આવતા અઠવાડિયે ''અનોખી' ભવાઈ માણવા તૈયાર થઈ જાઓ

મહારાષ્ટ્ર સરકારની કલ્ચરલ મિનિસ્ટ્રીના સહયોગમાં ગુજરાતી એકાંકી નાટ્યસ્પર્ધા, નાટ્ય વર્કશોપ અને નાટ્ય પરિસંવાદનો ૪ દિવસનો જલસો



આવતા અઠવાડિયે મુંબઈમાં બોરીવલીમાં ગુજરાતી રંગભૂમિ અને દર્શકો માટે રંગદેવતાને સમર્પિત અનોખા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ મહોત્સવનું નામ છે ‘ભવાઈ’. ૨૦ મેથી ૨૩ મે સુધી ચાલનારા ચાર દિવસના આ ઉત્સવને મહારાષ્ટ્રના શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રધાન તથા બોરીવલીના વિધાનસભ્ય વિનોદ તાવડેના નેતૃત્વમાં યુથ કલ્ચરલ અસોસિએશન નામની સંસ્થા આકાર આપી રહી છે, જેમાં એને ઉત્તર મુંબઈના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીનું માર્ગદર્શન પણ મળી રહ્યું છે. ગુજરાતી સાહિત્ય અકાદમી-મુંબઈ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી પણ આ ઇવેન્ટની સહયોગી છે. મિડ-ડે આ મહોત્સવનું મીડિયા પાર્ટનર છે.

ગુજરાતી રંગભૂમિ માટે લાભદાયી બને; ગુજરાતી રંગભૂમિને પણ નવા ઍક્ટરો, ડિરેક્ટરો, લેખકો સાંપડે અને ગુજરાતી રંગભૂમિનું ફલક વિશાળ બને એવા ટ્રિપલ હેતુ સાથે યુથ કલ્ચરલ અસોસિએશન દ્વારા અખિલ ભારતીય ગુજરાતી એકાંકી નાટ્યસ્પર્ધા, રંગભૂમિ પર કામ કરવા ઇચ્છતી નવી ટૅલન્ટ માટે એક નાટ્ય વર્કશૉપ તથા જાણીતા લેખકો અને વિવેચકોના એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

બે દિવસ એલિમિનેશન

આ મહોત્સવમાં સૌથી પહેલાં ૨૦ અને ૨૧ મેએ એકાંકી નાટ્યસ્પર્ધાના એલિમિનેશન રાઉન્ડ હશે, જે બોરીવલીના પ્રબોધનકાર ઠાકરે મિની ઑડિટોરિયમમાં યોજાશે. ૨૩ મેએ એકાંકી નાટ્યસ્પર્ધાની ફાઇનલ હશે.

એલિમિનેશન રાઉન્ડ અને ફાઇનલ રાઉન્ડ માટેની નિર્ણાયક પૅનલમાં નૅશનલ અવૉર્ડ વિજેતા અભિનેતા દર્શન જરીવાલા, ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ જેવી અનેક ટીવી-સિરિયલ લખી ચૂકેલા રાઇટર રાજેશ જોષી, અનેક ગુજરાતી નાટક અને ફિલ્મ ‘ઓહ માય ગૉડ!’ના રાઇટર ભાવેશ માંડલિયા, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ અને સુપરહિટ ગુજરાતી નાટક ‘બ્લૅક આઉટ’ ડિરેક્ટ કરી ચૂકેલા ધીરજ પાલશેતકર અને રાઇટર-ડિરેક્ટર અતુલ ઉનડકટ રહેશે.

વર્કશૉપમાં શું અને કોણ-કોણ?

બાવીસમી મેએ સવારે ૧૧થી સાંજના પાંચ વાગ્યા સુધી વિદેશી રંગભૂમિ, પ્રોફેશનલ રંગભૂમિ અને એક્સપરિમેન્ટલ થિયેટર એમ રંગભૂમિ સાથે સંકળાયેલા આ ત્રણેત્રણ પ્રકારને સમાવીને એક વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રબોધનકાર ઠાકરે ઑડિટોરિયમમાં રાખવામાં આવેલી આ વર્કશૉપ પ્રોફેશનલ થિયેટરના જાણીતા ડિરેક્ટર વિપુલ મહેતા, એક્સપરિમેન્ટલ થિયેટરના જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસર મનોજ શાહ, વિદેશી ખ્યાતિ મેળવેલાં નાટકોનું ગુજરાતીકરણ કરવામાં એક્સપર્ટ એવા પ્રીતેશ સોઢા અને ઍક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર કમલેશ ઓઝા લેશે. જે રંગભૂમિ પર પ્રવેશ કરવા માગે છે, જે રંગભૂમિ માટે કંઈક નવું અને નોખું કરવા માગે છે તેમના માટે અરેન્જ કરવામાં આવેલી આ વર્કશૉપ નિશુલ્ક છે, પણ એ માટે રજિસ્ટ્રેશન જરૂરી છે.

પરિસંવાદમાં શું હશે?

બાવીસમી મેની સાંજે બોરીવલીના વીર સાવરકર ઉદ્યાનના ઍમ્ફી થિયેટરમાં ‘ભવાઈ’ મહોત્સવના ઉપક્રમે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો વિષય ‘ગુજરાતી રંગભૂમિ આજે’ રાખવામાં આવ્યો છે. આ પરિસંવાદમાં જાણીતા લેખક જય વસાવડા, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ યોગેશ ગઢવી, ગુજરાતી નાટકોના ખ્યાતનામ પ્રોડ્યુસર-ઍક્ટર સંજય ગોરડિયા, જાણીતા ઍક્ટર દીપક ઘીવાલા અને ટીવી-સિરિયલ તથા ગુજરાતી નાટકોના ખ્યાતનામ લેખક મિહિર ભુતા પોતાના વિચારો રજૂ કરશે. આ પરિસંવાદ દરમ્યાન આવેલા શ્રોતાઓ માટે પ્રશ્નોત્તરીનું સેશન પણ રાખવામાં આવ્યું છે, જેમાં રંગભૂમિને લગતા કોઈ પણ પ્રશ્ન આવેલી વ્યક્તિ પરિસંવાદની પૅનલને પૂછી શકશે.

ફાઇનલના માનવંતા મહેમાનો

એકાંકી નાટ્યસ્પર્ધાની ફાઇનલના દિવસે ગુજરાતી કલાકારોની ગૅલૅક્સી આખી ઉપસ્થિત રહેશે એવું ચોક્કસ કહી શકાય; જેમાં ઍક્ટર અને ગુજરાતના સંસદસભ્ય પરેશ રાવલથી માંડીને ટીવી-સિરિયલોના ઍક્ટર-પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયા, ડિરેક્ટર ધર્મેશ મહેતા, જાણીતા ઍક્ટર દિલીપ જોષી અને સરિતા જોષી તથા ઍક્ટર વ્રજેશ હીરજીનો સમાવેશ છે.

ઇનામો કેવાં?

નાટ્યસ્પર્ધાના ઉત્તમ નાટકને ૨૫,૦૦૦ રૂપિયાનો ‘ભવાઈ પુરસ્કાર’ આપવામાં આવશે. આ જ સ્પર્ધાના ઉત્તમ કલાકારને ૧૦,૦૦૦ રૂપિયાનો ‘ઉપેન્દ્ર ત્રિવેદી પુરસ્કાર’ અને ઉત્તમ ઍક્ટ્રેસને એટલા જ રૂપિયાનો ‘સરિતા જોષી પુરસ્કાર’ આપવામાં આવશે. ઉત્તમ કથાવસ્તુ, સંગીત, સેટ-ડિઝાઇન માટે પણ શ્રેષ્ઠ પુરસ્કાર રાખવામાં આવ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK