જાણો અનુષ્કાની ફિલ્મ 'પરી' કેવી છે?

અનુષ્કા શર્મા અભિનીત અને સહનિર્મિત પરી ૧૩૬ મિનિટની સુપરનૅચરલ હૉરર ફિલ્મ છે જેમાં હૉરર ઓછું છે એટલે કે એમાં થથરી જવાય એવા સીન્સ ચંદ છે.


pari

ફિલ્મ-રિવ્યુ - પરી

પાર્થ દવે


મિસિસ વિરાટ કોહલી એટલે કે અનુષ્કા શર્માની ઍઝ અ પ્રોડ્યુસર ૨૦૧૫માં સુપર્બલી થિþલર ફિલ્મ ‘ફ્ણ્ ૧૦’ અને ગયા વર્ષે ફૅન્ટસી કૉમેડી ફિલ્મ ‘ફિલ્લૌરી’ આવી. ‘ફિલ્લૌરી’માં અનુષ્કા ચિયરી અર્થાત્ ખુશમિજાજ અને આનંદી ભૂત બની હતી! અહીં તે પરીવાળી પરી નથી, કેમ કે ફિલ્મની ટૅગલાઇનમાં જ કહેવાયું છે કે આ ફેરી ટેલ સ્ટોરી નથી, અહીં દુષ્ટ આત્માઓ છે, જિન છે, ડાકણ-ચૂડેલ છે, ભૂત છે ભૂત!

વેલ, ટ્રેઇલર પરથી તો એવું લાગતું હતું કે ‘પરી’ યુઝ્વલ ભૂતવાળી ફિલ્મો જેવી નહીં હોય. તો શું એ ખરેખર હટકે હૉરર ફિલ્મ છે ખરી? આ ‘પરી’ને સપનામાં અને પછી રિયલમાં જોવાય ખરી?  આવો, પહેલાં અહીં જોઈએ! આ પ્રકારના ચાહકો એકાદ વાર ટાઇમપાસ ખાતર, કંઈક નવું જોવા મળશે એની અપેક્ષા વિના થિયેટરનાં પગથિયાં ચડી શકે છે

ભૂત : સારું કે ખરાબ?!

ફિલ્મ ઊઘડે છે કલકત્તાના એક ઘરની બાલ્કનીમાં જ્યાં અર્નબ (પરમબ્રાતા ચૅટરજી) અને પિયાલી (રીટાભરી ચક્રવર્તી, અલબત્ત ચક્રબોર્તી!) ચા પી રહ્યાં છે. (ચા જ હશે!) બેઉ એકમેકને એકબીજાના પાસ્ટ વિશે પૂછી રહ્યાં છે એટલે આપણને ખ્યાલ આવે છે કે અરેન્જ મૅરેજ જેવું કંઈક સેટઅપ ગોઠવાયું છે. લડકી કો લડકા ઔર લડકે કો લડકી પસંદ હૈ પ્રકારનું કંઈક થાય છે. અર્નબ અકા અરુનબ પોતાનાં (અફકોર્સ!) મમ્મી-પપ્પા સાથે પાછો ફરે છે. ત્રણે જણ કારમાં છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ ફિલ્મમાં વરસાદ બહુ પડે છે!

મા-દીકરો-પપ્પા વાતો કરી રહ્યાં છે. આપણને ખબર છે કે આ હૉરર ફિલ્મ છે અને અત્યાર સુધીના સીનનો ટોન એવો રખાયો છે કે કંઈક થશે! (ફૉરબોડિંગ ટોન, યુ નો!) અને થાય છે... કાર સાથે કોઈક અથડાઈને ઊંધે માથે પાછળ પટકાય છે. ગાડી પપ્પા ચલાવે છે પણ અર્નબ ઊતરે છે અને જુએ છે કે કોઈ સ્ત્રી ગુજરી ગઈ છે... (વેલ, સાચું કહેજો, કેટલાને અર્નબ વાંચીને ગોસ્વામી યાદ આવે છે?!)

અર્નબ તેને હૉસ્પિટલ લઈ જાય છે. ત્યાં ખબર પડે છે કે સ્ત્રીની એક દીકરી છે, જેનું નામ છે રુખસાના એટલે કે આ ફિલ્મની હીરો અનુષ્કા શર્મા! જે કોઈ પ્રાણીની જેમ બાંધેલી હાલતમાં છે. બિચારી છે, જોઈને જ રહસ્યમય લાગે, શંકાકુશંકા જાગે એવી છે. અર્નબભાઈને થાય છે કે આ બિચારીની માનું મૃત્યુ થવામાં અમારી ગાડી નિમિત્ત બની છે. માટે કંઈક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રુખસાનાની મદદ કરવાનું અર્નબ નક્કી કરે છે. બીજી બાજું ઢાકા, બંગલા દેશમાં પ્રોફેસર ખાસીમ અલી (દાદુ ઍક્ટર રજત કપૂર) કોઈ આંદોલનની વાત કરી રહ્યો છે. જિન અને ઇફરીતની વાત કરી રહ્યો છે. (વધુ કંઈક કહીશ તો તમે સ્પૉઇલર સ્પૉઇલરની રાડો પાડશો!) અર્નબ રુખસાનાને પોતાના ઘરે લઈ જાય છે. તેને થોડું વ્યવસ્થિત રહેતાં શીખવાડે છે; જેમ કે બ્રશ કરવાનું, નખ કાપવાનુ, ટીવી જોવાનું વગેરે. રુખસાનાને હૉરર ફિલ્મોમાં દેખાવાનું હોય એવું કંઈક ને કંઈક દેખાયા કરે છે. તેને કોઈક હેરાન કરે છે. તેની અમુક વર્તણૂક પરથી તમે સમજી જાઓ છો કે રુખસાના સુપરનૅચરલ છે, પણ હૉરર ફિલ્મના રસિયાઓ યાદ રાખજો કે આત્મા ખરાબ હોય અને સારો પણ હોય! તો શું રુખસાના ડેવિલ એટલે કે દુષ્ટ છે કે સારો આત્મા? એ માટે તમને ૧૩૬ મિનિટ સુધી બેસવું પડશે, યારોં!      

હૉરર, મગર નો ડર!

‘પીકૂ’, ‘કહાની’, ‘મેરી પ્યારી બિંદુ’, ‘બ્યોમકેશ બક્ષી’ : છેલ્લા થોડા સમયમાં આવેલી આ એવી ફિલ્મો છે જેમાં આપણે સ્ક્રીન પર બંગાળ ધબકતું જોયું હતું. બહુ ઓછી હૉરર હિન્દી ફિલ્મો છે, હશે જેમાં બંગાળ હોય. ડિરેક્ટર પ્રોસિત રૉયે અહીં બંગાળ દર્શાવ્યું છે. સૂમસામ હરિયાળી, સાંકડા ને વહેમીલા રસ્તા, અનસસ્પેસિયસ કૅરૅક્ટર્સ અને શંકા તથા ભય ઉપજાવતું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક; ‘પરી’ની વાર્તામાં, રાધર, કોઈ પણ હૉરર ફિલ્મની વાર્તામાં આટલાં તત્વો મસ્ટ છે.

ફિલ્મની શરૂઆત સ્માર્ટ્લી કરવામાં આવી છે. તમને ટિપિકલ બૉલીવુડ ક્લિશે ભૂતિયા ફિલ્મ જેવી ફીલિંગ નથી આવતી, પણ એ શરૂઆતની માંડ ૧૫-૧૭ મિનિટ. પછી તરત જ વિક્રમ ભટ્ટ યાદ આવી જાય છે, જેમ કે તમે સાયલન્ટ સ્પેસમાં એન્ટર થાઓ છો અને કોઈક ફ્રેમ તમારી પાછળથી પસાર થાય છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે અને થિયેટરમાં બેઠાં-બેઠાં તમે તૈયારી કરો છો કે હવે ડરવાનું છે! તમે પાછળ ફરો છો અને શોધી કાઢો છો કે તમારી પાછળ કોઈ નથી અથવા ડરાવનું-ભુતાવળું કંઈક છે, પણ આવા સીન્સ અને આવું લાઉડ મ્યુઝિક આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. રોમાંચ આવતો હોય, થ્રિલને કારણે મોજના ફુવારા વછૂટતા હોય તો બરાબર, પણ વારંવાર આમ થાય અને અંદર ઝરીન ખાન સિવાય કંઈ ન મળે તો ધીમે-ધીમે તમારું અટેન્શન ઘટતું જાય. તમારી તલ્લીનતા ઓછી થતી જાય. આવું ‘પરી’માં મહદંશે થયું છે.   ફિલ્મમાં જે સસ્પેન્સ ઊભું કરવામાં આવ્યું છે, રુખસાનાનું ભૂતકાળ કે એને લગતી જાણકારી દર્શાવાઈ છે એ છેવટ સુધી અસ્પક્ટ રહે છે. એને કારણે લૉજિકમાં લોચા ને ક્યાંક-ક્યાંક સ્ટોરી ગૂંચવણભરી થઈ ગઈ છે. પટકથા પ્રોસિત રૉય અને અભિષેક બૅનરજીએ લખી છે. એમાં લૂપહોલ્સ છે, ઘણા છે. રજત કપૂરનું પાત્ર એક જ સીનમાં પરીનો ઉચ્ચાર અલગ-અલગ રીતે કરે છે. એમ શા માટે કરે છે એની ખબર પડતી નથી (પેરી અને પરી). શરૂઆતના સીન્સ સિવાય પોલીસ વિવેકપૂર્ણ રીતે ગેરહાજર રહે છે અને મેટ્રોપૉલિટન સિટી વચ્ચે આ બધું થઈ રહ્યું છે એનાથી બાકીના લોકો એકદમ અજાણ છે! (ભઈ, હૉરરમાં એવું જ હોય.)   

‘તલવાર’ અને ‘વિકી ડોનર’ ફેમ કેતન સોઢાનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અમુક જગ્યાએ વખાણવાલાયક છે. તેણે નેઇલ-કટર ઇફેક્ટ, કાટૂર્ન-ચૅનલનો અવાજ, હૉરર ફિલ્મો માટે નેસેસરી એવો દરવાજો ખોલ-બંધ થવાનો અવાજ વગેરે દ્વારા એક સ્કૅરી માહોલ ઊભો કર્યો છે (ફિલ્મમાં અનુપમ રૉય દ્વારા કમ્પોઝ થયેલું માત્ર એક ગીત છે. સારું કહેવાય). બૅકગ્રાઉન્ડ મ્યુઝિકની સાથે સ્કૅરી માહોલમાં વધારો કરે એવી જિષ્ણુ ભટ્ટાચાર્યની ઇનોવેટિવ સિનેમૅટોગ્રાફી છે, પણ આ બેઉના કૉમ્બિનેશન છતાં લીડ કૅરૅક્ટરના હાવભાવ અચાનક જ ચેન્જ થાય ત્યારે તેઓ એ ડર કે ભયાવહ ઇફેક્ટ ક્રીએટ નથી કરી શક્યાં. માંડ ત્રણથી ચાર એવા જેન્યુઇન સીન હશે જેની ગણતરી શૉક વૅલ્યુ સીન્સમાં થઈ શકે (તમને ડરવું જ હોય તો વાત અલગ છે). ફિલ્મમાં બંગલા દેશના જૂના રેફરન્સિસ આપીને ઇફરિત, જીન્સ (DNA નહીં, ભૂતિયા જીન) આત્માઓ વગેરેનો એક પાસ્ટ સબ-પ્લૉટ ઊભો કરવામાં આવ્યો છે જેમાં ક્યાંક રુખસાનાનું ભૂતકાળ પણ ધરબાયેલું છે. અર્નબ કલકત્તાના ન્યુઝપેપરમાં કામ કરે છે એટલે તે ભૂતકાળ જૂના રિપોર્ટ્સ અને સ્ટોરીઓ ફંફોસીને સહેલાઈથી શોધી કાઢે છે.

ઍક્ટિંગ મેં સબ વિરાટ

ફિલ્મના ડિરેક્ટર બંગાળી બાબુ પ્રોસિત રૉય સુપરનૅચરલ હૉરર-થિþલર ફિલ્મ ‘એક થી ડાયન’ના અસોસિએટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. ‘એક થી ડાયન’માં ગુલઝારનાં ગીતો અને સ્ટારકાસ્ટ સિવાય પ્રમાણમાં કંઈ સારું નહોતું. અહીં સંપૂર્ણ સ્ટારકાસ્ટ અફલાતૂન છે. સૌથી પહેલાં તો અનુષ્કા શર્મા કોહલી છે જેણે ઇનોસન્ટ અને ભેદી, નાજુક-નબળા અને બિહામણા, સંવેદનશીલ અને ભયાનક, તમામ ભાવ એકસાથે ઝીલ્યા છે. અર્નબ બનતા બંગાળી બાબુ પરમબ્રાતા ચૅટરજીની ઍક્ટિંગ પણ કાબિલેદાદ છે. તે આ અગાઉ વિદ્યા બાલનની ‘કહાની’માં પ્રશંસનીય અભિનય કરી ચૂક્યો છે. તેની અને અનુષ્કાની કેમિસ્ટ્રી પણ પ્રમાણમાં સારી રહી છે. બેઉ વચ્ચેના રોમૅન્ટિક ટ્રૅકમાં આવતી અમુક ક્ષણો સ-રસ ફિલ્માવાઈ છે. અનુષ્કાની ઍક્ટિંગ એટલી અદ્ભુત છે કે અર્નબ અને ઑડિયન્સ બેઉ તેને જોઈને દયા પણ ખાય છે અને તેનાથી ડરે પણ છે! ફિલ્મની બીજી બાજુ સંભાળતા રજત કપૂરે એક આર્ટિફિશ્યલ આંખ પહેરેલા ઠંડા મગજવાળા વન ટાઇપ ઑફ કસાઈની ભૂમિકા જબરદસ્ત ભજવી છે. અર્નબની ફિયાન્સી બનતી નમણી રીટાભરી ચક્રબોર્તીએ સારો પર્ફોર્મન્સ આપ્યો છે. પ્રીતિ શર્મા અને કાલાપોરી બનતી માનસી મુલતાની ખબર ન પડે એ રીતે હાજરી પુરાવી જાય છે.

હૉલીવુડ હૉરરના આશિકોને ‘રોઝમેરીઝ બેબી’ અને ‘લેટ ધ રાઇટ વન ઇન’ ક્યાંક યાદ આવી જશે. વિલિયમ પ્લિટર બ્લેટીની ‘ધ એક્ઝોસિસ્ટ’ નૉવેલ પરથી અડેપ્ટ કરાયેલી એ જ નામની સુપરનૅચરલ હૉરર ફિલ્મ પણ ક્યાંક દેખાઈ આવશે અને જાહેરખબરના આશિકોને બોરોલિન પણ ક્યાંક દેખાઈ આવશે! (અકૉર્ડિંગ ટુ પ્રોસિત રૉય, કંઈ પણ થાય યુઝ બોરોલિન!)  

જોવી કે નહીં?

ફિલ્મના અંતે દરેક વ્યક્તિની અંદર એક રાક્ષસ રહેલો છે, નફરત નહીં પણ પ્રેમ જ શ્રેષ્ઠ છે પ્રકારના ડાયલૉગ્સ છે અને એ પ્રકારની સિચુએશન ઊભી કરવામાં આવી છે, પણ એ મેટાફર લોકો સ્વીકારે ત્યાં સુધી બહુ લેટ થઈ ચૂક્યું હોય છે. તમે એન્ડ ક્રેડિટ્સમાં આવતા સ્કૅચિસ જોવા પણ નથી રોકાતા! 

સો... હૉરર ફિલ્મના આકંઠ આશિકો હોય જેમને કરોડરજ્જુમાંથી લખલખું પસાર થઈ જાય એવી સીક્વન્સિસ જોવી હોય; શૉક લાગે, આંખો બંધ થઈ જાય, ધ્રુજારી આવી જાય (હૃદય બંધ થઈ જાય એમ નહીં કહું!) એવું જોવું હોય તો આ ફિલ્મ તમારા માટે નથી. કેમ કે આ ફિલ્મમાં એવું કંઈ નથી. આ ફિલ્મમાં હૉરર કરતાં વધારે લોહી, હિંસા અને ક્રૂરપણે થતી કતલો છે. તમે ૧૮ વર્ષથી મોટી ઉંમરના હો તો આ ફિલ્મ તમારા જોખમે એકલા પણ જોઈ શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK