વ્યોમા નાંદીનું બાળપણથી જ ઍક્ટ્રેસ બનવાનું સ્વપ્ન : હવે બૉલીવુડમાં કામ કરવાની અભિલાષા

ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ પછી ઑક્સિજનની આતુરતાથી રાહ જોતી આ અભિનેત્રીએ સાઉથમાં પણ એન્ટ્રી લઈ લીધી છે

gujju


કોઈ પણ વ્યક્તિ નસીબમાં માનતી હોય કે ન માનતી હોય, પણ તેના નસીબમાં જે લખાયેલું હોય છે એ થઈને જ રહે છે. જોકે નસીબમાં લખાયેલું મેળવવા માટે પુરુષાર્થ તો કરવો જ પડે છે અને સાથે દૃઢ નિયની પણ જરૂર છે.

વ્યોમા નાંદી સાથે પણ કંઈક આવું જ થયું છે. બાળïપણમાં એક બાળકલાકાર કે મૉડલ તરીકે નામના મેળવનારી વ્યોમાનું નસીબ તેને છેક કૅનેડા લઈ ગયું. કૅનેડામાં રહીને પણ તેણે એક અભિનેત્રી તરીકે નામના મેળવવાનું સ્વપ્ન જોયું હતું અને નિર્ધાર કર્યો હતો એટલે તે પાછી ૧૦ વર્ષે મુંબઈ આવી ગઈ. કૅનેડાની કૉલેજમાં તેણે ગ્લ્ણૂ સાથે સાઇકોલૉજીનો અભ્યાસ કર્યો.

વ્યોમાના પપ્પા પ્રમેશચંદ્ર નાંદી પોતે સારા શાસ્ત્રીય સંગીતના જાણકાર છે અને તેઓ કૅનેડામાં સંગીત ઍકૅડેમી ચલાવે છે. ત્યાં શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવામાં આવે છે. વ્યોમાએ તેમની પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી છે અને ક્યારેક તક મળે તો ફિલ્મમાં પોતાનાં ગીતો પોતે જ ગાવાની તેની ઇચ્છા પણ છે. મુંબઈમાં આવીને વ્યોમા તેના નજીકના સંબંધીઓને ત્યાં રહી. અભિનેત્રી બનવાની ખ્વાહિશ હતી એટલે તેણે રોશન તનેજાને ત્યાં ઍક્ટિંગનો કોર્સ કર્યો. આ કોર્સ કરવા પાછળનો હેતુ સ્પષ્ટ જ હતો.

બૉલીવુડમાં એટલે કે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી લેવા માટે અભિનયની તાલીમ લેવી જરૂરી હતી. એ દરમ્યાન તેની ઓળખાણ હિન્દી ફિલ્મોમાં જાણીતા એવા લેખક રૉબિન ભટ્ટ સાથે થઈ. તેમણે તેને પોર્ટફોલિયો બનાવવાની સલાહ આપી. પોર્ટફોલિયો બનાવ્યા પછી મુંબઈમાં તેણે જાહેરખબર માટે અનેક ઑડિશન આપ્યાં. આ ઑડિશનને પગલે તેને તામિલ ભાષામાં એક ઍડ કરવાની તક મળી. આમ નાનપણનું મૉડલિંગનું ચક્ર ફરી શરૂ થયું. આ ઍડ પછી તેને તેલુગુ ભાષાની એક ફિલ્મ મળી જેમાં તેનો હીરો પ્રિન્સ સેસિલ હતો. આ ફિલ્મ ‘વિમેન ઓરિયેન્ટેડ’ હતી અને એમાં તેનું કામ પણ વખણાયું.

જોકે આ તેલુગુ ફિલ્મ યોગ્ય રીતે રજૂ થઈ ન હોવાથી એ બૉક્સ-ઑફિસ પર સફળ ન થઈ. આ જ દરમ્યાન વ્યોમાને પહેલી ગુજરાતી ફિલ્મ ‘કૅશ ઑન ડિલિવરી’ મળી. પોતાની ભાષામાં કામ કરવાનો આનંદ અનેરો હોય છે એની જાણ વ્યોમાને થઈ. ફિલ્મમાં તેનું કામ વખણાયું અને હવે વ્યોમાની કારર્કિદીની ગાડી સડસડાટ દોડવા માંડી છે.

‘કૅશ ઑન ડિલિવરી’ પછી વ્યોમા નાંદી ‘ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ’માં એજન્ટની ભૂમિકામાં દેખાઈ. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર ભરપૂર સફળતા મળી અને વ્યોમાનું કામ પણ વખણાયું. ગુજરાતી ફિલ્મો ઘરેડમાંથી બહાર નીકળી છે અને હવે નવા ચહેરાને તક પણ મળતી થઈ છે એનો ફાયદો વ્યોમાને પણ થયો છે.

૧૧ મેએ તેની ત્રીજી ગુજરાતી ફિલ્મ ‘ઑક્સિજન’ રજૂ થવાની છે. આ એક ડ્રામેટિક લવ-સ્ટોરી છે. આ પ્રકારની લવ-સ્ટોરી ગુજરાતી ફિલ્મમાં આજ સુધી જોવા મળી નથી. ચિન્મય પુરોહિત નિર્મિત-દિગ્દર્શિત ફિલ્મમાં વ્યોમા નતાશા મહેતાની ભૂમિકામાં દેખાશે. અલગ જ વિષય અને અલગ જ પ્રકારની ફિલ્મથી વ્યોમા પોતાને અભિનેત્રી તરીકે સ્થાપિત કરવા થનગની રહી છે.

આ સમયગાળામાં તેણે વધુ એક તેલુગુ ફિલ્મ પણ સાઇન કરી છે, જેમાં ચાર-ચાર હીરો છે. વ્યોમાની બીજી ખાસિયત એ પણ છે કે તે કોઈ પણ ભાષા આસાનીથી શીખી જાય છે. પહેલી તેલુગુ ફિલ્મમાં તે પોતાના સંવાદ પોતે જ બોલી હતી અને હવે તે આ ભાષા સારી રીતે જાણવા લાગી છે.

જોકે આ બે વર્ષની કારર્કિદી દરમ્યાન તે બૉલીવુડમાં પ્રવેશવા પણ થનગની રહી છે. દક્ષિણ (સાઉથ)ની ફિલ્મોમાં અભિનય કર્યો હોવાથી બૉલીવુડમાં તેની એન્ટ્રી થતાં વાર નહીં લાગે અને બીજી તરફ તે ગુજરાતી ફિલ્મોમાં તો નામના મેળવી જ રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK