આજે ગુજરાતના છ વૃદ્ધાશ્રમના વડીલો જોશે ફેરાફેરી હેરાફેરી

જેમના જીવનમાંથી હાસ્ય અલોપ થઈ ગયું છે એવા લોકોને ખુશ કરવાના અને તેમને હસાવવાના પ્રયાસરૂપે ઍક્ટર-પ્રોડ્યુસર મનોજ જોષી દ્વારા થયું આયોજન

hera pheri

ઍક્ટર-પ્રોડ્યુસર મનોજ જોષીની ગુજરાતી ફિલ્મ ‘ફેરાફેરી હેરાફેરી’ના સ્પેશ્યલ શોનું આયોજન કરીને એ આજે અમદાવાદના ચાર અને બરોડા તથા સુરતના એકેક વૃદ્ધાશ્રમના વડીલોને દેખાડવામાં આવશે. ગઈ કાલે રિલીઝ થયેલી મનોજ જોષીની આ ફિલ્મને ખૂબ જ સરસ રિસ્પૉન્સ મળ્યો છે અને ફિલ્મને સાર્વત્રિક રીતે સ્વીકારવામાં આવી છે. જોકે એ સફળતાને ધ્યાનમાં રાખીને આ શોનું આયોજન કરવામાં નથી આવ્યું, ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ ઑલરેડી એનું આયોજન કરવામાં આવ્યું હતું. મનોજ જોષી કહે છે, ‘વૃદ્ધાશ્રમમાં રહેવા કોઈ રાજી ન હોય, પણ સંજોગવશાત જ ત્યાં તેણે જીવન પસાર કરવું પડતું હોય. જીવનની આ એક એવી કઠણાઈ છે કે એને કોઈ વર્ણવી ન શકે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન એ શૂટ કરતાં-કરતાં અમને પણ ખૂબ હસવું આવતું હતું. ત્યારની એ સિચુએશનને જોતાં જ અમે નક્કી કર્યું હતું કે જેમના જીવનમાંથી હાસ્ય અલોપ થઈ ગયું છે એવા વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોને ખુશ કરવાના નમþ પ્રયાસરૂપે આપણે તેમને આ ફિલ્મ દેખાડીશું.’

આજે છ વૃદ્ધાશ્રમમાં ફિલ્મ દેખાડવામાં આવશે અને એ પછી પણ આ ખુશીઓ આપવાનો કાર્યક્રમ ચાલુ રહેશે અને ગુજરાતભરના વૃદ્ધાશ્રમો તથા અનાથાશ્રમમાં રહેતા લોકો માટે ફિલ્મનો સ્પેશ્યલ શો રાખવામાં આવશે. મનોજ જોષી કહે છે, ‘બૉક્સ- ઑફિસની સાથે-સાથે જીવનની બૉક્સ-ઑફિસ પણ ભરાતી જવી જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK