Movie Review: ભ્રષ્ટાચાર સામે જ્હોનની જંગમાં ફિલ્મી મસાલાની છાંટ 'સત્યમેવ જયતે'

કમર્શિયલ મસાલા ફિલ્મો બનવી પણ એટલી જ જરૂરી છે. લાંબા સમય બાદ એક સંપૂર્ણ મસાલા ફિલ્મ તરીકે સત્યમેવ જયતે આવી છે

SATYA


કલાકારઃ જ્હોન અબ્રાહમ, આયશા શર્મા, મનોજ બાજપાઈ

ડિરેક્ટરઃ મિલાપ મિલન ઝવેરી

પ્રોડ્યુસરઃ ભૂષણ કુમાર, નિખિલ અડવાણી

રેટિંગઃ **** (4 સ્ટાર)


આપણા દેશમાં હંમેશા એક મસાલા ફિલ્મને એન્ટરટેઈનર મનાઈ છે, જો કે છેલ્લા કેટલાક સમયથી બાયોપિક અને જુદા જુદા મુદ્દા પર આધારિત ફિલ્મો બોક્સ ઓફિસ પર છવાઈ છે, પરંતુ આ રેસમાં ફિલ્મમેકર્સ ભૂલી ગયા હતા કે લિજ્જતદાર ભોજન બનાવવા માટે એક જ પ્રકારના મસાલા નથી ચાલતા. તેમાં દરેક પ્રકારનો મસાલો યોગ્ય માત્રામાં હોવો જોઈએ. એટલે જ કમર્શિયલ મસાલા ફિલ્મો બનવી પણ એટલી જ જરૂરી છે. લાંબા સમય બાદ એક સંપૂર્ણ મસાલા ફિલ્મ તરીકે સત્યમેવ જયતે આવી છે. તેમાં એક્શન માટે જ્હોન અબ્રાહમ છે, એક્ટિંગ માટે મનોજ બાજપાઈ છે અને આઈટમ સોંગ્સ માટે નોરા ફતેહી છે, સાથે જ ભ્રષ્ટાચાર હટાવવાનું ભારતીયોના દિલમાં રહેલું સપનું પણ છે.

આ તમામ ચટપટા મસાલા યોગ્ય માત્રામાં ભભરાવીને ડિરેક્ટર મિલાપ ઝવેરીએ એક સંપૂર્ણ મસાલેદાર ફિલ્મ બનાવી છે. સત્યમેવ જયતેની સ્ટોરીમાં આમ તો કશું નવું નથી, એક હીરો છે, જે ગુનાખોરી અટકાવવા ઈચ્છે છે અને તે પોલીસ ઓફિસર છે, બીજો હીરો છે જે પણ ગુનાખોરી સમાપ્ત કરવા ઈચ્છે છે, તે ગુનેગાર છે તો લડાઈ તો નક્કી છે. પોલીસ અધિકારી ગુનેગારને રોકવા ઈચ્છે છે. સતત તેને પડકારે છે. આ છુપ્પમ છુપાઈ પર આધારિત છે ફિલ્મ સત્યમેવ જયતે. જે રીતે મિલાપ ઝવેરી ફિલ્મની ટ્રીટમેન્ટ અને સ્ક્રીન પ્લેમાં કંઈક નવું લાવ્યા છે, તેનાથી આ ફોર્મ્યુલા પર બનેલી બીજી ફિલ્મો કરતા સત્યમેવ જયતે અલગ પડે છે.

એક્ટિંગની વાત કરીએ તો મનોજ બાજપાઈની જબરજસ્ત એક્ટિંગ ફિલ્મને અલગ સ્તર પર લઈ જાય છે, જ્હોન અબ્રાહમ પણ વીરના પોતાના પાત્રને ન્યાય આપે છે. આયશા શર્મા પણ પોતાના પાત્રમાં પરફેક્ટ છે. સરવાળે સત્યમેવ જયતે એક પરફેક્ટ એન્ટરટેઈનર છે. તમે તેનો આનંદ માણી શકો છો. ફિલ્મમાં એક્શન છે, એક્ટિંગ છે, રોમાંચ છે, રોમાન્સ છે અને દેશભક્તિનો જુસ્સો પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK