પૃથ્વી થિયેટરમાં આજે પાઈ પાઈ અને મોહનનો મસાલો

આઇડિયાઝ અનલિમિટેડના બૅનરમાં મનોજ શાહનાં બે નાટકો ‘પાઈ પાઈ’ અને ‘મોહનનો મસાલો’ આજે જુહુના પૃથ્વી થિયેટરમાં ભજવાઈ રહ્યાં છે.

pai pai


પાઈ પાઈ

ધીરુબહેન પટેલે લખેલા ‘પાઈ પાઈ’ નાટકમાં મા-બાપે કરેલી કમાણી અને એ કમાણી માટે પેટે પાટા બાંધનારાં મા-બાપની કિંમત શું કહેવાય એ વાત સમજાવવાનો પ્રયાસ થયો છે. મનોજ શાહ કહે છે, ‘આજના સમયમાં બધાને રાતોરાત કરોડપતિ થઈ જવું છે, પણ જો એ થવામાં લાઇફની વૅલ્યુને જાળવી રાખવામાં આવે તો સંબંધોમાં પણ કરોડપતિપણું જળવાયેલું રહે અને ફૅમિલી પણ આખું સાથે રહે. આ જ મુદ્દાને ‘પાઈ પાઈ’માં સમાવવામાં આવ્યો છે.’

નાટકમાં મિસ્ત્રી, શાસ્ત્રી અને મહેતા એમ ત્રણ ટીનેજરની વાત છે. ત્રણેય ટીનેજર એવું માને છે કે તેમના પેરન્ટ્સ તેમના માટે પૂરતા પૈસા કમાયા નથી. ત્રણેત્રણ ટીનેજર હવે પોતાની રીતે પૈસા કમાવા માટે નીકળે છે, પણ તેમને ડગલે ને પગલે તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલી તેમને પાઈ-પાઈની કિંમત સમજાવે છે. નાટકના ડિરેક્ટર મનોજ શાહ કહે છે, ‘આમ જોઈએ તો પાઈની આજે કોઈ કિંમત નથી, પણ આ જ શબ્દ જ્યારે ‘પાઈ પાઈ’ના રૂપમાં બોલાય છે ત્યારે એ અમૂલ્ય બની જાય છે.’

નાટકના મુખ્ય કલાકારો રિદ્ધિ વોરા, દુર્ગેશ રાજપૂત, મૌલિક શાહ, પ્રકાશ વાઘેલા, પ્રશાંત સાવલિયા, નિમેશ શિંદે અને મનોજ શાહ છે. નાટકનો શુભારંભ રવિવારે બપોરે ૧૨ વાગ્યે થશે અને બપોરે ચાર વાગ્યે બીજો શો કરવામાં આવશે.

મોહનનો મસાલો

સાંજે ૬ વાગ્યે ભજવાનારા નાટક ‘મોહનનો મસાલો’નું નાટ્યાંતર ઈશાન દોશી અને સત્ય મહેતાએ કર્યું છે. મહાત્મા ગાંધીના શરૂઆતના જીવન પર આધારિત એવા આ નાટકમાં એ વાત સમજાવવાની કોશિશ કરવામાં આવી છે કે દરેક વ્યક્તિમાં નવું, નોખું અને અનોખું કરવાનો એક મસાલો ભર્યો હોય છે. જરૂર છે તો એનો ઉપયોગ કરવાની. એકપાત્રી એવા આ નાટકમાં મોહનનું કૅરૅક્ટર પ્રતીક ગાંધીએ ભજવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK