Thugs of Hindostan: મોટા સ્ટાર્સ સાથેની સામાન્ય ફિલ્મ

પરફેક્શનિસ્ટ આમિર ખાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સાથે હોવાને કારણે ફિલ્મ જબરજસ્ત હોવાની અપેક્ષા હતી.

thugs



- પરાગ છાપેકર

સ્ટાર કાસ્ટઃ આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ, ફાતીમા સના શેખ

ડિરેક્ટરઃ
વિજય કૃષ્ણ આચાર્ય

પ્રોડ્યુસરઃ
યશરાજ ફિલ્મ્સ

બોલીવુડનો ઈતિહાસ કંઈક એવો રહ્યો છે કે કેટલીકવાર સારી ફિલ્મો પણ પીટાઈ જાય છે, તો ખરાબ ફિલ્મો હિટ થઈ જાય છે. આજે રિલીઝ થયેલી ઠગ્સ ઓફ હિન્દોસ્તાનને લઈને પણ દર્શકોને મોટી આશા હતી. પરફેક્શનિસ્ટ આમિર ખાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સાથે હોવાને કારણે ફિલ્મ જબરજસ્ત હોવાની અપેક્ષા હતી.

લોકોનું માનવું હતું કે ફિલ્મ એટલી મનોરંજક હશે અને સ્ટોરી દમદાર હશે કે બંને સાથે કામ કરવા તૈયાર થઈ ગયા. મોટા મોટા કિલ્લા, જહાજ અને ગ્રાન્ડ પ્રોડક્શન વેલ્યુ. એક્શન અને એડવેન્ચરની ભરમાર. સાથે જ દાવો કરાયો કે આ ફિલ્મ 300 કરોડમાં બની છે તો આશા હતી કે જબરજસ્ત ભવ્ય કિલ્લો જોવા મળશે.

ફિલ્મની સ્ટોરી 1795ના ભારતની છે, જેમાં બતાવાયો છે ભારતનો ઈતિહાસ. ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં આવી હતી વેપાર કરવા માટે પરંતુ ધીરે ધીરે તેમણે શાસન કરવાની શરૂઆત કરી દીધી. તેમના વિરોધમાં જે લોકો હતા તે આઝાદ કહેવાયા. જેનું નેતૃત્વ ખુદ ખુદાબખ્શ એટલે કે અમિતાભ બચ્ચન કરી રહ્યા છે. તે બીજી તરફ છે ફિરંગી મલ્લાહ એટલે કે આમિર ખાન જે અંગ્રેજો માટે કામ કરે છે. ફિરંગીને આઝાદને શોધવાનું કામ સોંપાય છે. તો શું ફિરંગી સફળ થશે કે પછી ખુદ આઝાદની જાળમાં ફસાઈ જશે. આ જ સ્ટોરી પર બનેલી ફિલ્મ છે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન.

ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ઝાકમઝોળથી ભરપૂર છે, પરંતુ ફિલ્મની સ્ટોરીમાં દમ નથી. બે હિટ સ્ટાર્સની સાથે ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય અધકચરી સ્ટોરી લઈને આવી ગયા છે. સ્ક્રીન પ્લે તેમણે પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરવ્યો છે. ભરે પછી તે તાર્કિક હોય કે નહીં. કેટલાક કેરેક્ટર્સને ડેવલપ કરવાનું જ ભૂલાઈ ગયું છે. જ્યારે તમે ઈતિહાસ કે સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરો છો તો લોર્ડ ક્લાઈવની મૃત્યુ કાલ્પનિક ઘટના તરીકે ન બતાવી શકાય.

આ ઈતિહાસ સાથે છેડછાડ છે. આમિર ખાનની ફિલ્મ લગાનની જેમ જ લોર્ડ ક્લાઈવના પાત્રના બદલે કોઈ કાલ્પનિક પાત્ર પણ હોઈ શક્તું હતું. સરવાળે અધકચરી સ્ટોરી પર ફિલ્મ બની છે, તે સ્પષ્ટ દેખાય છે. સ્ક્રિપ્ટ અને સ્ક્રીન પ્લે પર થોડી મહેનત કરી હોત તો આટલા મોટા સ્ટાર્સ અને બજેટની ફિલ્મ સારી બની શક્તી હતી. ફિલ્મમાં મનોરંજન તો છે, એક વાર જોઈ શકાય. બાળકોને ગમે તેવી છે.

એક્ટિંગની વાત કરીએ તો ખુદાબખ્શના પાત્રમાં અમિતાભ બચ્ચન સુપર હીરોની જેમ આખી ફિલ્મમાં છવાઈ જાય છે. આમિર ખાન ફિરંગીના પાત્રમાં જામે તો છે પરંતુ ક્યારેક લાગે છે કે બીજાના ડાઈલોગ પણ તે જ બોલી રહ્યા છે. આ બે પાત્ર સિવાય ડિરેક્ટરને બીજા કોઈ પાત્રમાં રસ નથી પડ્યો. સરવાળે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન એક કમર્શિયલ સાધારણ ફિલ્મ છે. જેને એક વખત જોઈ શકાય.

મિડ ડે મીટરઃ 2.5/5

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK