ચિત્કાર ફિલ્મના મુંબઈમાં યોજાયેલા પ્રીમિયરને મળ્યો ભવ્ય પ્રતિસાદ

ગુરુવારે યોજાયેલા આ શોમાં યંગ જનરેશન અને બાળïકો વાલીઓ સાથે ઊમટી પડ્યાં

chitkar

ખૂબ જ જાણીતા અને લોકપ્રિય કલાકાર-કસબીઓ સાથેની બૉલીવુડની હિન્દી ફિલ્મ હોય તો એનો મોટા પાયે પ્રીમિયર યોજાતો હોય છે. અગાઉ પ્રીમિયરમાં બધા જ કલાકારો પણ હાજર રહેતા હતા અને એ પ્રીમિયરમાં હાજર રહેવું એ પણ એક સ્ટેટસ સિમ્બૉલ ગણાતું હતું.

પ્રીમિયર ફિલ્મ રિલીઝ થવાના આગલા દિવસે યોજાય છે. લોકો બધા કરતાં એ ફિલ્મ એક દિવસ વહેલી જોવા માટે હોંશે-હોંશે પહોંચી જાય છે.

પણ કોઈ ગુજરાતી ફિલ્મનો પ્રીમિયર યોજાયો હોય એવું હાલમાં જ થયું છે. બૉલીવુડની ફિલ્મોમાં અનેરી નામના ધરાવનારા જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ) અને નિર્માતા-દિગ્દર્શક લતેશ શાહે તેમની આગામી ફિલ્મ ‘ચિત્કાર’નો પ્રીમિયર ગુરુવારે એટલે કે ફિલ્મ રિલીઝ થવાના આગલા દિવસે યોજ્યો અને એને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો.

‘ચિત્કાર’ ફિલ્મ ગુજરાતી તખ્તા પર સતત ૨૫ વર્ષ સુધી ભજવાયેલા ગુજરાતી નાટક પરથી જ બનાવવામાં આવી છે, જે સત્યઘટના પર આધારિત છે. આ નાટકને જોનારા દર્શકો અને જેમણે આ નાટક જોયું નથી એવી યંગ જનરેશન તેમ જ બાળકો પોતાના વાલીઓ સાથે આ ગુજરાતી ફિલ્મ જોવા ઊમટી પડ્યાં હતાં અને એ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી હતી.

મુંબઈમાં યોજાયેલા આ પ્રીમિયરમાં ૧૦૦ ટકા હાજરી નોંધાઈ હતી, જે અનેરો વિક્રમ છે એમ કહી શકાય. ગુજરાતી ફિલ્મ અને એનો પ્રીમિયર મુંબઈમાં યોજાય અને એને મળેલા આટલા ભવ્ય પ્રતિસાદથી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો છે.

આજે ગુજરાત, મુંબઈ, કલકત્તા, લંડન, અમેરિકા અને આફ્રિકામાં એકસાથે રજૂ થઈ રહેલી આ સાઇકો-થિþલર ફિલ્મની કથા-પટકથા-સંવાદ અને નિર્માણની જવાબદારી લતેશ શાહે સંભાળી છે અને તેમને પેન સ્ટુડિયોના યુવા નિર્માતા ધવલ જયંતીલાલ ગડા અને અક્ષય જયંતીલાલ ગડાનો સાથ ïમળ્યો છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં સુજાતા મહેતા, હિતેન કુમાર, દીપક ઘીવાલા, છાયા વોરા અને લતેશ શાહ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK