ફાઇનૅન્સ ક્ષેત્રના માંધાતા ટી. આર. બજાલિયાના અનુભવનો લાભ હવે પેન ઇન્ડિયા લિમિટેડને મળશે

ફિલ્મોમાં ફાઇનૅન્સનું ખૂબ જ મહત્વ છે. જોકે કોઈ પણ વેપારમાં નાણાંનું મહત્વ હોય જ છે, પરંતુ ફિલ્મનો વ્યવસાય ખૂબ જોખમી ગણાય છે.

pen india

ત્યાં યોગ્ય રીતે નાણાંનો ઉપયોગ કરવામાં આવે તો જ એ લાભકર્તા સાબિત થાય છે. ફિલ્મી દુનિયામાં એવા અનેક દાખલા જોવા મળ્યા છે કે ફિલ્મમાં આડેધડ નાણાં રોકવાથી એ ફિલ્મ ઓવરબજેટ થઈ જાય છે અને સરવાળે એ ફિલ્મ ખોટનો ધંધો સાબિત થાય છે.

જયંતીલાલ ગડા અને તેમની કંપની પેન ઇન્ડિયા લિમિટેડ હવે ટૂંક સમયમાં શૅરબજારમાં પ્રવેશવાની છે અને તેમનો IPO બહાર આવવાનો છે ત્યારે તેમણે ખૂબ સાવચેતીભર્યું પગલું ભર્યું છે.

પેન ઇન્ડિયા લિમિટેડના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં તિલક રાજ બજાલિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટી. આર. બજાલિયા ભારતના નાણાખાતા દ્વારા ૨૦૧૨થી ૨૦૧૩ સુધી સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SIDBI - સિડ્બી)ના ડેપ્યુટી ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ આઠથી ૧૦ કંપનીના ડિરેક્ટરપદનો અનુભવ ધરાવે છે.

આ નિમણૂક અગાઉ તેઓ IDBI લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરપદે રહી ચૂક્યા છે. ICWA અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બૅર્ન્ક્સના તેઓ સર્ટિફાઇડ અસોસિએટ રહી ચૂક્યા છે.

બૅન્કિંગ ઉદ્યોગમાં તેઓ ૪૩ વર્ષની કારકર્દિી ધરાવે છે. ૧૯૭૪માં કમર્શિયલ બૅન્કથી તેમણે પોતાની કારકર્દિીની શરૂઆત કરી છે અને ૧૯૮૩થી તેઓ  IDBIમાં જોડાયા હતા. પોતાની આ ર્દીઘ કારકર્દિી દરમ્યાન તેઓ કૉર્પોરેટ અને રીટેલ ફાઇનૅન્સ તથા NPA (નૉન પર્ફોર્મિંગ ઍસેટ) મૅનેજમેન્ટ અને રિકવરી જેવાં ખાતાં સંભાïળી ચૂક્યા છે.

તેમનો બૅન્કિંગ ક્ષેત્રનો બહોળો અનુભવ પેન ઇન્ડિયા લિમિટેડને પણ લાભદાયી નીવડશે અને તેમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. પેન ઇન્ડિયા લિમિટેડ અત્યારે આગેકૂચ કરી રહ્યું છે. ફિલ્મી જગતના નિષ્ણાત એવા મહેશ ભટ્ટ ઍડ્વાઇઝરી બોર્ડમાં તથા જાવેદ અખ્તર અને સતીશ કૌશિક બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં જોડાયા પછી હવે ફાઇનૅન્સ-જગતના માંધાતા કંપની સાથે જોડાતાં હવે એ નવી ઊંચાઈ સર કરશે એમાં જરાય શંકા નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK