બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાતી ફિલ્મ રતનપુરને

ગુજરાતી ફિલ્મ ‘રતનપુર’ રિલીઝ થયાને માત્ર ચાર જ દિવસ થયા છે ત્યારે પહેલા જ વીક-એન્ડમાં ફિલ્મને ગુજરાત સહિત મુંબઈમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે.

ratanpur

રિયલ ઇવેન્ટ પરથી કાલ્પનિક સ્ટોરી બનાવવા પાછળ ચિક્કાર રિસર્ચ કરવું પડતું હોય છે અને ‘રતનપુર’માં એ જહેમત સ્પષ્ટ દેખાય છે. આ મર્ડર-મિસ્ટરીમાં એન્ટરટેઇનિંગ ફૅક્ટર જીવતું રહે એ માટે ડિરેક્ટર વિપુલ શર્મા અને અભિનેતા તુષાર સાધુ સહિતના તમામ કિરદાર સફળ રહ્યા છે. અદ્ભુત પ્રયાસ સાથે બનેલું આ સસ્પેન્સ મૂવી દર્શકોને સો ટકા ગમી રહ્યું છે.

પ્રોલાઇફ એન્ટરટેઇનમેન્ટ ઍન્ડ પ્રોડક્શનની ફિલ્મ ‘રતનપુર’ના પ્રીમિયર શોમાં અનેક જાણીતી હસ્તીઓ આવી હતી અને તેમણે પણ ફિલ્મને ભરપેટ વખાણી છે.

લોકગીતોના પ્રસિદ્ધ ગાયક અને ભાઈ-ભાઈ ફેમ અરવિંદ વેગડા કહે છે, ‘ફિલ્મ જોઈ. ભારે જહેમત અને મોટી ચૅલેન્જ લઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે એટલે હું સૌને કહું છું કે આ ફિલ્મ ચોક્કસ જોવા જજો.’

ફેમસ ટીવી-સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સુંદરમામા ઉર્ફે મયૂર વાકાણી કહે છે, ‘‘રતનપુર’ સતત ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન આપતી થ્રિલર ફિલ્મ છે. વિપુલભાઈનું દિગ્દર્શન દાદ માગી લે એવું છે અને લીડ રોલમાં તુષાર સાધુએ પણ તેમના રોલને સારી રીતે જસ્ટિફાય કર્યો છે.’

પોલીસ-વિભાગનો બહોળો અનુભવ ધરાવતા રિટાયર્ડ DYSP કૌશિક પંડ્યા કહે છે, ‘રેગ્યુલર ગુજરાતી ફિલ્મો કરતાં અલગ અંદાજની આ ફિલ્મમાં પોલીસને અત્યંત રિસ્પેક્ટ અપાયો છે. ફિલ્મ દરેક વર્ગના લોકોને ચોક્કસ ગમશે.’

મુંબઈની જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝના પ્રોફેસર અરુણ સાયગલે ફિલ્મ જોયા બાદ જણાવ્યું હતું કે ‘આ ફિલ્મ બનાવીને પ્રોલાઇફ એન્ટરટેઇનમેન્ટે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને અનેરા સ્થાન પર લઈ જવાનું પાયોનિયર કામ કર્યું છે.’

‘રતનપુર’ ફિલ્મ મુંબઈમાં પણ રિલીઝ થઈ છે. તો મુંબઈગરાઓ, તમે પણ આ ફિલ્મને ચોક્કસ માણજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK