ફિલ્મ-રિવ્યુ : સોનાલી કેબલ

ધીમી ગતિના સમાચાર:સ્થાનિક બિઝનેસને ખાઈ જતી તોતિંગ બિઝનેસ શાર્કનો ઇનોવેટિવ સબ્જેક્ટ આળસુ ટ્રીટમેન્ટમાં તદ્દન વેડફાઈ ગયો છે

sonali cable


તમને યુટયુબ પર એક મસ્ત વિડિયો મળી ગયો છે. એને જોવા માટે તમે ક્લિક કરો છો, પરંતુ તમારું કંગાળ ઇન્ટરનેટ કનેક્શન એ વિડિયો પ્લે કરવામાં એટલીબધી વાર લગાડે છે કે ત્યાં સુધીમાં તો કાચબો પણ મૅરથૉન પૂરી કરી દે. આખરે કંટાળીને તમે વિડિયો જોવાનો પ્લાન જ માંડી વાળો છો. બસ, આવા જ કંઈક હાલ ક્યુટ-ક્યુટ રિયા ચક્રવર્તીને ચમકાવતી ફિલ્મ ‘સોનાલી કેબલ’ના થયા છે. સ્ટોરી એકદમ તાજગીસભર, પરંતુ આખી ફિલ્મ જૂના ઇલૅસ્ટિક જેવી સાવ ઢીલીઢાલી.

બડી મછલી ઈટ્સ છોટી મછલી


સોનાલી તાંડેલ (રિયા ચક્રવર્તી) મુંબઈમાં સોનાલી કેબલ સેન્ટર નામે કેબલ અને બ્રૉડબૅન્ડ સર્વિસ ચલાવે છે, પરંતુ અચાનક માર્કેટમાં એક કાઠિયાવાડી બિગ-બિગ બિઝનેસમૅન નારાયણસિંહ વાઘેલા (અનુપમ ખેર) શાઇનિંગ નામની નવી બ્રૉડબૅન્ડ સર્વિસ લઈને આવે છે અને આખા મુંબઈ શહેર પર ફરી વળે છે. મોટી શાર્ક માછલી નાની-નાની માછલીઓને ગળી જાય એ રીતે શાઇનિંગ કેબલ ધડાધડ નાની લોકલ કેબલ સર્વિસિસને ખાઈ જાય છે. એમાં આ સોનાલી કેબલનો પણ વારો નીકળી જાય છે, પરંતુ સોનાલી માથાફરેલી છે. તે આ બિઝનેસ-શાર્કને તાબે થવાનો ઇનકાર કરી દે છે. પરિણામે લોહી પણ વહે છે અને સોનાલીના નામની સુપારી પણ નીકળે છે.

આ બધી ભાંજગડની વચ્ચે સોનાલી તેના બાળપણના દોસ્તાર રઘુ (અલી ફઝલ)ના પ્રેમમાં પડે છે. આ રઘુ સ્થાનિક રાજકારણી મીનાતાઈ પવાર (સ્મિતા જયકર)નો અમેરિકા રિટન્ડર્‍ દીકરો છે. એક તબક્કો એવો આવે છે કે શાઇનિંગ કેબલ છેક ઉપલા લેવલે સેટિંગ કરીને રાજકારણીઓ સાથે પણ સાઠગાંઠ કરી લે છે. આખરે સોનાલી કેબલ નામની કીડી શાઇનિંગ કેબલ નામના હાથીને પછાડવા માટે એક પ્લાન ઘડી કાઢે છે.

છોટોં કા મહત્વ

સૌથી પહેલી વાત કે આ ફિલ્મનો સબ્જેક્ટ ખરેખર સારો છે. માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે કે પાણીથી લઈને કરિયાણાની દુકાનો સુધીની વસ્તુઓમાં વિરાટ કંપનીઓ કબજો જમાવી રહી છે અને નાના વેપારીઓનો ખો નીકળી રહ્યો છે. આ વિષય પર હિન્દીમાં ભાગ્યે જ કોઈ મનોરંજક ફિલ્મ બની છે. રાઇટર-ડિરેક્ટર ચારુદત્ત આચાર્યે ‘સોનાલી કેબલ’માં આ મુદ્દો ઉઠાવ્યો છે; પરંતુ રાઇટિંગની નબળાઈ કહો કે એક્ઝિક્યુશનની ઊણપ, આ ઉમદા સબ્જેક્ટ તદ્દન વેડફાઈ ગયો છે.

ફિલ્મની શરૂઆત ખરેખર સારી થાય છે. જાણે સ્પાઇડરમૅન આંટાફેરા મારી ગયો હોય એમ શહેરના આકાશમાં રચાયેલાં કરોળિયાનાં જાળાં જેવા કેબલના વાયર્સ બિછાવવાની ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયા, કેબલ અને ઇન્ટરનેટ પ્રોવાઇડર્સનું કામકાજ, બમ્બઈયા ટપોરી પ્લસ મરાઠી પ્લસ હિન્દી લૅન્ગ્વેજની ખીચડી, ગમી જાય એવાં કૅરૅક્ટર્સ... આ બધું જ શરૂઆતમાં મજા કરાવે છે, પરંતુ એ મજા માત્ર પહેલી પંદરેક મિનિટ જ ટકે છે. પછી કેબલ કનેક્શન વિનાના ટીવીની જેમ ફિલ્મ ખાલી ડબ્બો બનીને રહી જાય છે.

આમ થવા પાછળના લોચા ઘણા છે. જેમ કે ઢીલો સ્ક્રીનપ્લે. માત્ર ૧૨૭ મિનિટની જ હોવા છતાં ફિલ્મ સાવ કોઈ સોપ ઑપેરાની જેમ ધીમી ગતિએ ચાલે છે. પરિણામે મુદ્દો ગંભીર હોવા છતાં એની સ્મૉલ વર્સસ બિગની થિþલ અનુભવાતી જ નથી. બીજો લોચો નબળી ઍક્ટિંગનો છે. હિરોઇન રિયા ચક્રવર્તી સુપર-ડુપર ક્યુટ છે અને તેણે સારું પર્ફોર્મ કરવાનો ઑનેસ્ટ્લી પ્રયાસ પણ કર્યો છે, પરંતુ બિચારીના નાજુક ખભા આખી ફિલ્મ ઉપાડી શકવા અસમર્થ છે. થોડી નોંધપાત્ર ઍક્ટિંગ ગુજરાતી બિઝનેસમૅન બનતા અનુપમ ખેરની છે. સતત એક કાનમાં ઈયરબડ રાખીને ફરતો અને ખાખરો ખાયા કરતો અનુપમ ક્રૂર ઉદ્યોગપતિ તરીકે જામે છે, પણ એય મહેમાન કલાકારની જેમ જ આવ-જા કર્યે રાખે છે.

હિરોઇનના પપ્પા તરીકે આ વખતે ગાયક-ગીતકાર સ્વાનંદ કિરકિરે સારા લાગે છે, પણ તેમના ભાગે ખાસ કશું કરવાનું આવ્યું નથી. હીરો અલી ફઝલ અને સતત હાથમાં સિગારેટ લઈને ફરતાં સ્મિતા જયકર પણ ખાસ જામતાં નથી. એકમાત્ર સદા બનતો નવોદિત જુવાનિયો રાઘવ જુયાલ મસ્ત ડાન્સ કરે છે એ જોવાની મજા પડે છે એટલું જ.
ફિલ્મમાં ચાર-ચાર સંગીતકારો છે, પણ સમ ખાવા પૂરતું એકેય ગીત મજા પડે એવું બન્યું નથી. ક્લાઇમૅક્સમાં પણ ઇસ્ત્રી કરવાનાં કપડાંનું જેમતેમ પોટલું વાળી દેતા હોય એ રીતે આખી ફિલ્મનું ફીંડલું વાળી દેવામાં આવ્યું છે. ઇન શૉર્ટ, કશું જામતું નથી.

સોનાલીનું કેબલ લેવાય?

અગાઉ પ્વ્સ્ની સ્થ્ રહી ચૂકેલી અને ‘મેરે ડૅડ કી મારુતિ’માં ચમકી ચૂકેલી રિયા ચક્રવર્તીનું નામ સાંભળીને તમારા મનમાં લડ્ડé ફૂટતા હોય અને તમે આ ફિલ્મ જોવા માટે ધક્કો ખાઓ તો સમજી શકાય, બાકી આ ફિલ્મનો વિષય ઉમદા હોવા છતાં ટિકિટનો ખર્ચ કરવા જેવો નથી. મીન્સ સોનાલી ગમે એટલી મસ્ત હોય, એનું કેબલ કનેક્શન લેવા જેવું નથી.

* ફાલતુ
** ઠીક-ઠીક
*** ટાઇમપાસ
**** પૈસા વસૂલ
***** બહુ જ ફાઇન


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK