સિદ્ધાર્થ રાંદેરિયા : સૈરાટ જેવો રિસ્પૉન્સ આપણી ફિલ્મોને કેમ નથી મળતો?

આજે ગુજ્જુભાઈ MOST  WANTED રિલીઝ થઈ રહી છે ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે...

gujju

રુચિતા શાહ

સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ગુજ્જુભાઈ MOST WANTED’ આજે રિલીઝ થઈ રહી છે. સુપરહિટ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ની આ સીક્વલને પેન ઇન્ડિયા લિમિટેડના જયંતીલાલ ગડાએ પ્રોડ્યુસ કરી છે. દર્શકોમાં આ ફિલ્મ માટેનો ઉત્સાહ એટલોબધો છે કે પહેલી વાર કોઈ ગુજરાતી ફિલ્મના પેઇડ પ્રીવ્યુ યોજાયા છે એટલું જ નહીં, આ ફિલ્મ ભારત સહિત કુલ ૧૧ દેશમાં એકસાથે રિલીઝ થઈ રહી છે.

સિદ્ધાર્થભાઈના પુત્ર ઈશાન રાંદેરિયા દ્વારા દિગ્દર્શિત ‘ગુજ્જુભાઈ MOST WANTED’ની ટીમ બુધવારે ‘મિડ-ડે’ની ઑફિસમાં પધારી હતી ત્યારે સિદ્ધાર્થભાઈ સાથે તેમની ફિલ્મ ઉપરાંત અલકમલકની વાતો થઈ હતી. પ્રસ્તુત છે એના કેટલાક અંશ...

‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ બનાવવાનો પ્લાન બન્યો ત્યારે એના માટે હું બહુ ઓપન નહોતો એ આજે કબૂલ કરું છું. ક્રાફ્ટ નવો હતો, પ્રોસેસથી અજાણ હતો અને લાખો લોકોએ પહેલેથી જ જોઈ લીધેલા નાટક ‘લગે રહો ગુજ્જુભાઈ’ પરની ફિલ્મ જોવામાં કોને રસ પડે એવી શંકા પણ મનમાં હતી. જોકે ઈશાને જ્યારે પોતાના દૃષ્ટિકોણની વાત કરી અને નાટકને જ ફિલ્મમાં લઈ આવો ત્યારે એમાં કેવા-કેવા બદલાવ આવશે અને કઈ રીતે એ દર્શકોને આકર્ષશે એની વાત કરી ત્યારે હું અચંબામાં હતો. પહેલી ફિલ્મ બની અને સફળ થઈ એમાં ઈશાનનો ઉત્સાહ અને હકારાત્મક અભિગમ બહુ મોટું કામ કરી ગયો એવું લાગે છે. હા, એમાં એ પણ ઉમેરું છું કે ઈશાન જેટલો ચીકણો ડિરેક્ટર

ભાગ્યે જ કોઈ હશે. ‘ગુજ્જુભાઈ ધ ગ્રૅટ’ની જેમ ‘ગુજ્જુભાઈ MOST WANTED’માં પણ એક-એક સીનને પાંચ-પાંચ, સાત-સાત વાર ભજવીએ ત્યારે ઈશાનને ફિલ્મ માટેનો ફાઇનલ કટ મળતો. પછી તો મારે એવું કરવું પડે કે જેવો સીન પૂરો થાય એટલે સુપર્બ કહીને બૂમ મારી દેવાની જેથી ઈશાનને કંઈ કહેવાનો મોકો જ ન મળે.

ઍક્ટર તરીકે જ્યારે-જ્યારે નાટકો માટે સ્ટેજ પર ગયો છું ત્યારે હું બધું જ ભૂલીને માત્ર ને માત્ર મારા પર ભરોસો મૂકીને થિયેટર સુધી પહોંચેલા લોકોનો હોઉં છું. એ લોકો ટિકિટના પૈસા ખર્ચીને મારા તાબે થયા છે. આ એ સમય હોય છે જ્યારે ૧૪૦૦ આંખો મને જોઈ રહી હોય છે અને ૧૪૦૦ કાન મને સાંભળી રહ્યા હોય છે. હું પોતે એનું ધ્યાન રાખતો હોઉં છું અને મેં હંમેશાં મારી સાથે કામ કરતા લોકોને પણ કહ્યું છે કે એક પણ મિનિટ વેસ્ટ ન કરો, એક પણ શબ્દ કે અભિનય અસ્થાને હોય એવો ન હોવો જોઈએ, કોઈ ફાલતુ વસ્તુ નહીં. મને યાદ છે કે મારા નાટકનો એક ડાયલૉગ મેં અલગ-અલગ સ્ટાઇલથી અને લહેકાથી બોલવાનું નક્કી કર્યું, એ પણ પ્રોડક્ટને અસર પહોંચાડ્યા વિના. તમે માનશો નહીં પણ નાટકના ૭૦૦ પ્રયોગ મુજબ એ ડાયલૉગ બોલવાના ૭૦૦ પ્રકાર થયા. જ્યારે સજાગતા સાથે એક્સપરિમેન્ટ કરતા રહો છો ત્યારે તમે મશીન જેવા નથી બનતા પણ સતત વધુ ડેવલપ થતા હો છો.

આપણા ઑડિયન્સને ગુજરાતી ફિલ્મો નહીં બને તો હિન્દી ફિલ્મોથી ચાલી જાય છે. ગુજરાતી ફિલ્મો, સારી ગુજરાતી ફિલ્મો ન બને તો પણ એકેય ગુજરાતીને તકલીફ નથી થતી. તમે જોજો, પંજાબી અને મરાઠી પ્રજા પોતાની ભાષાની ફિલ્મો માટે ખૂબ જ એક્સાઇટેડ હોય છે જે બાબત હવે આપણી પ્રજામાં પણ ડેવલપ થાય એ જરૂરી છે. ગુજરાતી ફિલ્મોનું કલેક્શન જોશો તો એમાં પણ જોઈએ એવું વળતર નિર્માતાઓને નથી જ મળી રહ્યું. આજે ‘સૈરાટ’ જેવો રિસ્પૉન્સ આપણી ફિલ્મોને કેમ નથી મળતો? એવું તો નથી જ કે આપણી પ્રજાની સંખ્યા ઓછી છે કે તેમની સ્પેન્ડિંગ કૅપેસિટી ઓછી છે. નરેન્દ્ર મોદી કહેતા હોય છે એમ ગુજરાતમાં કુલ છ કરોડ ગુજરાતીઓ છે. ધારો કે છ કરોડ ગુજરાતીઓમાંથી માત્ર ત્રણ કરોડ ગુજરાતી જ ફિલ્મો જોવાના શોખીન હોય અને એમાંથી ખાલી દોઢ કરોડ જ થિયેટરમાં જઈને ફિલ્મો જોતા હોય તો પણ આજે ગુજરાતી ફિલ્મોની જે દશા છે એના કરતાં કદાચ વધુ બહેતર હોત. જોકે આપણી પ્રજાને હજીયે પોતાની ભાષામાં બનતી ફિલ્મો જોવાની વાત બહુ એક્સાઇટ નથી કરતી. તેમને કોઈ ફરક જ નથી પડતો કે ફિલ્મો ગુજરાતીમાં બને છે કે નહીં.

જનરેશન-ગૅપનો પ્રશ્ન ત્યારે ઉદ્ભવે જ્યારે ઉંમરમાં મોટી અને વધુ અનુભવ ધરાવતી વ્યક્તિ પોતાની વાત પકડી રાખે. ઈશાન ભલે મારો દીકરો હોય, પણ શૂટ પર તે મારો ડિરેક્ટર હતો અને તેના દૃષ્ટિકોણને જોવા માટે મેં વધુ પ્રયત્ન કર્યા છે અને હું માનું છું કે આમ જ થવું જોઈએ. નવી પેઢીની વાતને સમજવા માટે જ્યારે તમે ઓપન-માઇન્ડેડ હો છો ત્યારે એ તમને બહેતર બનાવવાનું કામ કરે છે. હું તો દરેકને એમ જ કહીશ કે તમારાથી નાની વ્યક્તિની વાતને મગજ ખુલ્લું રાખીને સાંભળો, નીચેના લેવલ પર જઈને સાંભળો.

ગુજરાતી ફિલ્મો કહો કે ગુજરાતી નાટકો, એ બધામાં આપણે અન્ય ભાષાને અવલંબિત રહેવું પડ્યું છે અને એ આજનું નથી; છેલ્લાં પચાસ વર્ષથી નાટકોમાં તો મરાઠી ભાષાનાં નાટકોનું પ્રભુત્વ રહ્યું છે. એનું કારણ એ છે કે આપણે ત્યાં લેખકોનો અભાવ છે. સારી કન્ટેન્ટ આપી શકે, સારી વાર્તા આપી શકે એવા લેખકો આપણે ત્યાં નથી એ જ એક હકીકત છે જેને આપણે હેલ્ધી રીતે સ્વીકારી લેવી જોઈએ. આમાં જો કોઈ એવી દલીલ કરે કે સારા લેખકો છે ખરા પણ તેમને ચાન્સ નથી મYયો તો એ વાત સાથે હું બિલકુલ સહમત નથી. સારી કન્ટેન્ટ હોય તો તેને ગમે ત્યાંથી ચાન્સ મળી જ જતો હોય છે. આજે ગુજરાતીમાં લેખકોનો અભાવ છે એટલે જ બીજી ભાષાઓમાંથી વિષયો લઈને નાટકો અને ફિલ્મો બને છે.

૨૩ ફેબ્રુઆરીનો યોગાનુયોગ


‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ સુપરહિટ થઈ એ પછી ઈશાન રાંદેરિયાએ ‘ગુજ્જુભાઈ MOST WANTED’ લખવાની શરૂઆત ૨૦૧૬ની ૨૩ ફેબ્રુઆરીના તેના જન્મદિવસે કરી હતી અને એનું શૂટિંગ ૨૦૧૭ની ૨૩ ફેબ્રુઆરીએ શરૂ કર્યું હતું. યોગાનુયોગ એ છે કે આ ફિલ્મ હવે રિલીઝ પણ ૨૩ ફેબ્રુઆરીએ થઈ રહી છે. જોકે આવો કોઈ પ્લાન નહોતો, રિલીઝ-ડેટમાં એક-બે વાર ફેરફાર થયા અને છેલ્લે ૨૩ ફેબ્રુઆરી નક્કી થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK