2 વર્ષના અંતરાલ પછી અરવિંદ રાઠોડ ફરી સ્ટેજ પર

૨૦૧૫ની ૧૬ ઑગસ્ટે સ્ટેજ છોડ્યા પછી હવે પદ્મારાણીની ગેરહાજરીમાં વીસમી ઑગસ્ટથી નવા નાટકમાં દેખાશે


arvind rathod



રશ્મિન શાહ


ગુજરાતી ફિલ્મ, રંગભૂમિ અને હિન્દી સિરિયલોના જાણીતા ઍક્ટર અરવિંદ રાઠોડ એક્ઝૅક્ટ બે વર્ષ અને ચાર દિવસના ગૅપ પછી હવે ફરીથી ઍક્ટિંગ ક્ષેત્રમાં પરત આવી રહ્યા છે. પદ્મારાણીના મૃત્યુ પહેલાંથી જ પદ્માબહેને સ્ટેજ છોડી દીધું હતું અને તેમની સાથે અરવિંદભાઈએ પણ સ્ટેજ છોડી દીધું હતું. અરવિંદભાઈ કહે છે, ‘૧૧ ઑગસ્ટે પદ્માને કૅન્સર ડિટેક્ટ થયું અને ૧૬ ઑગસ્ટે અમે ‘અમારી તો છે અરજી બાકી તમારી મરજી’નો છેલ્લો શો કર્યો અને બીજા દિવસથી કીમોથેરપી શરૂ થઈ. ૨૦૧૬ની ૨૫ જાન્યુઆરીએ તેમનો દેહાંત થયો અને પછી સ્ટેજ પર જવાની કોઈ ઇચ્છા રહી નહીં.’

૨૦૧૫ની ૧૬ ઑગસ્ટે ઍક્ટિંગ છોડ્યા પછી એક્ઝૅક્ટ બે વર્ષ અને ચાર દિવસ પછી એટલે કે આ વર્ષે વીસમી ઑગસ્ટે ઓપન થઈ રહેલા ‘અગિયાર કલાક ત્રેવીસ મિનિટ’ નાટક સાથે અરવિંદ રાઠોડ ફરીથી સ્ટેજ પર આવી રહ્યા છે. ફિરોઝ ભગતના ડિરેક્શનમાં તૈયાર થઈ રહેલું આ નાટક પદ્મરાજ થિયેટર્સના બૅનર હેઠળ બને છે, જેમાંથી થનારા નફાની આવક શુભ કાર્યમાં વાપરવાની અરવિંદભાઈની ઇચ્છા છે. જૂજ લોકોને જ ખબર છે કે પદ્માબહેનના અવસાન પછી અરવિંદભાઈએ તેમના નામનું ચૅરિટેબલ ટ્રસ્ટ પણ શરૂ કર્યું છે અને એમાં તે કૅન્સરપીડિત પેશન્ટ્સને સહાય કરે છે. આ બે વર્ષમાં અરવિંદભાઈને દર અઠવાડિયે એક ઑફર આવતી હતી, પણ અરવિંદભાઈએ કોઈ ઑફર સ્વીકારી નથી. આ સમયગાળા દરમ્યાન તેમણે આઠ નાટક, ત્રણ સિરિયલ અને બે ગુજરાતી સિરિયલની ઑફર સ્વીકારી નથી. ‘અગિયાર કલાક ત્રેવીસ મિનિટ’ નાટકની વાર્તા પોતાના જીવન સાથે જોડાયેલી હોવાથી અરવિંદભાઈએ આ નાટક કરવાની હા પાડી અને પદ્માબહેનની યાદમાં શરૂ થયેલું પોતાનું વેકેશન તેમણે પૂરું કર્યું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK