જાણો કેવી છે ફિલ્મ 'સોનુ કે ટિટુ કી સ્વીટી'

પ્યાર કા પંચનામા ફેમ લવ રંજનની સોનુ કે ટિટુ કી સ્વીટી ફિલ્મ ઍવરેજ  રિપેટિટિવ છે. નામમાં હોવા છતાં તેમને લવ શબ્દ અને છોકરીઓ સાથે વર્ષો જૂનો વાંધો લાગે છે, જે અહીં પણ સ્પષ્ટ દેખાય છે! યુથને ટાર્ગેટ કરીને બનેલી આ ફિલ્મ તેમને પણ કદાચ જ ગમશે. બોર થવાની શક્યતા વધુ છે

sonu

ફિલ્મ-રિવ્યુ - સોનુ કે ટિટુ કી સ્વીટી

પાર્થ દવે


વર્ષ ૨૦૧૧માં ડિરેક્ટર લવ રંજનની પહેલવહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ આવી. ફિલ્મ સુપરહિટ રહી. ખાસ કરીને ફિલ્મના લીડ ઍક્ટર કાર્તિક આર્યનના મોઢે બોલાયેલો પાંચેક મિનિટનો મોનોલૉગ ખૂબ વખણાયો. બે વર્ષ પછી ‘પંચનામા’ની લીડ કાસ્ટ કાર્તિક આર્યન અને નુશરત ભરૂચાને લઈને લવ રંજને ‘આકાશવાણી’ બનાવી, જે મેરિટલ રેપ જેવા સેન્સિટિવ વિષયની ઇર્દગિર્દ હતી. એનાં બે વર્ષ બાદ ‘પંચનામા ૨’ આવી, જે સંપૂર્ણ પહેલી ‘પંચનામા’ જેવી યુથને નજરમાં રાખીને બની હતી. એમાં ફરી વખાણ ઉઘરાવવા લાંબો મોનોલૉગ પણ રાખવામાં આવ્યો હતો અને હવે ફરી એના જેવી જ, સ્લાઇટ ટંગ-ટ્વિસ્ટર નામવાળી ફિલ્મ ‘સોનુ કે ટિટુ કી સ્વીટી’ (બેચાર વાર બોલો એટલે યાદ રહી જાય!) આવી છે જેની શરૂઆત જ કાર્તિક આર્યનના ‘પંચનામા’ સ્ટાઇલના મિની મોનોલૉગ ડાયલૉગથી થાય છે અને તમને ધ્રાસકો પડે છે કે ડિરેક્ટરસાહેબ ફરી પુનરાવર્તન કરવાના મૂડમાં તો નથીને?

રોમૅન્સ V/S બ્રોમૅન્સ

સોનુ એટલે કે કાર્તિક આર્યન ઇવેન્ટ મૅનેજમેન્ટ જેવું કંઈ કરતો હોય છે. કહ્યું એમ પડદો ખૂલતાં જ તેનો ક્લાયન્ટ કંઈક ઇલૉજિકલ ડિમાન્ડ કરે છે અને તે રાહ જ જોતો હોય તેમ ‘પંચનામા’ સ્ટાઇલમાં લાંબો ડાયલૉગ બોલી નાખે છે. ત્યાં તેને ટિટુ એટલે કે સની સિંહનો ફોન આવે છે. ટિટુ અને સોનુ નર્સરી વખતના પાક્કા ભાઈબંધ. ભાઈથી પણ વધારે. સોનુ ૧૩ વર્ષનો હતો ત્યારે તેનાં મમ્મી ગુજરી ગયાં ત્યારથી તે ટિટુની મમ્મીને જ મમ્મી કહે છે. બે એટલા નજીક. બેઉ સાથે જ રહે છે. એકબીજાની બધી વાતો એકબીજાને ખબર. ટિટુ ભોળોભલો. તે વર્ષોથી નિયમિત રીતે છોકરીઓના પ્રેમમાં પડે, પછી રડે અને પછી સોનુની મદદથી

બ્રેક-અપ કરે. હમણાં પણ ટિટુએ સોનુને એ માટે જ ફોન કર્યો છે. તેની ગર્લફ્રેન્ડ પિહૂ (કે પિયુ? ડોન્ટ નો! આખી ફિલ્મમાં બધાનાં નામ આવાં જ છે!)  તેનાથી નારાજ થઈ ગઈ છે. ટિટુ રડે છે. સોનુ તેને ઇãન્સ્પરેશનલ સ્પીચ આપે છે, લવ રંજન બ્રૅન્ડ અમુક સટાયર ડાયલૉગ ફટકારે છે અને બ્રેક-અપ કરાવે છે.

હવે ટિટુના ફૅમિલીવાળા તેને અરેન્જ્ડ મૅરેજ માટે એક છોકરી જોવા લઈ જાય છે. છોકરીનું નામ છે સ્વીટી એટલે કે ફિલ્મની હિરોઇન નુશરત ભરૂચા. ટિટુ અને સ્વીટી મળે છે. ટિટુને સ્વીટી ગમે છે ને સ્વીટીને ટિટુ ગમે છે, પણ આપણા સોનુને આ નથી ગમતું કે સાલું, આપણો યાર કોઈ છોકરી પાછળ લટ્ટé કેમ થઈ શકે? અને એ પણ લુચ્ચી છોકરી પાછળ! (અકૉર્ડિંગ ટુ ડિરેક્ટર લવ રંજન, તેમને તમામ છોકરીઓ લુચ્ચી અને ખરાબ અને વૅમ્પ જ લાગે છે.) ટિટુ અરેન્જ્ડ મૅરેજ માટે રેડી છે, પણ સોનું તેને કહે છે કે તું કુક બદલાવી નાખ. બીજું કંઈ પણ કર, પણ સેક્સ માટે થઈને લગ્ન શા માટે કરે છે? પણ ટિટુને ઠરીઠામ થવું છે હવે. સોનુ ટિટુ અને સ્વીટીને છૂટાં પાડવાના ભરપૂર ક્લિશે પ્રયત્નો કરે છે. સામે સ્વીટી પણ ચાર ચાસણી ચડે એવી છે, તે હાર નથી માનતી. તે સામે લડત આપે છે. બસ, બે કલાક ને વીસ મિનિટ સુધી આ બધું ચાલ્યા કરે છે અને આપણે રાહ જોઈએ છીએ કે કોણ જીતે છે : રોમૅન્સ કે બ્રોમૅન્સ?

લવ રંજન કા મનોરંજન!

પેપી મ્યુઝિક, હિલેરિયસ ડાયલૉગ્સ અને સટાયર પન્ચ આ ડિરેક્ટર લવ રંજનની ખાસિયત છે અને તે તેનો બખૂબી ઉપયોગ કરી જાણે છે. લવ રંજનની અત્યાર સુધીની ફિલ્મોનો બેસ્ટ પાર્ટ એ રહ્યો છે કે તેનાં કૅરૅક્ટર કાફી રિયલ અને કન્ટેમ્પરરી પિક્ચરાઇઝ થયા છે. જેમ કે ફ્રેન્ડ્સ અને લવ એ આજની કહી શકાય કે કોર બાબતો છે. એટલે જ એનું ટાર્ગેટેડ ઑડિયન્સ યુથ છે અને એમાં પણ કદાચ છોકરાઓને આ ફિલ્મ વધારે ગમતી હશે! (સારું છે ફેમિનિઝમવાળાઓ વિરોધ કરીને બૅન નથી કરાવી દેતા!) સ્વીટી એટલે કે નુશરત ભરૂચાની ફિલ્મમાં એન્ટ્રી થાય છે ત્યાર બાદ તેની સોનુ (કાર્તિક આર્યન) સાથે કોલ્ડ-વૉર સ્ટાર્ટ થાય છે. સોનુ સ્વીટીને પાડવાના ઘણા પેંતરા અજમાવે છે, સ્વીટી સામે વાર કરે છે. આનો અંત શું આવશે એની ઉત્કંઠા દર્શકોમાં પેદા થાય છે ખરી! પણ ક્લાઇમૅક્સ આવતા સુધીમાં વચ્ચે ફિલ્મ એકથી વધુ વાર ગડથોલિયાં ખાઈ ચૂકી હોય છે. બેઉ જણ એકબીજાથી વધુ સ્માર્ટ છે એમ દર્શાવવાના પ્રયત્નો કર્યા કરે છે અને સ્લો-મોશનમાં સામસામેથી પસાર થયા કરે છે! લવ રંજનની અગાઉની મૂવીઝની જેમ અહીં પણ ઘણા સીન્સ રિપેટિટિવ લાગે છે. અલબત્ત, આ આખી ફિલ્મ જ આમ તો બ્રોમૅન્સવાળા પ્લૉટને બાદ કરતાં રિપેટિટિવ લાગે છે. સોનુ સ્વીટી અને ટિટુને નોખાં પાડવા જે-જે પ્રંપચ કે કાવાદાવા કરે છે એ તમામ તમે સાસ-બહૂની સિરિયલમાં હજારો વાર જોઈ ચૂક્યા છો. તે ટિટુના ફૅમિલી-મેમ્બર્સને મેનિપ્યુલેટ કરે છે. ટિટુની એક્સ-ગર્લફ્રેન્ડને પાછી લઈ આવે છે! તે એક્સ-ગર્લફ્રેન્ડનો રોલ ઈશિતા રાજે કર્યો છે, જે ‘પ્યાર કા પંચનામા ૧’ અને ૨માં દેખાઈ હતી. પંચનામાની જ સોનાલી સૈગલ પણ સ્પેશ્યલ અપીરન્સમાં ચંદ ક્ષણો માટે સોનુની ગર્લફ્રેન્ડ તરીકે તેના ખોળામાં બેસી જાય છે. આઇ મીન, હાજરી નોંધાવી જાય છે! 

સોનુને એમ લાગ્યા કરે છે કે સ્વીટી સારી છોકરી નથી. તે કઈ રીતે નથી, શા માટે ખરાબ છોકરી છે એ છેવટ સુધી ક્લિયર નથી થયું. એ ક્લિયર કરવા લવ રંજને એક વાર સ્વીટીના મોઢે જ બોલાવ્યું છે કે હું ચાલુ છોકરી છું! ત્યાર બાદ આખી ફિલ્મ સોનુ એ સાબિત કરવામાં કાઢે છે કે તેણે કહ્યું હતું કે તે ચાલુ છે!

આલોક નાથ કી અધર સાઇડ! 

ફિલ્મમાં કાર્તિક આર્યન મીઠડો લાગે છે. અમુક જગ્યાએ ઓવર-ઍક્ટિંગ કરી નાખી હોય એવું લાગે છે. નુશરત ભરૂચા ઓવર મેકઅપ હોવા છતાં પ્રમાણમાં સારી લાગે છે અને ઍક્ટિંગ સારી કરી છે. પોટેન્શ્યલ છે તેનામાં એ દેખાઈ આવે છે. પૂરેપૂરું બહાર ક્યારે આવશે એ જોવાનું છે! ટિટુ બનતો સની સિંહ ઍક્ચ્યુઅલી ડિરેક્ટરે નિષ્કપટ ને ભોળો દર્શાવવાની ટ્રાય કરી છે, પણ તે ભોટ લાગે છે! ટિટુની ગર્લફ્રેન્ડના રૂપમાં આવતી ઈશિતા રાજ વેડફાઈ છે. (આ વખતે લવ રંજને તેને પેટ ભરીને બિકિની પહેરાવી છે.) ફિલ્મમાં કંઈ માર્ક કરવા જેવું અને ફની હોય તો એ છે આલોક નાથ અને વીરેન્દ્ર સક્સેનાની જોડી! આલોક નાથે સંસ્કારી બાબુજીની ઇમેજનો અહીં ડૂચો વાળીને એ ‘હમ આપકે હૈં કૌન’ના પપીને ખવડાવી દીધો છે! તે અહીં કૂલ ડૂડ ને ગ્રૅન્ડ ડૅડ બન્યા છે. આલોક નાથને નૉન-સંસ્કારી અવતારમાં જોવા ïઅતે પણ એક લહાવો છે! તેઓ અહીં ભરપૂર દારૂ પીવે છે અને ચિક્કાર ગાળો બોલે છે! (અલબત્ત, એક ને એક ગાળ!) સક્સેનાએ આલોક નાથના સાળા કમ મિત્રની ભૂમિકા અફલાતૂન રીતે ભજવી છે. તેણે કન્ટ્રોલ્ડ ઍક્ટિંગ અને મર્યાદિત ડાયલૉગ સાથે પણ આલોક નાથ સાથેના સીન ઇન્ટરેસ્ટિંગ બનાવ્યા છે. આલોક નાથની સંસ્કારી ઇમેજનો પણ લાભ ખાટવાનો એક સીનમાં પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મના અમુક ડાયલૉગ મજેદાર છે. લવ રંજન સાથે રાહુલ મોદીએ લખેલી સ્ક્રિપ્ટ ઘણી જગ્યાએ નબળી પડે છે. બોર કરે છે.

ફિલ્મમાં કુલ ૮ ગીત છે, જેમાં બે ફુટ ટૅપિંગ સૉન્ગ્સ સ્ટાર્ટિંગ અને એન્ડ-ક્રેડિટ સાથે આવી જાય છે. વચ્ચેના પ્રમાણમાં ઠીક છે. યો યો હની સિંહ ફરી પેગ સાથે પધાર્યા છે એટલે કે તેનું એક વાહિયાત ગીત છે. બાકીનાં ગીતો કંટાળામાં વધારો કરે છે. હિતેશ સોનિકનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યાંક સારું છે. અમુક જગ્યાએ બિનજરૂરી લાઉડ થઈ જાય છે. 

પ્રૉબ્લેમ ક્યા હૈ ભાઈ?


એક શબ્દ છે ï: મિસોજિનિસ્ટ, જેનો સામાન્ય અર્થ થાય : સ્ત્રી પ્રત્યે દ્વેષભાવ રાખનાર! લવ રંજન મિસોજિનિ પ્લૉટ પર ‘પંચનામા’ સિરીઝની બે ફિલ્મો બનાવી ચૂક્યા છે અને આ વખતે એ જ સ્ટોરી ટ્વિસ્ટ સાથે રજૂ કરી છે. અહીં પણ ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડાયલૉગ એ જ પ્રકારના લખાયા છે. તકલીફ એ થાય કે જો તમે અગાઉની બે ફિલ્મો જોઈ હોય તો તમને બધું જ રિપેટેટિવ લાગે છે. તમને ખબર જ છે કે હવે કાર્તિક આર્યન ફરી કંઈક એકાદ જોક અને ગાળ મિક્સ કરીને સ્ત્રી કે છોકરી કે ગર્લફ્રેન્ડ કે પત્ની વિરૂદ્ધ સલાહ આપવાનો છે. અહીં તો આલોક નાથ પણ અમુક બાયસ્ડ ડાયલૉગ બોલ્યા કરે છે! થોડા સમય બાદ તો પૂછવાનું મન થઈ જાય લવ રંજનને કે સાહેબ, તમને લવ અને છોકરી સાથે પ્રૉબ્લેમ શું છે ભલા? 

તો... જોવી કે નહીં?

ડિરેક્ટર લવ રંજન અને ઍક્ટર કાર્તિક આર્યનને જે ફિલ્મથી, જેના દ્વારા સફળતા મળી એના જેવું ફરી-ફરી વાર કરવાની લાલચમાંથી છટકી નથી શક્યા. અને એ કારણે મજેદાર ડાયલૉગ્સ, ટિ્વસ્ટેડ અને પ્રમાણમાં સ-રસ પ્લૉટ હોવા છતાં પણ વચ્ચે-વચ્ચે ફિલ્મ નબળી પડી જાય છે. ફિલ્મ બોરિંગ થઈ જવાથી સમજાય

નહીં, પણ સાંભળવા ગમે એવાં ગીતો

પણ કાનને ખૂંચે છે. હવે ક્યારે આ રોમૅન્સ-બ્રોમૅન્સનો નિવેડો આવશે એવી ઇચ્છા દર્શકોને થઈ જાય છે. સો, ‘પ્યાર કા પંચનામા’ના ફૅન હો, પેલો મોનોલૉગ સાંભળીને-સાંભળીને સીટ પર ઊછYયા હો, આલોક નાથના નૉન-સંસ્કારી અવતારને જોવો હોય ને વીક-એન્ડમાં ફ્રેશ થવાની અદમ્ય ઇચ્છા હોય તો આ ફિલ્મ તમારા જોખમે તમારા માટે છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK