સ્ત્રીસહજ ભાવનાઓ તેમ જ નારીસહજ નજાકતનો ઉત્સવ

કાલે શરૂ થાય છે ૭ હૃ ૩ = ૨૧ની ત્રીજી સીઝન, જેમાં સાત રાઇટરોએ લખેલી એકોક્તિઓ ભજવશે સાત અભિનેત્રીઓ : ઍક્ટર પ્રતીક ગાંધી પહેલી વાર ડિરેક્ટરના રોલમાં

manhar gadhia

રશ્મિન શાહ

અગાઉ ૬ હૃ ૪ = ૨૪ અને ૭ હૃ ૩ = ૨૧ની બે સીઝન કરી ચૂકેલા અને હંમેશાં નવતર સર્જન કરવા માટે પંકાયેલા પ્રોડ્યુસર મનહર ગઢિયા આ વખતે ૭ હૃ ૩ = ૨૧ની ત્રીજી સીઝન લાવ્યા છે. અગાઉ થયેલા ૬ હૃ ૪ = ૨૪માં ૬ રાઇટર, ૬ ડિરેક્ટર અને ૧૨ ઍક્ટર હતા; જ્યારે ૭ હૃ ૩ = ૨૧ની બન્ને સીઝનમાં સાત રાઇટર, સાત ઍક્ટર અને સાત ડિરેક્ટર હતા. જોકે આ વખતની ત્રીજી સીઝનમાં સાત રાઇટર અને સાત કલાકાર લેવામાં આવ્યા છે પણ ડિરેક્શનનું સુકાન એકમાત્ર પ્રતીક ગાંધીને આપવામાં આવ્યું છે. અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો કરી ચૂકેલા પ્રતીક ગાંધી આ નાટકથી પહેલી વખત ડિરેક્ટરની પોઝિશન પર આવે છે. પ્રોડ્યુસર મનહર ગઢિયા કહે છે, ‘મારી પાસે ડિરેક્શનમાં પણ ઑપ્શન હતા, પણ પ્રતીક એ સ્તર પર ટૅલન્ટેડ છે કે તેણે સાતેસાત મૉનોલૉગમાં સાત ડિરેક્ટર બનીને દેખાડ્યું છે. આ નાટકથી ગુજરાતી રંગભૂમિને એક હોનહાર નવા ડિરેક્ટર પણ મળશે એની મને ખાતરી છે.’

૭ હૃ ૩ = ૨૧માં સાત એકોક્તિ છે અને આ સાતેસાત મૉનોલૉગમાં સાત ઍક્ટ્રેસ છે. અગાઉની બન્ને સીઝનમાં ઍક્ટર રહી ચૂકેલા અને આ સીઝનથી પોતાની ડિરેક્ટર તરીકેની કરીઅરની શરૂઆત કરનારા પ્રતીક ગાંધી કહે છે, ‘સાતેસાત એકોક્તિના સેન્ટરમાં ફીમેલ છે અને દરેકેદરેક ફીમેલ એકબીજાથી સાવ જ અલગ છે તો સાથોસાથ દરેક વાર્તાનો મૂડ પણ સાવ જુદો અને એકબીજાથી વિપરીત છે. પ્રેમ, લાગણી, આકર્ષણથી માંડીને માતૃત્વ, સંતૃપ્તિ જેવી સ્ત્રીસહજ ભાવનાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.’

૭ હૃ ૩ = ૨૧નો શુભારંભ આવતી કાલે સાંજે સાત વાગ્યે નરીમાન પૉઇન્ટ પર આવેલા NCPA (એક્સપરિમેન્ટલ ઑડિટોરિયમ)થી થશે અને રવિવારે પણ આ જ સમયે શો ભજવવામાં આવશે.

BW

શું છે સાત મૉનોલૉગની વાર્તા?

૧. પહેલા મૉનોલૉગનું ટાઇટલ છે ‘બાઈ ભાઈ’. દેશી-તળપદી વિસ્તારની બૂટલેગર એવી એક મહિલાની જિંદગીમાં આવેલા તોફાન અને ઝંઝાવાતની વાત કરતા આ મૉનોલૉગના લેખક સંજય ત્રિવેદી છે અને એ બત્રીસ વર્ષ પછી ફરી સ્ટેજ પર આવતાં બિંદા રાવલ ભજવવાનાં છે.

૨. ‘૨૧મું ટિફિન’. આ નામના બીજા નંબરના મૉનોલૉગનું કૅરૅક્ટર ચિત્રલેખા રાઠોડ ભજવશે, જ્યારે એ લખ્યું છે રામ મોરીએ. દરરોજ વીસ ટિફિન બનાવીને ગુજરાન ચલાવતી અને રાત પડ્યે થાકીને લોથપોથ થઈ જતી માને ૨૧મું ટિફિન બનાવવાનું આવ્યું છે. આ સમયે માની મનોદશા કેવી થાય છે એ દીકરીને નજરે જોવાનું છે.

૩. ગીતા માણેકે લખેલી ‘ઇન્ડો’ નામની એકોક્તિ શ્રદ્ધા મુસળે ભજવશે, જેમાં એક એવી જપાની છોકરીની વાત કહેવામાં આવી છે જે ઇન્ડિયા આવી છે. તેની ઇચ્છા છે ઇન્ડિયામાં જન્મ લેવાની. આ ઇચ્છાને તે કેવી રીતે વર્ણવે છે અને પછી પૂરી કરવા મથે છે એની ચર્ચા આ મૉનોલૉગમાં થઈ છે.

૪. ‘અપેક્ષા’ મૉનોલૉગ અભિનય બૅન્કરે લખ્યો છે અને એ અમી ત્રિવેદી ભજવશે. આ છોકરીને ગોવિંદા ગમે છે, પણ આવડી અમસ્તી વાત તેને મૅરેજમાં કઈ રીતે નડે છે એની વાત કહેવામાં આવી છે. આપણે ત્યાં હજી પણ છોકરીઓ એવી જ ઇચ્છા રાખી શકે છે, એવાં જ સપનાં જોઈ શકે છે જે સમાજને સ્વીકાર્ય હોય. આ જ મેસેજ મૉનોલૉગમાંથી નીકળે છે.

૫. ‘તોરલ જોશી ટિન્ડર’. ૭ હૃ ૩ = ૨૧નો સૌથી બોલ્ડ સબ્જેક્ટ જો કોઈ હોય તો એ આ છે. સ્ત્રી પોતાની સેક્સની ડિઝાયર ક્યારેય વર્ણવી નથી શકતી, કહી નથી શકતી અને ક્યારેય તેને એના માટે પરમિશન પણ મળી નથી. આ વિષય સાથે આ મૉનોલૉગ તુષારિકા રાજગુરુ ભજવશે, જેને રોહન પટેલે લખ્યો છે.

૬. મૉનોલૉગ ‘ઝંખના’ ઉત્તમ ગડાએ લખ્યો છે, જેને ભજવશે વેરૉનિકા ગૌતમ. શરૂઆતમાં કરીઅરની અપેક્ષાએ માતૃત્વ પાછળ ઠેલવનારી અને પછી માતૃત્વથી વંચિત રહી જનારી સ્ત્રીની વેદના કેવી હોય છે અને માતૃત્વ માટે તે કઈ હદ સુધી જઈ શકે છે એ આ મૉનોલૉગની સેન્ટરલાઇન છે.

૭. ‘મધુબાલા’ મૉનોલૉગ નામ મુજબ જ સિત્તેરના દશકની સુપરસ્ટાર મધુબાલાની લાઇફ પરથી લખાયો છે. કેતન મિસ્ત્રી લિખિત અને ભામિની ઓઝા-ગાંધી દ્વારા અભિનીત થનારા આ મૉનોલૉગમાં સાઠ-સિત્તેરના સમયગાળાને તથા મધુબાલાના જીવનના પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK