Movie Review:કમલ હસન પાસેથી નહોતી આવી 'વિશ્વરૂપમ 2'ની આશા

કમલ હસને ફિલ્મ તો ગ્રાન્ડ બનાવી પણ કોમિક્સની જેમ બનાવી. ફિલ્મમાં ડિટેઈલિંગનો અભાવ ઉડીને આંખે વળગે છે

KAMAL HASAN


સ્ટારકાસ્ટઃ કમલ હસન, પૂજા કુમાર, રાહુલ બોઝ, શેખર કપૂર, એન્ડ્રિયા જરમિયા

નિર્દેશકઃ કમલ હસન

નિર્માતાઃ કમલ હસન

રેટિંગઃ ** (ટુ સ્ટાર)

લેજન્ડ એક્ટર કમલ હસનની ફિલ્મ 'વિશ્વરૂપમ 2'ની રાહ કરોડો ચાહકો જોઈ રહ્યા હતા. આ ફિલ્મની ખાસિયત છે કે ફિલ્મ તમિલની સાથે સાથે હિન્દીમાં પણ શૂટ થઈ છે. અને કોઈ ડબિંગ નથી કરાયું. કમલ હસને નિર્માતા-નિર્દેશક તરીકે ફિલ્મ ભવ્ય બનાવી છે. ફિલ્મના નિર્માણમાં કોઈ કસર નથી પરંતુ મિસિંગ છે સ્ટોરી.

એક મોટી કમર્શિયલ ફિલ્મ એક સપના જેવી હોય છે, જેમાં તમે ખોવાઈ જાવ છો, પરંતુ કોમિક્સ વાંચવા અને ફિલ્મ જોવામાં આસમાન-જમીનનું અંતર છે. તમે ફોટા જોઈને નાના મોટા ડાઈલોગ્સના સહારે ઘટના સમજી લો છો, પરંતુ તેમાં ડિટેઈલિંગ નથી હોતું. એટલે જ સિનેમા અસ્તિત્વમાં છે. સિનેમાની સ્ટોરીમાં દરેક ચીજ બારીકાઈથી દર્શાવાય છે.

તમારો હીરો આવો કેમ છે, તેની પાછળ સ્ટોરી હોય છે. બસ અહીં જ 'વિશ્વરૂપમ 2' માર ખાઈ જાય છે. કમલ હસને ફિલ્મ તો ગ્રાન્ડ બનાવી પણ કોમિક્સની જેમ બનાવી. ફિલ્મમાં ડિટેઈલિંગનો અભાવ ઉડીને આંખે વળગે છે. વિશ્વરૂપમ 1ની જેમ અહીં પણ કમલ હસન રૉના સ્લીપર સેલના એજન્ટ છે, અને લંડનમાં હુમલો કરવાની આતંકીઓની યોજના નિષ્ફળ બનાવે છે. ઓસામા બિન લાદેનને મારવાના પ્લાનમાં અમેરિકાને સાથ આપે છે. અને છેલ્લે જીતે પણ છે. આ જ કહાની વિશ્વરૂપમ 2ની પણ છે.

એક્ટિંગમાં તો કમલ હસન સુપરસ્ટાર છે જ. તેમને જોવા એક સારો અનુભવ છે. પરંતુ ડિરેક્ટર કમલ હસને સુપરસ્ટાર કમલ હસન પર કેમેરો એટલો ફોકસ કર્યો છે કે બીજા કલાકારો સ્ક્રીન પર જોવા જ નથી મળતા. નિરુપમાનો રોલ કરનાર પૂજા કુમાર ભલે આંતરરાષ્ટ્રીય સિનેમામાં નામ કમાઈ ચૂકી હોય, પરંતુ ફિલ્મમાં તેમનું પર્ફોમન્સ  ઠીકઠાક છે. એક એક્ટરે સીન સમજવો જરૂરી છે. નહીં તો સંવેદનશીલ સીન પણ કોમેડી બની જાય છે. પૂજા સાથે પણ કંઈક આવું જ થયું છે.

અસ્મિતા સુબ્રમણ્યમનો રોલ કરતી એન્ડ્રિયાના પાત્રમાં સહજતા છે. શેખર કપૂર મોટા ડિરેક્ટર છે, પરંતુ એક્ટર તરીકે તે આખી ફિલ્મમાં એનર્જીલેસ દેખાઈ રહ્યા છે. જે સ્ટેટસ પર તેઓ છે, ત્યાં આવી એક્ટિંગ માફ ન કરી શકાય. ફિલ્મમાં વહીદા રહેમાન જેવા લેજન્ડરી એક્ટ્રેસ પણ છે, અને તેમણે શાનદાર પર્ફોમન્સ પણ આપી રહ્યા છે. પરંતુ તેમનું કેરેક્ટર ડિઝાઈન કરવામાં ડિરેક્ટર ગોથુ ખાઈ ગયા છે.

ફિલ્મની સૌથી મોટી નબળઆઈ એ છે કે આ ફિલ્મ કમલ હસનની ફિલ્મ છે, જેમાં તમે કોઈ નબળાઈ સહી ન શકો. તે પરફેક્ટ હોવી જરૂરી છે. પરંતુ અહીં તેની અછત છે.  સરવાળે તમે જો કમલ હસનના હાર્ડકોર ફેન છો તો આ ફિલ્મ જોઈ શકો છો, પરંતુ મનોરંજન માટે તો રહેવા દેજો

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK