જવાબ આપો, લાશનું મર્ડર થાય ખરું?

આજે ઓપન થાય છે નવું નાટક ૧૧ કલાક ૨૩ મિનિટ

minute

ફિરોઝ ભગત ડિરેક્ટેડ અને વિનોદ સરવૈયા લિખિત સસ્પેન્સ-થિþલર નાટક ‘૧૧ કલાક ૨૩ મિનિટ’નો શુભારંભ આજે સાંજે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે. આ નાટકથી એક્ઝૅક્ટ બે વર્ષ અને છ દિવસ પછી ખ્યાતનામ અભિનેતા અરવિંદ રાઠોડ તખ્તા પર પાછા ફરશે. પદ્મારાણીના દેહાંત પછી અરવિંદભાઈનું આ પહેલું નાટક છે. નાટકના ડિરેક્ટર ફિરોઝ ભગત કહે છે, ‘અરવિંદભાઈ સ્ટેજ પર પાછા ફરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે તેમના માટે એવું કૅરૅક્ટર હોવું જોઈએ જે તેમના સ્તરનું હોય. આ નાટકમાં તેમનું પાત્ર એવું જ છે જે તેમનું કમબૅક સાર્થક બનાવી દેખાડે.’

film

નાટક એક ઘટનાની આસપાસ ઘુમરાય છે અને એક જ રાતની ઘટનાને કેન્દ્રસ્થાનમાં રાખે છે. એક હત્યા થાય છે. પૉલિટિકલ સપોર્ટ ધરાવતા અને જબરદસ્ત સંપત્તિ ધરાવતા, પણ હવસખોર એવા એક શખ્સનું મોત થાય છે અને એ મોત માટે તેની જ વાઇફની અરેસ્ટ કરવામાં આવે છે. ગુનો પણ તેણે કબૂલી લીધો છે, પણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવતાં જ સન્નાટો સરજાય છે. મરનારાની બૉડીમાં એક નહીં, ત્રણ ગોળી છે અને ગોળીઓ લાગ્યાનો સમય તથા મોતનો સમય એકબીજાથી સાવ જ વિપરીત છે. પોલીસ-તપાસ શરૂ થાય છે અને તપાસ દરમ્યાન એક પછી એક ત્રણ શખ્સ સામે આવે છે, જેણે ખૂન કર્યું હોવાની શંકા છે. પ્રશ્ન હવે એ ઊભો થાય છે કે કઈ ગોળીથી મોત થયું અને એ પ્રશ્ન સાથે જ એ મુદ્દો પણ સામે આવે છે કે એક ગોળીથી હત્યા થઈ છે, જ્યારે બાકીની બે ગોળી માત્ર લાશને મારવામાં આવી છે અને એ પણ જુદા-જુદા સમયે. તપાસ દરમ્યાન આ શંકા વધુ ને વધુ બળવત્તર બનતી જાય છે, પણ એક જ વ્યક્તિનાં ત્રણ ખૂન કેવી રીતે શક્ય બને એ સમજાઈ નથી રહ્યું અને એ સમજાય એ પહેલાં જ નવો ધડાકો થાય છે. નાટકમાં લીડ કૅરૅક્ટર કરતા અરવિંદ રાઠોડ કહે છે, ‘નાટકની સૌથી મોટી ખૂબી એ છે કે એમાં એક પછી એક નવું સસ્પેન્સ ઉમેરાતું જાય છે અને સાથોસાથ એમાં એકધારી કૉમેડી પણ ચાલતી રહે છે. આપણે ત્યાં કાયદાઓની જે લાચારી છે એ લાચારી પણ દેખાડવામાં આવી છે તો એ લાચારીનો લાભ લઈને એ ત્રુટિઓને જ તાકાત બનાવવામાં આવે છે એ પણ નાટકમાં ઉજાગર થયું છે.’

અરવિંદ રાઠોડ ઉપરાંત નાટકમાં અમિતા રાજડા, મનીષા વોરા, પ્રતીક દવે, રાજ વઝીર જેવા અન્ય કલાકારો પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK