ગુજરાતી ફિલ્મના ગોલ્ડન પિરિયડમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાના એકચક્રી શાસનને તોડવા માટે રીટા ભાદુરીને હાથો બનાવવામાં આવતાં

રીટા ભાદુરી પોતે નૉન-ગુજરાતી હતાં, પણ ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ એ સ્તરનું અદ્ભુત હતું કે તે અચ્છા-અચ્છા રાઇટરની ભાષા પણ સુધરાવી શકે અને તે એવું કરતાં પણ ખરાં.

rita1

રશ્મિન શાહ

સોથી વધુ ગુજરાતી ફિલ્મો કરનારાં રીટાબહેનની પહેલી ગુજરાતી ફિલ્મ ‘કુળવધૂ’ હતી. આ ફિલ્મમાં રીટા ભાદુરીનું કૅરૅક્ટર ગ્રે શેડનું હતું. ફિલ્મના હીરો કિરણ કુમાર હતા અને આશા પારેખ તથા નવિન નિલ પણ હતાં. આશા પારેખ એકને બાદ કરતાં બધાની પહેલી ગુજરાતી ફિલ્મ, પણ આ ફિલ્મમાં આશા પારેખની હાજરીમાં પણ રીટાબહેને પોતાનો ચમકારો દેખાડી દીધો અને ‘કુળવધૂ’ પછી તરત જ ઍક્ટર રાજીવ સાથે તેમને લીડ રોલમાં ‘લાખો ફુલાણી’ ફિલ્મ મળી, જે સુપરડુપર હિટ થઈ. ફિલ્મનું મણિયારો તે હાલુ હાલુ થઈ રિયો રે... ગીતે ફિલ્મને અમર બનાવી દીધી અને આ જ ફિલ્મ સાથે રીટા ભાદુરી પણ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લિશમેન્ટ મળી ગયું. રીટા ભાદુરીએ અસરાની અને કિરણકુમાર સાથે અનેક ફિલ્મો કરી તો હાસ્યકલાકાર રમેશ મહેતા સાથે પણ તેમણે ફિલ્મો કરી. આ એ સમયની વાત છે જે સમયે ગુજરાતી ફિલ્મોનો ગોલ્ડન પિરિયડ ચાલતો હતો અને ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતાનું એકચક્રી શાસન ચાલતું હતું. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની આ મોનોપૉલીને તોડવા અને તેમની ડેટ્સના ચક્કર વચ્ચે ફિલ્મ મોડી ન પડે એવા હેતુથી ગુજરાતી પ્રોડ્યુસરોએ રીટા ભાદુરીને સાઇન કરવાનું શરૂ કર્યું હતું અને રીટા ભાદુરી અમુક અંશે એ કામમાં સફળ પણ થયાં હતાં. જોકે તેમની સામેના હીરો બદલાતા રહેતા. આગળ કહ્યું એમ અસરાની અને કિરણકુમાર ઉપરાંત રાજીવ અને રમેશ મહેતા સાથે જોડી બનતી રહેતી અને એ તૂટતી પણ રહેતી. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓનું કહેવું છે કે જો એ સમયે રીટા ભાદુરી સાથે જોડીમાં કોઈ એક હીરો ઊભો રહી શક્યો હોત તો તેમણે સોએ સો ટકા ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાને ટક્કર આપી હોત. મોનોપૉલી તોડવાનો થતો આ પ્રયાસ જોઈને એક તબક્કો તો એવો પણ આવી ગયો હતો ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા પ્રોડ્યુસર પાસે શરત રાખતાં અને રીટા ભાદુરીને ફિલ્મમાં કાસ્ટ નહીં કરવા માટે પ્રેશર કરતાં. જો પ્રોડ્યુસર વાત માને નહીં કે પ્રોડ્યુસર પાસે આ વાત મનાવી ન શકાય તો છેવટે રીટા ભાદુરીનો રોલ ઓછો કરવામાં આવે એવા પ્રયાસો પણ થતા.

રીટા ભાદુરીના ભાઈથી માંડીને બનેવી સુધ્ધાં ફિલ્મોમાં સિનેમૅટોગ્રાફી કરી ચૂક્યા છે. રીટાબહેનનાં મમ્મી ચંદ્રિમા ભાદુરી ખૂબ સારાં ઍક્ટ્રેસ હતાં તો તેમના ભાઈ રામદેવ ભાદુરી પણ એક સમયના ગુજરાતી ફિલ્મોના ખૂબ જ સારા કૅમેરામૅન હતા. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોવાથી ભાદુરી ફૅમિલીએ પોતાનું ઘર વડોદરામાં જ કરી લીધું હતું અને મુંબઈ છોડીને તે વડોદરા જ રહેવાનું પસંદ કરતાં. કરીઅરના અંતિમ તબક્કામાં રીટા ભાદુરીએ ટીવી-સિરિયલમાં કામ શરૂ કરતાં તેમણે મુંબઈમાં રહેવાનું વધારી દીધું હતું.

રીટા ભાદુરીની સૌથી મોટી હિટ ગુજરાતી ફિલ્મમાં બે ફિલ્મનાં નામ પહેલાં યાદ આવે. અસરાની સાથેની ‘માબાપ’ અને ‘મહિયરની ચૂંદડી’. હું અમદાવાદનો રિક્ષાવાળો નવસોનવાણું નંબરવાળો, અમદાવાદ બતાવું ચાલો... ગીતે ‘માબાપ’ ફિલ્મ અને અસરાની બન્નેને ખૂબ મોટો ફાયદો કરી દીધો તો ‘મહિયરની ચૂંદડી’એ પ્રોડ્યુસરને ટંકશાળ પડાવી દીધી. ‘મહિયરની ચૂંદડી’એ જ એ સમયે ૯૮ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ પરથી આસામી, મરાઠી, ભોજપુરી રીમેક બની તો છેલ્લે-છેલ્લે ઑફિશ્યલી ‘મહિયરની ચૂંદડી’ પરથી હિન્દીમાં જુહી ચાવલા, રિશી કપૂર સાથે ‘સાજન કા ઘર’ પણ બની, જેમાં જુહી ચાવલાએ રીટા ભાદુરીનું કૅરૅક્ટર કર્યું હતું.

રીટા ભાદુરીને શ્રદ્ધાંજલિ

અનુપમ ખેર : રીટા ભાદુરી ખૂબ પ્રેમાળ, મદદ કરવા તત્પર, આનંદિત અને ઉત્સાહથી ભરપૂર હતાં. આ ખૂબ જ દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે વ્યક્તિને ત્યારે જ યાદ કરીએ છીએ જ્યારે તે આપણી વચ્ચેથી જાય છે. કાશ, હું તેમને અવારનવાર મળ્યો હોત. આપણે એક ઉમદા અભિનેત્રી ગુમાવી છે.

શબાના આઝમી : પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ મારા સારાં મિત્ર અને ક્લોઝ સ્પર્ધક હતાં. તેમના નિધનના સમાચાર મળ્યા બાદ મને કંઈ સૂઝતું નહોતું. વૉટ્સઍપ પર અમે મિત્રો એકબીજાના સંપર્કમાં રહેતાં હતાં. તે એકદમ ક્યુટ હતી એથી ઇન્સ્ટિટ્યૂટમાં અમે સૌ તેમને તનુજા કહેતાં હતાં.

અનિલ કપૂર : રીટા ભાદુરી એક ઉમદા કલાકાર હતાં. મેં તેમની સાથે ‘ઘર હો તો ઐસા,’ ‘બેટા’ અને ‘વિરાસત’માં કામ કર્યું હતું. તેમના નિધનથી ખૂબ દુખ થયું છે. તેમના મિત્રવતુર્ળ, પરિવાર અને ફૅન્સ તેમને ખૂબ યાદ કરશે.

rita2

પૈસા માટે કોઈ લપ નહીં

રીટા ભાદુરી એકમાત્ર એવાં ઍક્ટ્રેસ હશે કે જેમણે પૈસા માટે ક્યારેય કોઈ જાતની રકઝક કરી નહીં. પોતાનો આ સ્વભાવ તેમણે છેલ્લે સુધી જાળવી રાખ્યો અને ટીવી-ઇન્ડસ્ટ્રીમાં પણ તેમણે આ જ નિયમ રાખ્યો. રીટા ભાદુરી પોતાને સાઇન કરવા આવનારાને પોતાની છેલ્લી ફિલ્મ કે સિરિયલના પૈસા સાચેસાચા કહી દે અને કહે કે હવે તમે નક્કી કરો મને કાસ્ટ કરવા માટે શું આપવું છે. ઘણી વખત તો પ્રોડ્યુસર પોતાની સ્માર્ટનેસથી પહેલાં કરતાં પણ ઓછી ફીમાં રીટા ભાદુરીને સાઇન કરી લેતા અને રીટા ભાદુરી હસતા મોઢે એ ચલાવી પણ લેતાં.

ગુસ્સો ક્યારે આવે?


રીટા ભાદુરીને ગુસ્સે થતાં જોવાં હોય તો તમારે એક જ સવાલ પૂછવાનો કે તમે જયા ભાદુરીનાં બહેન છો? બસ, પત્યું. રીટા ભાદુરીનો લાલચોળ ચહેરો જોવા મળે તમને. રીટા ભાદુરી કહેતાં કે આ એક જ સવાલનો જવાબ હું દસ હજાર વખત આપી ચૂકી છું કે અમારા વચ્ચે કોઈ કનેક્શન નથી તો પણ લોકો આવું પૂછે ત્યારે ગુસ્સો આવે.

રીટા ભાદુરીએ જ્યારે કરીઅરની શરૂઆત કરી ત્યારે લોકો છાના ખૂણે એવું બોલતા કે તે જયા ભાદુરીની બહેન હોવાની ખોટી વાત કરીને કામ લઈ લે છે. એ વાત તેમની પાસે પહોંચી ત્યારથી તેમને આ બાબતમાં અતિશય ગુસ્સો આવે અને તે ગુસ્સો છુપાવ્યા વિના વ્યક્ત પણ કરી દેતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK