અરવિંદ વેગડાએ શાહરુખની ફૅનમાં ગુજરાતીમાં ગીત ગાયું

આ ગીતના બોલ છે તારી પાછળ વંઠી ગયો અને હું તો ઘેલો થઈ ગયો... હું તો તારો આખેઆખો ફૅન થઈ ગયો

arvind vegda



રશ્મિન શાહ


શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ તો ગુજરાતના એક સમયના કુખ્યાત બુટલેગર અબ્દુલ લતીફની લાઇફ પર આધારિત છે, પણ શાહરુખની ફિલ્મ ‘ફૅન’ સાથે પણ ગુજરાત-કનેક્શન બન્યું છે. એ ફિલ્મ માટે ગુજરાતી રૉકસ્ટાર અરવિંદ વેગડાએ એક ગીત ગાયું છે. મજાની વાત એ છે કે અરવિંદ વેગડાએ જે ગાયું છે એ પણ ગુજરાતીમાં જ છે. ‘ફૅન’ના એ ગીત વિશે વાત કરતાં અરવિંદ વેગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફૅન કેવા હોય અને એ સ્ટાર પાછળ કેવા પાગલ હોય એ દેખાડતું આ ગીત એક જ છે, પણ એને કુલ ૬ ભાષાના ગાયકો પાસે ગવડાવવામાં આવ્યું છે. ગુજરાતી ભાગમાં એકદમ ટિપિકલ ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગીત થીમ-સૉન્ગ છે અને બૅકગ્રાઉન્ડમાં એ વાગ્યા કરશે.’

‘ફૅન’નું મ્યુઝિક વિશાલ-શેખરનું છે. શેખર પોતે ગુજરાતી છે, પણ જે સૉન્ગ ફિલ્મમાં લેવામાં આવ્યું છે એની બીટ અર્વાચીન ગરબા સાથે મળતી હોવાથી શેખરે એ ગાવાને બદલે અરવિંદ વેગડાને લેવામાં આવ્યા, જેમાં તેમણે ‘તારી પાછળ વંઠી ગયો અને હું તો ઘેલો થઈ ગયો હું તો તારો આખેઆખો ફૅન થઈ ગયો’ ગીત ગાયું છે.

શાહરુખે ગોવામાં અબરામ સાથે કરી ક્વૉડ-બાઇકની સવારી

શાહરુખ ખાન હાલમાં ગોવામાં તેની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને તે જ્યારે પણ ગોવામાં હોય ત્યારે અબરામને તેની સાથે લઈ જાય છે. હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં શાહરુખ બીચ પર તેના દીકરા અબરામ સાથે ક્વૉડ-બાઇકની સવારી કરતો જોવા મળ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK