ફિલ્મ-રિવ્યુ - રેડ

ઓછી પકડવાળી થ્રિલર જોવાની ઇચ્છા હોય, અજય દેવગનના ફૅન હો અને કાળું ધન બહાર આવતું જોવું હોય (!) તો ૧૨૮ મિનિટની રેડ તમારા માટે છે. ગીતો ફિલ્મના પ્રવાહને અવરોધે છે. લીડ કાસ્ટની ઍક્ટિંગ માણવાલાયક છે

raid

ફિલ્મ-રિવ્યુ - રેડ

પાર્થ દવે


વાત ૧૯૮૧ની ૧૮ જુલાઈની છે જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી. આ દિવસે કાનપુરના જાણીતા વેપારી અને કૉન્ગ્રેસના ધારાસભ્ય ઇન્દર સિંહ સરદારના ઘરે ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રેઇડ પાડવામાં આવેલી. રેઇડ પાડનાર ઑફિસરનું નામ હતું  સરદાર પ્રસાદ પાન્ડે. કહે છે કે આ દરોડામાં આવકવેરા ખાતાએ ૧.૬ કરોડની કિંમતની અસ્કયામતો કબજે કરી હતી તથા ૧૮ કલાક ચાલેલી આ રેઇડમાં ૪૫ લોકો સામેલ હતા. રેઇડ ઇન્દર સિંહનાં ત્રણેક ઘર તથા દિલ્હી અને મસૂરીનાં બૅન્કખાતાંમાં પણ પાડવામાં આવેલી.

વેલ, બીજો એક કિસ્સો મેરઠનો છે. તારીખ : ૧૪ સપ્ટેમ્બર, ૧૯૮૯. ઉત્તર પ્રદેશના ૮૮ બાહોશ ઑફિસરને મેરઠ બોલાવીને એક-એક સીલબંધ કવર આપવામાં આવેલું. બીજા દિવસે કવર ખૂલ્યાં તો ખબર પડી કે મેરઠના બે વેપારીને ત્યાં - મુઝફ્ફરનગર અને બિજનૌર ખાતે રેઇડ પાડવાની છે. મુઝફ્ફરનગરમાં ટીમનું સ્વાગત વિરોધથી થયું. ઉપરથી પ્રેશર આપવાની ધમકી પણ મળી. મારપીટ થઈ વગેરે.

આ બે રિયલ કિસ્સા ભેગા કરીને રાઇટર રિતેશ શાહ તથા ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાએ આ ‘રેડ’ ફિલ્મની ધરી રચી છે. કહે છે કે આ કિસ્સા પરથી ફિલ્મ બનાવવાનો વિચાર અજય દેવગનના સેક્રેટરી કુમાર મંગત પાઠકને આવ્યો હતો. તેણે અજય સામે આ વાત મૂકી હતી. કુમાર મંગત પાઠકજી આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે.

તો ઈમાનદાર ઇન્કમ-ટૅક્સ ઑફિસર તરીકે અજય દેવગન અને બેઈમાન બિઝનેસમૅન અને રાજકારણી તરીકે સૌરભ શુક્લાને ચમકાવતી લાલચટક નહીં, પણ પડે ત્યારે લાલપીળા કરી નાખે એ ‘રેડ’ કેવી છે?

આઓ વિસ્તાર સે દેખતે હૈં.

ફ્લૅશબૅક

ફિલ્મની શરૂઆતમાં કૌટિલ્યલિખિત સૂત્ર કોષ મૂલો હી દંડ વંચાય છે અને અજય દેવગનના અવાજમાં સંભળાય છે, જે આપણા ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટનું સ્લોગન છે. ત્યાર બાદ સીધું લખનઉનું આયકર ભવન દેખાય છે. ત્વ્ની ટીમ કોઈને ત્યાં રેઇડ પાડવા માટેની તૈયારી કરી રહી છે. પણ એક મિનિટ, આજકાલ દરેક ફિલ્મની જેમ થોડોક, સાવ થોડોક ફ્લૅશબૅક છે; જેમાં અજય દેવગન અભિનીત અમય પટનાયકનું પાત્ર સોએ સો ટકા નૈતિક છે, ક્યાંય કોઈ દિવસ કે રાતના સપનામાં પણ ભ્રક્ટાચાર નથી કરતું એ એસ્ટૅબ્લિશ કરવામાં આવે છે. સામે સૌરભ શુક્લાનું રામેશ્વર સિંહ અકા તાઊજીનું પાત્ર સંપૂર્ણપૂણે ભ્રક્ટાચારી છે અને કાયદા-કાનૂનની ધજ્જીયાં ઉડાવવામાં કોઈની સાડાબારી રાખતું નથી એ દર્શાવાય છે. બેઉ એક પાર્ટીમાં ભેગા થાય છે અને એમાં ભાઈ અજય ખિન્ન ને ઉદાસ ચહેરે તથા ઇન્ટેન્સ આંખો સાથે નૈતિકતાના ડાયલૉગ ફટકારે છે. સામે તાઊજી બેઈમાની જ હમરા ઉસૂલ હૈ પ્રકારની વાતો કરે છે. અમય પટનાયકની નવી-નવી ટ્રાન્સફર લખનઉમાં થઈ છે. જોકે આ તેની ૪૯મી ટ્રાન્સફર છે! (ઈમાનદાર, યુ સી!)

ફ્લૅશબૅક ખતમ, કહાની શુરુ

ટ્રેઇલરમાં બતાવાય છે અને ઉપર વાત કરી એ મુજબ અમય પટનાયક અને તેની ટુકડી લખનઉના બાહુબલી, બિઝનેસમૅન અને ગઈ ત્રણ ટર્મથી પ્ન્ખ્ તરીકે ચૂંટાયેલા રામેશ્વરસિંહ ઉર્ફે તાઊજીના ઘરે; જેને લોકો વાઇટ હાઉસ કહે છે; રેઇડ પાડે છે. તાઊજીના ઘરે તેના બે ભાઈ, ભાઈઓની પત્ની, તેની માતા સહિતના પરિવારજનો છે. તાઊજી ઇન્કમ-ટૅક્સ ઑફિસરને અહીં તને કંઈ જ નહીં મળે કહીને મસ્તી કરે છે, ડરાવે છે, ધમકાવે છે. આખા લખનઉમાં પોતાનું રાજ ચાલે છે એ યાદ દેવડાવે છે. સામે ઑફિસર અમય પોતે કેટલો ખુંખાર છે અને ખાલી પોતાનાં લગ્નમાં દહેજ લીધા વગર પાછો ફર્યો હતો, બાકી કોઈને છોડ્યા નથી એવું જણાવે છે. આમ છેવટ સુધી અપ-ડાઉન્સ ચાલ્યા કરે છે. નગદ રૂપિયા અને સોનું પલંગ ફાડીને દીવાલો તોડીને શોધવાની કોશિશ થતી રહે છે. તાઊજી ઍન્ડ ફૅમિલી અટકાવવાના અવનવા પેંતરા અજમાવે છે. ક્લોઝ-અપ વગર પાંચ-સાત મિનિટ પ્રાઇમ મિનિસ્ટર સાહિબા મૅડમજી એટલે કે ઇન્દિરા ગાંધી આવે છે.

સો, આ ટૉમ ઍન્ડ જેરીની ફાઇટમાં અંતે કોઈ એક જીતવાનું છે. તાઊજીના મહેલમાંથી માહિતી મળી છે એટલા પૈસા મળશે કે નહીં? અમય પટનાયકને એક અનનોન ઇન્ફૉર્મરનો કૉલ આવ્યા કરે છે તે કોણ છે? તાઊજીના ઘરમાં કોઈ ફૂટેલું છે, તે કોણ? આ બધા પ્રશ્નો સમયાંતરે તમને થતા રહે છે અને રસ જળવાઈ રહે છે.

સ્ટોરી, ડિરેક્શન, પર્ફોર્મન્સ

અગાઉ સાઇકોલૉજિકલ ક્રાઇમ થ્રિલર ‘આમિર’ અને જેસિકા લાલ મર્ડર કેસ પર આધારિત બાયોગ્રાફિકલ થ્રિલર ‘નો વન કિલ્ડ જેસિકા’ બનાવી ચૂકેલા રાજકુમાર ગુપ્તા ફરી પોતાના મનપસંદ જોનર રિયલ લાઇફ સ્ટોરી પર પાછા ફર્યા છે, કેમ કે વચ્ચે તેમણે ‘ઘનચક્કર’ નામનું ધતિંગ પણ કર્યું હતું! ફિલ્મમાં અમય પટનાયક (અજય દેવગન) શરૂઆતની ૧૦ મિનિટ બાદ જ તમે જે જોવા આવ્યા છો એ, રેઇડ પાડી દે છે!  અમય પટનાયક અને તેની ટીમ રામેશ્વર સિંહ (સૌરભ શુક્લા)ના મહેલસમા ઘરની એક-એક દીવાલ તોડવાનું કામ ચાલુ કરી દે છે. સોનાના સિક્કા અને વાસણો, બૅન્ક કરન્સીના ઢગલાઓ, કીમતી ઘરેણાંઓ, પરિવારજનોની પૂછપરછ : આ બધું તમને જોવા મળે છે. અને તમને નીરજ પાન્ડેની સુપર્બ થ્રિલર ‘સ્પેશ્યલ ૨૬’ યાદ આવી જાય છે (એ પણ કોઈ સ્ટોરીનો આધાર લઈને બનાવાઈ હતી, પણ એ રેઇડ કરતાં તમામ પાસાંમાં ચડિયાતી છે).

આ ફિલ્મમાં સૌથી અઘરું કોઈનું કામ હોય તો એ રિતેશ શાહનું છે અને તેમણે તેમનું કામ પ્રમાણમાં સારી રીતે કર્યું છે. તે ફિલ્મના સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ રાઇટર છે. રિયલ ઇવેન્ટ્સ પર કાલ્પનિક સ્ટોરી લખવા માટે ચિક્કાર રિસર્ચ માગી લે અને અહીં એ વર્ક દેખાય છે. સાથે તેમણે એન્ટરટેઇનિંગ ફૅક્ટર પણ જીવતો રાખ્યો છે. અહીં અજયના મોઢે સીટીમાર ડાયલૉગ્સ મુકાયા છે. ઈવન, સૌરભ શુક્લાએ બોલેલા ડાયલૉગ મજેદાર લાગે છે. સ્ક્રીનપ્લે રિતેશ સાથે રાજકુમાર ગુપ્તાએ લખ્યો છે. આખી ફિલ્મ રિયલ બની રહે રાધર, લાગે એનો બેઉ દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરાયો છે. શરૂઆતની ૧૦-૧૫ મિનિટ બાદ આખી ફિલ્મ એક જ લોકેશન પર શૂટ થઈ છે છતાંય નૉવેલ્ટી જળવાઈ રહે એ રીતે સિચુએશન બિલ્ડ-અપ થાય છે.

અજય દેવગનનું પાત્ર અહીં કહ્યું એમ સખત પ્રામાણિક છે. તેની ઇન્ટેન્સ આંખો, એવિએટર શેપ ગ્લાસિસ પહેરેલો ઉદાસ ચહેરો, મોઢેથી બોલાતા વજનદાર ડાયલૉગ્સ સ્ક્રીન પર ઓલ્ડ મૅજિક ક્રીએટ કરે છે; કેમ કે આ બધું તો અગાઉ તમે જોઈ ચૂક્યા છો. અહીં જાણે બાજીરાવ સિંઘમ ઇન્કમ-ટૅક્સ ઑફિસર બની ગયો હોય એવું લાગે છે! છતાંય અજય પોતાના હોમ ઝોનમાં છે એટલે મજા કરાવે છે. રાઇટર-ડિરેક્ટરે તે કેટલો પ્રામાણિક છે એ દર્શાવવા મુનશી પ્રેમચંદની વાર્તા સૉલ્ટ ઇન્સ્પેક્ટર (નમક કા દરોગા)નો પણ ઉલ્લેખ તેના મોઢે કરાવે છે. આ ફિલ્મનો ખરેખરો હીરો તો સૌરભ શુક્લા છે! ગયા વર્ષે ‘જૉલી LLB ૨’માં મેમરેબલ ઍક્ટ બાદ ફરી અહીં તેઓ ઝળક્યા છે. ઍરોગન્ટ, ભ્રક્ટાચારી તાઊજી તરીકે તેઓ કહી શકાય કે જચે છે! તેમને અને અજય દેવગનને સ્ક્રીન પર સાથે જોવાની ખૂબ મજા પડે છે. અજયની પત્ની નીતા પટનાયક બનેલી ઇલિઆના ડિક્રુઝે પોતાનું નડવાનું કામ સારી રીતે કર્યું છે! યસ, આ સાઇડ કૅરૅક્ટરમાં લોચો એ થયો છે કે તે વારંવાર સાઇડમાંથી વચમાં આવી જાય છે! ફિલ્મમાં અજય અને ઇલિઆનાની બિનજરૂરી લવ કેમિસ્ટ્રી અને એના કારણે અનાવશ્યક આવેલાં બે ગીતો ફિલ્મને અવરોધે છે. મજા બગાડે છે. બાકી ઇલિઆના કૉટન સાડીમાં શોભે છે. તેના ફાળે સીન અને ડાયલૉગ્સ ઓછા આવ્યા છે, પણ જેટલા આવ્યા છે તેણે એ પ્રમાણમાં સારી રીતે ભજવ્યા છે.

ઇન્કમ-ટૅક્સના અન્ય અધિકારી લલન સુધીરના પાત્રમાં અમિત સયાલે સર-સ કૉમિક પર્ફોર્મન્સ આપ્યો છે. તેનું પાત્ર રિલક્ટન્ટ ગવર્નમેન્ટ ઑફિસરનું છે, જે ન તો ઘાટનો રહ્યો છે કે ન ઘરનો! તે વારંવાર તાઊજીની માફી માગ્યા કરષ્ઠે છે! ફિલ્મના અન્ય કલાકારોમાં સૌથી સુપર્બ અને સીન-સ્ટીલર કોઈ હોય તો એ સૌરભ શુક્લાની આખાબોલી ને તોછડી માનું પાત્ર ભજવતાં ૮૫ વર્ષનાં પુષ્પા જોશી છે! બૉસ, આ માજીની ડાયલૉગ-ડિલિવરી જોવા માટે પણ એક વાર ફિલ્મ જોઈ નખાય! તાઊજીની ભાઈની પત્નીના પાત્રમાં...

ટપકી પડતાં ગીતો અને ડિક્રુઝ!


ફિલ્મમાં ગરબડ કહ્યું એમ ચ્ટુઇંગ ગમની જેમ ખેંચેલો ઇલિઆના અને અજય વચ્ચેનો લવટ્રૅક છે. ચાલતી ‘રેડ’માં અચાનક ઇલિઆના ઍડ્રેસ શોધીને લંચ આપવા આવી પહોંચે છે. આ સીન ખરેખર સિલી લાગે છે. વચ્ચે-વચ્ચે ડાયલૉગ્સમાં પણ ઓવર ડ્રામેટિક થઈ ગયું છે. અમુક ડાયલૉગ્સ ઘુસાડવા માટે જ સીન ઊભા કરાયા હોય એવું લાગે છે. ૧૨૮ મિનિટની ફિલ્મનું એડિટિંગ થોડું વધુ ટાઇટ થઈ શકત. મુખ્ય પાત્ર નૈતિક છે એ દર્શાવવા માટે જ જાણે-અજાણે ૩૦ મિનિટ લેવાઈ ગઈ છે, જે બહુ વધારે કહેવાય! તનીશ બાગચીએ રીક્રીએટ કરેલાં બે સૉન્ગ્સ છે, જે રાહત ફતેહ અલી ખાને ગાયાં છે. અહીં પણ લોચો એ જ છે કે ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટના ક્લાસ-વન ઑફિસરને ટેન્સ સિચુએશનમાં દિવાસ્વપ્ન આવે છે અને એમાં આપણને સંભળાય છે, સાનુ એક પલ ચૈન ન આવે! ન જ આવે ભઈ, ન જ આવે! અન્ય ગીત નીત ખૈર મંગા કર્ણપ્રિય છે, પણ એ ફિલ્મની લંબાઈમાં  ઓર વધારો કરે છે. ફિલ્મના અંતનાં દૃશ્યોમાં પણ લોકો દોડાદોડી ને મારામારી કરી રહ્યા છે ને આપણો હીરો બચીને પોતાના પાકીટમાં વહાલસોઈ પત્નીનો ફોટો જોઈ રહ્યો છે! આ ગમે ત્યારે ટપકી પડતી ઇલિઆના ડિક્રુઝ આ ફિલ્મનો મસમોટો લૂ-બ્રેક છે.

રેઇડ પાડવી કે નહીં?


ફિલ્મમાં ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા છાપો પડે છે એટલે કે રેઇડ પડે છે ત્યારે મજા પડે છે. રોમાંચ જાગે છે. ક્યાં પૈસા હશે, સોનું નીકળશે, શું-શું નીકળશે વગેરે-વગેરે. ફિલ્મના મુખ્ય બે પિલ્લર સૌરભ શુક્લા અને અજય દેવગનને પણ સાથે જોવા રસપ્રદ છે. પરંતુ આ રેઇડ પહેલાં અને રેઇડ પછી ફિલ્મ સ્લાઇટલી બોરિંગ થઈ જાય છે. લવ-સ્ટોરી સિવાયનો કોઈ જ સબપ્લૉટ નથી. ડાયલૉગ ડ્રામેટિક અને અમુક અંશે સુસ્ત લાગે છે. અમિત ત્રિવેદીનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઘણી જગ્યાએ મિસફિટ છે. એટલે ઓછી પકડવાળી થ્રિલર જોવાની ઇચ્છા હોય, અજયના ફૅન હો અને કાળું ધન બહાર આવતું જોવું હોય (!) તો આ ફિલ્મ તમારા માટે છે. આમ પણ આ વીક-એન્ડમાં કોઈ અન્ય ફિલ્મ રિલીઝ નથી થઈ. એટલે એક વખત તો પુષ્પામાજી માટે પણ ‘રેડ’ પર છાપો મારી શકો છો!

એક છેલ્લો પ્રશ્નઆજ તક ઇસ દેશ મેં ભીડ કો સઝા નહીં હુઈ હૈ... 

આ ડાયલૉગ સાંભળીને તમને સૌથી પહેલાં કઈ ફિલ્મ અને કઈ સેના યાદ આવી?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK