનોને કેવા વિવશ કરી મૂકે છે એ બીજ સાથે વણાયેલું નાટક રંગમંચ પર દર્શાવવામાં આવ્યું હતું.

સ્વીટ સેવન્ટીન : મુંબઈના પ્રતીક જાદવ દિગ્દર્શિત આ નાટકમાં એક લગ્નલાયક યુગલ મૅટ્રિમોનિયલ મીટમાં મન-મગજ અને દિલથી કેવી કશમકશ અનુભવે છે એ અભિનીત થયું.

સાવર : અમાત્ય ગોરડિયા લિખિત-દિગ્દર્શિત આ એકાંકીમાં ગંદરો ભૂતકાળ, મેલો વર્તમાન અને કાળા ભવિષ્ય ધરાવતા ગટર સફાઈકામદારની દીકરીની આશા, સપનાં અને અરમાન દર્શાવવામાં આવ્યાં. પતરાની ખોલીમાં રહેતા પરિવારની દીકરીની સાવરમાં નાહવાની ઇચ્છાની વાત કહેવાઈ.

જાદુગર : ગાંધીનગરના પ્લગઇન્સ પ્રોડક્શને રજૂ કરેલા આ નાટકમાં પ્રેમના બલિદાનની થીમ હતી. દસ હજાર શો પૂર્ણ કરેલો જાદુગર તેનો વારસો જે યુવાનને આપે છે તે જ યુવાનને જાદુગરની કુક-કમ-ક્લર્ક-કમ-ક્રિટિક દિલ દઈ બેસે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK