જાણો ટૉઇલેટ : એક પ્રેમ કથા કેવી છે?

ખુલાસો ખરો, પણ પૂરેપૂરો નહીં, આ ફિલ્મ વાત તો ગંભીર મુદ્દાની કરે છે, પણ અંતે તો એ સ્વચ્છ ભારત અભિયાનની પ્રચાર-જાહેરાત જ બની રહે છે

review

ફિલ્મ-રિવ્યુ - ટૉઇલેટ : એક પ્રેમ કથા

કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવે વર્ષો પહેલાં પોતાના પાત્ર ગજોધરની સ્ટાઇલમાં એક જોક કરેલો કે યે જો ફિલ્મી હિરોઇનેં હૈ, વો સંડાસ જાતી હોગી ક્યા? ક્યોંકિ ફિલ્મો મેં કભી દિખાતે નહીં ના. નૅચરલી, પ્રેમની વાત આવે એટલે આપણને બર્ફીલા પહાડો કે સરસોંનાં ખેતરોમાં રોમૅન્સ કરતાં હીરો-હિરોઇન જ યાદ આવે. લવ-સ્ટોરીની રોમૅન્ટિક વાતો થતી હોય ત્યારે કોઈ જાજરૂનું નામ લે તોય ભાતમાં કાંકરી આવી ગઈ હોય એવું મોઢું થઈ જાય. કંઈ લૈલા-મજનૂ, રોમિયો-જુલિયટ, રાજ-સિમરન જાજરૂની લાઇનમાં એકબીજાના પ્રેમમાં પડે ખરાં?

(હા, તાજેતરમાં જ આવેલી ગુજરાતી ફિલ્મ ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’ એમાં અપવાદ છે.) ફિલ્મી લવ-સ્ટોરીમાં ટૉઇલેટ-કુદરતી હાજતને વચ્ચે લાવીએ તોય હાહાકાર મચી જાય. ત્યારે ખુલ્લામાં હાજતે જવાના મુદ્દાને કેન્દ્રમાં રાખીને અક્ષયકુમાર જેવા સુપરસ્ટાર સાથે મેઇન સ્ટ્રીમ ફિલ્મ બને એ વાતે ‘ટૉઇલેટ - એક પ્રેમ કથા’ના મેકર્સને ઇક્કીસ નહીં તોય એકાદ તોપની સલામી તો આપવી જ પડે, પરંતુ બોલ્ડ સબ્જેક્ટ પસંદ કરવો અને એના પર જબરદસ્ત ફિલ્મ બનાવવી એમાં ભારત અને અમેરિકાના પબ્લિક ટૉઇલેટ જેટલું અંતર છે.

જાને કો ટૉઇલેટ નહીં, સારા જહાં હમારા

આમ તો આ ફિલ્મની સ્ટોરી કોઈ પણ ટિપિકલ ટેલિશૉપિંગ ઍડ્વર્ટાઇઝમેન્ટ જેવી જ છે. મંજે, પહલે મૈં બહોત પરેશાન રહતા થા. મેરે ઘર મેં ટૉઇલેટ નહીં થા, ઔર બાબુજી ભી ઘર મેં ટૉઇલેટ બનાને કે ખિલાફ થે. ઇસલિએ મેરી બીવી ભી માયકે ચલી ગયી. લેકિન જબસે સ્વચ્છ ભારત અભિયાન શુરૂ હુઆ હૈ, અબ હમારે ઘર મેં ટૉઇલેટ ભી આ ચુકા હૈ ઔર બીવી ભી. બાબુજી ભી માન ગએ હૈ. શુક્રિયા, મંત્રીજી. ડિટ્ટો, આમાં કશો મીનમેખ નહીં. બસ, ટૉઇલેટની પહેલાં એક સ્મૉલ ટાઉન લવ-સ્ટોરી નાખી દો અને પાછળના ભાગે ‘પીપલી [લાઇવ]’ ટાઇપનું મીડિયા સર્કસ નાખી દો. ભરચક ઉપદેશોના પૅકેટમાં પૅક કરો એટલે ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ તૈયાર.

toilet

મેસેજ બનામ મનોરંજન

જ્યારે આપણા ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડના વડા પહલાજ નિહલાણીએ ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’નાં એવું કહીને વખાણ કર્યાં કે આ ફિલ્મને ટૅક્સ-ફ્રી કરી દેવી જોઈએ, કેમ કે એ વડા પ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનનો પ્રચાર કરે છે. ત્યારે જ ખ્ઘ્ભ્ પ્રદ્યુમ્નની સ્ટાઇલમાં હાથ હલવા શરૂ થઈ ગયેલા કે કુછ તો ગડબડ હૈ. પછી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. શક પર સિમેન્ટિંગ થયું અને હવે ફિલ્મ જોયા પછી એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ ભલે એકદમ બોલ્ડ સબ્જેક્ટ પર બની હોય, પરંતુ એનું ટાઇમિંગ, એમાં કહેવાયેલી વાતો અને લેવામાં આવેલું સ્ટૅન્ડ બધા પાછળ એક સંવેદનશીલ મુદ્દો આગળ ધરવા કરતાં સત્તાધારી પક્ષને ખુશ કરવાનો હેતુ વધારે છે.

ખુલ્લામાં હાજતે જવાના મુદ્દે આપણા દેશનું કામકાજ ડ્રૉઇંગ રૂમમાં બેસાડેલા હાથી જેવું છે. બધાની સામે હોય, છતાં કોઈને એની સામે ન જોવું હોય કે એની વાત જ ન કરવી હોય. એટલે જ દેશમાં જાજરૂ કરતાં મોબાઇલની સંખ્યા ક્યાંય વધારે છે. ફિલ્મમાં મથુરા પાસેનું મંદગાંવ આવું જ એક સૂચક નામ ધરાવતું કાલ્પનિક ગામ છે, જ્યાંના લોકો એવા જ છે મંદ, જે પોતાની જમાનાજૂની માન્યતાઓને જળોની જેમ વળગી રહ્યા છે અને બદલવા નથી માગતા.

‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’નાં હીરો-હિરોઇનની પહેલી મુલાકાત ટ્રેનના જાજરૂની બહાર થાય છે અને જાજરૂ જ તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ બની રહે છે. કેશવ શર્મા (અક્ષયકુમાર) મરજાદી બ્રાહ્મણનો દીકરો છે અને ગામમાં સાઇકલ-સ્ટોર ચલાવે છે. ભાઈ પરંપરા, આધુનિકતા, પરિવર્તન અને મેલ શોવિનિઝમની બાબતમાં દહીં-દૂધમાં છે. ઘરમાં બાબુજી સામે અવાજ નીકળતો નથી, પરંતુ અઢાર ગર્લફ્રેન્ડ રાખી ચૂક્યો છે. બલા ટળતી હોય તો ભેંસ સાથે લગ્ન કરવામાં પણ તેને વાંધો નથી. જ્યારે જયા જોશી (ભૂમિ પેડણેકર) કૉલેજની ટૉપર છે, સ્વતંત્ર મિજાજની અને પોતાના હકો માટે જાગ્રત એવી આધુનિક યુવતી છે. તે બન્નેની ટિપિકલ સ્મૉલ ટાઉન લવ-સ્ટોરી અડધી ફિલ્મ ખાઈ જાય છે, છતાં એટલું તો માનવું પડે કે આ ફિલ્મનાં લોકેશન, એનાં પાત્રો, એમની બોલી વગેરે બધું જ એકદમ ઑથેન્ટિક લાગે છે. એમાં ફિલ્મના ચારેય મુખ્ય કલાકાર અક્ષયકુમાર, ભૂમિ પેડણેકર (‘દમ લગા કે હઈશા’ ફેમ), દિવ્યેન્દુ શર્મા અને સુધીર પાન્ડે. એકદમ મસ્ત. અક્ષય ફિલ્મમાં કહેવાયા પ્રમાણે ૩૬ વર્ષનો નથી લાગતો, પણ તેનો ચાર્મ (અને લાઉડનેસ) બન્ને બરકરાર છે. ભૂમિને જોઈને હૈયે ટાઢક થાય કે હાશ, ચલો ફાઇનલી ગ્લૅમર માટે નહીં, ઍક્ટિંગ માટે હિરોઇન આવી ખરી. ફિલ્મમાં અક્ષયનો નાનો ભાઈ બનતો દિવ્યેન્દુ ‘પ્યાર કા પંચનામા’ વખતે લિક્વિડ તરીકે ઓળખાતો હતો. આ ટૅલન્ટેડ ઍક્ટરનું કૉમિક ટાઇમિંગ અને ડાયલૉગ ડિલિવરી ખરેખર ગજબ છે. રૂઢિચુસ્ત મેન્ટાલિટીનું પ્રતીક બનેલા સિનિયર ઍક્ટર સુધીર પાન્ડેને જોઈએ એટલે થાય કે બહોત જાન હૈ રે ઇન બૂઢી હડ્ડિયોં મેં. તેમની માથાભારે મેલોડ્રામૅટિક ઍક્ટિંગ તો જાતે જ જોવી પડે. બાય ધ વે, આ ફિલ્મમાં અનુપમ ખેર ખરેખર શા માટે છે? તેમની ઑફસ્ક્રીન દેશભક્તિ માટે?

નૅચરલી ‘ટોઇલેટ-એક પ્રેમ કથા’ શહેરી લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં નથી આવી. એટલે જ એને એકદમ સિãમ્પ્લસ્ટિક અને ઉપદેશાત્મક રાખવામાં આવી છે. આપણને વિચારવામાં તસ્દી ન પડે એ માટે ફિલ્મ પોતે જ કહી દે છે કે ઘરમાં શૌચાલય ન રાખવાનો દુરાગ્રહ આપણી જુનવાણી અને બંધિયાર માનસિકતાનું પ્રતીક છે. શાસ્ત્રોનું આપણે ખોટેખોટું અર્થઘટન કર્યું છે અને આપણી વિચારસરણી જ આપણો સૌથી મોટો દુશ્મન છે.

મુંબઈની લોકલ ટ્રેનની ફ્રીક્વન્સીથી અહીં એક પછી એક નબળાં ગીતો આવ્યાં કરે છે (માન્યું કે ફિલ્મી પડદે મથુરાની લઠમાર હોલી નૉવેલ્ટી છે, પણ બબ્બે વખત?). પોણાત્રણ કલાકની આ અજગરછાપ લાંબી ફિલ્મ જોતાં-જોતાં આપણને એના માઇનસ પૉઇન્ટ્સ દેખાયા વિના નથી રહેતા. જેમ કે અહીં ફોકસ માત્ર ખુલ્લામાં હાજતે જવા પર જ છે. એટલે શરૂઆતમાં કૅમેરા એક યુવતીનો ક્લીવેજ દેખાય એ રીતે મંડાયો હોય, હીરો હિરોઇનને સ્ટૉક કરતો હોય એટલે કે તેનો પીછો કરતો હોય, પરવાનગી વિના તેના ફોટો-વિડિયો ઉતારતો હોય, અરે તેનો ફોટો પોતાના સ્ટોરની જાહેર ખબર માટે વાપરી લેતો હોય એ મેકર્સને વાંધાજનક નથી લાગતું, બલકે એ લોકોને હસાવવા માટે મુકાયું છે. ફિલ્મ ગમે એટલી પ્રોગ્રેસિવ થવાની વાત કરતી હોય, પણ હજીયે સુપરસ્ટાર હીરોને હાજતે બેસતો દેખાડવાની જુર્રત કરી શકાઈ નથી. જે રીતે ફિલ્મમાં સ્ત્રીઓ માટે - તેમની હાજરીમાં ડબલ મીનિંગ ડાયલૉગ્સ બોલાયા છે એ પણ આપણને કઠે એમ છે.

એક તરફ હજારો વર્ષોની જડ માન્યતાની વાત થતી હોય અને બીજી બાજુ ધડાધડ મીડિયામાં હાઇપ ઊભો થઈ જાય, ઘરમાં શૌચાલય હોવાને મુદ્દે ખિલ્લી ઉડાવતી સ્ત્રીઓ કે જડ પિતાનું તાત્કાલિક અસરથી હૃદયપરિવર્તન, સરકારી મશીનરીનું ફૉમ્યુર્લાખ વનની સ્પીડે ફરતું થઈ જવું, આમાં ક્યાંય કશું ગળે ઊતરે એવું નથી. ફિલ્મ ગમેએટલા બોલ્ડ વિષય પર બનાવાઈ હોય, પરંતુ એમાં નોટબંધીની તરફેણ કરતા, સ્વચ્છ ભારત મિશનની એકદમ નિષ્ઠાપૂવર્કલ કામ કરતી ઑફિસોના, ક્લીન ઇન્ડિયા માટે થયેલાં કૌભાંડોની કોઈ જ વિગત આપ્યા વિના એને માત્ર લોકોની જવાબદારી ગણાવી દેતા કે પછી ભણેલી-ગણેલી હિરોઇન સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે જેવી ક્લિશે અને ભારોભાર અન્યાયી લાઇન્સ ફટકારે ત્યારે આપણને સમગ્ર વિચાર પાછળ ભળતી સ્મેલ આવવા માંડે.

ઝાડે જજો રાજ

‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ ભલે ગમે એટલી લાંબી, ભાષણબાજીયુક્ત, સિãમ્પ્લસ્ટિક કે વાંધાજનક હોય, પરંતુ ફિલ્મમાં ભિન્ન-ભિન્ન પ્રકારે હાજતે લઈ જવાની વાત હોય કે જાજરૂ બનાવવા માટે લોકોને સમજાવવાની વાત હોય, એ તમામ સીક્વન્સિસ મહદંશે મનોરંજક છે. મુદ્દે ઘરમાં જાજરૂની, સ્વચ્છતા, સૅનિટેશનની વાત જાહેરમાં ચર્ચાતી થાય એ આપણા દેશ માટે અત્યંત જરૂરી છે. ફિલ્મ ભલે ભુલાઈ જાય, આ વાત યાદ રહેવી જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK