થ્રિલર, મર્ડર-મિસ્ટરી અને મસાલાથી ભરપૂર ગુજરાતી ફિલ્મ રતનપુર

આજથી ગુજરાત અને મુંબઈનાં સિનેમાઘરોમાં

ratanpur

પ્રો લાઇફ એન્ટરટેઇનમેન્ટ ઍન્ડ પ્રોડક્શનના બૅનર હેઠળની ગુજરાતી ફિલ્મ ‘રતનપુર’ આજથી ગુજરાત અને મુંબઈનાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

આ થ્રિલર મર્ડર મિસ્ટરી સત્યઘટના પર આધારિત છે. ફિલ્મના અનેક ઊઘડતાં લેયર્સ વચ્ચે યંગ IPS ઑફિસર તેની પોસ્ટિંગ દરમ્યાન આવેલા મર્ડરકેસને અનેક પડકારો સાથે કેવી રીતે ક્રૅક કરે છે એ વિશેની વાત ‘રતનપુર’માં સંકળાયેલી છે.

ફિલ્મના લીડ રોલમાં IPS ઑફિસરના કિરદારમાં તુષાર સાધુએ સતત બે વર્ષ કરેલી પોલિસ-ટ્રેઇનિંગની જહેમત ફળી છે. તેણે પોતાના રોલને બખૂબી નિભાવ્યો છે. 

ટ્રુ સ્ટોરીની નજીકની ‘રતનપુર’ ગુજરાતી યુથ માટે એક સંદેશ આપે છે. ચૅલેન્જિસ આપનારા યુનિયન પબ્લિક સર્વિસ જેવા ફીલ્ડને પોતાની કારર્કિદી તરીકે પસંદ કરે એવું પ્રોત્સાહન ફિલ્મ જોઈને આજના યુથને મળશે.

પ્રો લાઇફ એન્ટરટેઇનમેન્ટ ઍન્ડ પ્રોડક્શન કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર એમ. એસ. જૉલી કહે છે, ‘વર્ષોથી મારા દિલને ખૂણે ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી. એક વાર મિત્ર યોગેશ પરીક અને ગૌતમ પરમાર સાથે રિયલ લાઇફમાં બનેલી એક ઘટનાની ચર્ચા થઈ. ઘટના એટલી ચોટદાર હતી કે બસ એને રીલ-લાઇફમાં ઉતારવાનું નક્કી કરી લીધું. એક ફિલ્મ પાછળ ડિરેક્ટર, ઍક્ટર અને પ્રોડ્યુસર જ નહીં; પણ કૅમેરામૅન, ટેક્નિશ્યન જેવા આર્ટિસ્ટ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ફિલ્મ એ આખી ટીમની જહેમતનું પરિણામ હોય છે. અત્યારે ગુજરાતી સિનેજગતનો સિતારો પણ ઝળહળી રહ્યો છે એટલે મારે માટે બધી રીતે આ ફિલ્મ બનાવવાનો અનુભવ સુખદ રહ્યો છે. અમારી કંપની આગળ પણ આ જ રીતે ઇન્સ્પાયર થવાય એવી અને લોકોના જીવન સાથે તાદાત્મ્ય મેળવતી ફિલ્મો બનાવતી રહેશે. અમારુંં પ્રોડક્શન-હાઉસ નજીકના ભવિષ્યમાં નારીની રિયલ સ્ટ્રેન્ગ્થ દર્શાવતી એક ફિલ્મ લઈને આવી રહ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK