વિશ્વવિક્રમી નાટક ચિત્કાર હવે ગુજરાતી ફિલ્મોના દર્શકો માટે ફિલ્મ સ્વરૂપે આવશે

સુજાતા મહેતા અને લતેશ શાહની જોડી હવે રૂપેરી પડદે રંગત જમાવવા તૈયાર

chitkar

સુજાતા મહેતા અને લતેશ શાહની જોડીએ ગુજરાતી રંગભૂમિ પર ઇતિહાસ સર્જનારું અદ્ભુત ગુજરાતી નાટક ‘ચિત્કાર’ આપ્યું છે. આ જ જોડી આ સફળ નાટક પરથી બનેલી ફિલ્મ લઈને આવી રહી છે. ૧૯૮૨માં બનેલી એક સત્ય ઘટના પરથી આ નાટક બન્યું હતું અને એણે ગુજરાતી રંગભૂમિ પર સતત ૨૫ વર્ષ સુધી અનોખી સફળïતા મેળવી હતી.

‘ગુજ્જુભાઇ મોસ્ટ વૉન્ટેડ’ને મળેલી અદ્ભુત સફળતા પછી જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ) હવે વધુ એક ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ‘ચિત્કાર’ નામની આ ફિલ્મ સફળ ગુજરાતી નાટક પર જ આધારિત છે. આજથી લગભગ ત્રણ દાયકા અગાઉ રજૂ થયેલું આ નાટક ગુજરાતી દર્શકોમાં એક અનેરી છાપ છોડી ગયું હતું અને કેટલાક દર્શકોએ તો આ નાટક ૧૦-૧૦ વાર ïમાણ્યું હતું.

‘ચિત્કાર’ રજૂ થયું ત્યારે મુંબઈમાં અને વિદેશમાં એણે અનેક સફળ શો કર્યા હતા. આજના જમાનામાં પણ આ નાટક એટલું જ પ્રસ્તુત છે. એક જ અભિનેત્રીએ સતત ૨૫ વર્ષ સુધી એક જ ભૂમિકા ભજવી હોય એવો સુજાતા મહેતાનો અને ‘ચિત્કાર’નો અનોખો વિશ્વવિક્રમ છે.

‘ચિત્કાર’ને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવાનું બીડું ખુદ લતેશ શાહે ઉપાડ્યું છે અને એમાં તેમને ધવલ જયંતીલાલ ગડા અને અક્ષય જયંતીલાલ ગડા જેવા યુવા નિર્માતાનો સાથ મળ્યો છે. પેન સ્ટુડિયોઝ અને ફૅન્ટૅસ્ટિક ફિલ્મ્સ ઇન્ટરનૅશનલ પ્રાઇવેટ લિમિટેડના બૅનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ફિલ્મની કથા-પટકથા-સંવાદ અને દિગ્દર્શન લતેશ શાહનાં છે. ફિલ્મનાં મુખ્ય કલાકારોમાં સુજાતા મહેતા, હિતેનકુમાર, દીપક ઘીવાલા, છાયા વોરા અને લતેશ શાહ છે.

આ ફિલ્મ એક સાયકો-થ્રિલર છે. જે રીતે રંગમંચ પર કલાકારોનો જીવંત અભિનય લોકોને આકર્ષે છે એ જ રીતે આ ફિલ્મ પણ લોકોને આકર્ષશે એવો નિર્માતા-દિગ્દર્શકનો દાવો છે. આ ફિલ્મ ૨૦ એપ્રિલે ભારતભરમાં રજૂ થઈ રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK