જુઓ ફિલ્મ 'મુક્કાબાઝ'નું રિવ્યૂ

મૈં અનુરાગ કા સુલતાન પ્રિયે...

mukkabaaz

ફિલ્મ-રિવ્યુ - મુક્કાબાઝ

પાર્થ દવે


અનુરાગ કશ્યપની જ ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’માં દાનિશ ખાન, ‘અગ્લી’માં ચૈતન્ય મિશ્રા અને ‘બૉમ્બે ટૉકીઝ’માં વિજય તરીકે ચમકી ચૂકેલા વિનીતકુમાર સિંહે પોતાની બહેનની સાથે મળીને એક સ્ક્રિપ્ટ લખી હતી. વિનીતકુમારની બહેને PTમાં PhD કર્યું છે અને પોતે ૧૯૯૯માં બાસ્કેટબૉલમાં નૅશનલ ચૅમ્પિયન તરીકે રમી ચૂક્યો છે. એટલે બેઉએ સ્પોર્ટ્સને જ મુખ્ય વિષય રાખવાનું નક્કી કર્યું. પોતાને હીરો તરીકે સેટ કરીને લખેલી સ્ક્રિપ્ટ લઈને વિનીતકુમાર ઘણા ડિરેક્ટર્સ પાસે ગયો. સ્ક્રિપ્ટ ગમી, પણ હીરો તરીકે તેને લેવા કોઈ ડિરેક્ટર તૈયાર ન થયા. પોતાના એક્સ-ડિરેક્ટર અનુરાગ કશ્યપ પાસે ગયો. તેણે સ્ક્રિપ્ટમાં થોડા ફેરફાર કરવાની શરતે હા પાડી. વાર્તામાં ખેલની સાથે પ્રેમ ભળ્યો. આ ભાઈ-બહેન અને અનુરાગ ઉપરાંત બીજા ત્રણનાં નામ સ્ક્રિપ્ટ-રાઇટર તરીકે વિકીપીડિયા દર્શાવે છે. જાહિર હૈ કિ સ્ક્રિપ્ટમાં બીજા પણ વિચારો ભYયા. સરવાળે સ્ક્રિપ્ટ કૉમ્પ્લેક્સ થતી ગઈ. અન્ડરડૉગ સ્પોર્ટ્સ સ્ટોરી અને લવ-સ્ટોરીની સાથે અન્ય લેયર્સ દર્શાવવાની ટ્રાય કરવામાં આવી છે. ડિરેક્ટર અનુરાગ સહિતના છ સ્ક્રિપ્ટ-રાઇટર એમાં થોડા સફળ થયા છે અને થોડા...

આવો, ડીટેલ મેં દેખતે હૈ!

મૈં UP કા માઇક ટાયસન હૂં...


UPના બરેલીનો (ફિર એક બાર બરેલી!) શ્રવણ સિંહ(વિનીતકુમાર સિંહ) ભણવામાં ઢ હતો. તેને પુસ્તકો નથી ગમતાં, પણ લડાઈ ગમે છે. તે મુક્કાબાજી કરી જાણે છે. (ફિલ્મમાં મુક્કાબાઝ અને મુક્કેબાઝ બેઉ શબ્દનો અર્થ સમજાવ્યો છે.) શ્રવણ એક્સ-બૉક્સર ભગવાનદાસ મિશ્રા (જિમ્મી શેરગિલ) પાસે બૉક્સિંગ માટેની ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. ભગવાનદાસ મિશ્રા એક્સ-બૉક્સરની સાથે બૉલીવુડના ક્લિશે કરપ્ટેડ પૉલિટિશ્યન પણ છે! તેની ધાક એટલી છે કે ૧૨ વર્ષ મોટા ભાઈ પણ તેનાથી થર-થર કાંપે છે. તે ભાઈની દીકરીનું નામ સુનયના (નવોદિત ઍક્ટ્રેસ ઝોયા હુસેન). સુનયના સાથે આપણા વના બી બૉક્સર શ્રવણ સિંહને પહેલી નજરનો પહેલો પ્રેમ થઈ જાય છે. સુનયના બોલી-સાંભળી શકતી નથી. સાઇન-લૅન્ગ્વેજથી વાત કરે છે. પણ તે કૉન્ફિડન્ટ અને સ્વમાની છે. વિરોધ ને વિદ્રોહ કરતાં ખચકાતી નથી. તેને ભણવું છે, આગળ વધવું છે; પરંતુ રાબેતા મુજબ તેના કાકા યાને કે ભગવાનદાસ મિશ્રા સૌથી મોટો અવરોધ છે. કાકા લગ્ન માટે અલગ-અલગ છોકરાઓ લઈ આવે અને સુનયના રિજેક્ટ કરતી જાય છે. ત્યાં તેને આ શ્રવણ સિંહ ગમી જાય છે. પોતાને ભગવાન માનતા ભગવાનદાસ મિશ્રા શપથ લે છે કે આ શ્રવણ સિંહને હું બૉક્સિંગમાં ચૅમ્પિયન નહીં જ થવા દઉં. અધૂરામાં પૂરું, સ્ટેટનું બૉક્સિંગ તંત્ર પણ તેમના ઇશારે ચાલે છે. બીજી બાજુ, પોતાને માઇક ટાયસન માનતો શ્રવણ સિંહ ઠાની લે છે કે લગ્ન તો આ છોકરી સાથે જ કરવાં છે. અને શરૂ થાય છે સ્પોર્ટ્સ અને પ્રેમને સાથે લઈને થોડી ચાલતી, થોડી ઝૂલતી વાર્તા..          

અનુરાગ, જબ્બર કન્ટ્રોલ પ્રિયે!

અનુરાગ કશ્યપનું નામ આવે એટલે ખૂનામરકી, ગાળો, વાયïલન્સ, મારફાડ, આ બધું પડદા પર અને હવે એ પહેલાં આપણા મગજમાં આવે. આ વખતે અનુરાગે જબ્બર કન્ટ્રોલ કર્યો છે. તેની ‘બૉમ્બે વેલ્વેટ’ (કોણ બોલ્યું કરણ જોહરવાળી?) અને ‘રમન રાઘવ ૨.૦’ની જેટલી હાઇપ ઊભી થઈ હતી એટલી જ એ ખાઈમાં પટકાઈ હતી. એટલે આ વખતે આ ફિલ્મ શાંતિપૂર્વક રિલીઝ થઈ છે.

અનુરાગ કશ્યપે ઍઝ અ ડિરેક્ટર (ઓલ્સો ઍઝ અ સ્ક્રિપ્ટ-રાઇટર) કાસ્ટિઝમ, પૉલિટિક્સ ઇન સ્પોર્ટ્સ, ડોમેસ્ટિક વાયલન્સ અને બહુ બધા રેલેવન્ટ ઇશ્યુ સમાવવાની કોશિશ કરી છે. ઇન્સ્પાયર્ડ બાય ટ્રુ સ્ટોરીના લખાણ બાદ ફિલ્મની શરૂઆત જ કાસ્ટિઝમને ડિફાઇન કરતા અંધારિયા સીનથી થાય છે, જેમાં એક માણસ બીજાને મારતો હોય છે. એનો વિડિયો ઊતરતો હોય છે અને ધીબેડતાં-ધીબેડતાં કહેતો હોય છે કે બોલ, તમે તેમને કતલખાને લઈ જતા હતા! એ સીનમાં ક્યાંય કોઈનું નામ નથી આવતું અને પછી આખી ફિલ્મ દરમ્યાન એની કોઈ ચર્ચા પણ નથી થતી. ભગવાનદાસ મિશ્રાનું કૅરૅક્ટર ઑર્થોડોક્સ, નૅરો અને સંપૂર્ણપણે કાસ્ટિઝમમાં માનતું દર્શાવ્યું છે. વિનીત સિંહને બૉક્સિંગ આવડે છે; પણ તે ભ્રાહ્મણ નથી, રાજપૂત છે એટલે બૉક્સિંગ અને પોતાની ભત્રીજી સાથે પ્રેમ, બેમાંથી કંઈ પણ કરી શકવાને લાયક નથી એમ મિશ્રાનું માનવું છે. ‘સુલતાન’ અને ‘દંગલ’ બાદ ફરી સ્પોર્ટ્સમાં, રાધર બૉક્સિંગમાં કઈ રીતે રાજકારણીઓ પોતાનો ફાયદો રળે છે અને ખેલાડીઓને અન્યાય થાય છે એ અહીં દર્શાવાયું છે. ઈવન, નીરજ પાન્ડેના ધોનીની જેમ અહીં શ્રવણ સિંહને પણ સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી મળે છે અને તે પણ ધોનીની જેમ જ આમથી તેમ રેલવેની કોઈ રૂટીન નોકરીથી કંટાળે છે. પણ અહીં નરેશન સ્ટાઇલ અનુરાગ કશ્યપની છે! એટલે થોડી ડિફરન્ટ છે, પણ ડાર્ક નથી. લાઇટ છે. એન્ટરટેઇનિંગ છે. અનુરાગે આ વખતે ક્રૂરતાની બદલે પ્રેમ અને હ્યુમરની સાથે હિપોક્રિટ સિસ્ટમ અને સોસાયટી પર પ્રહાર કર્યા છે. અહીં પણ શ્ભ્ની મિડલ-ક્લાસ ફૅમિલીની ગરીબાઈ દેખાય છે. એ ફૅમિલીના પિતા-પુત્ર વચ્ચેની ચડભડ, પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અનુરાગે સિફતપૂર્વક પોતાની આગવી સ્ટાઇલમાં કેપ્ચર કર્યા છે. ફિલ્મના ડાયલૉગ્સ પણ મજેદાર છે. શ્રવણ સિંહના પિતા તેને કહે છે કે ધ્યાનચંદ હૉકી ખેલકે અપના ઘર નહીં ચલા પાયા. તુમ બૉક્સિંગ કરકે ચલા પાઓગે? અન્ય એક સીનમાં શ્રવણ કહે છે, ટાયસન નામ સે નંબર સેવ કર લેના. મોટા ભાગના વન-લાઇનર વિનીતકુમારના મોઢે બોલાયા છે. 

ઍક્ટિંગ : તુમ પાંચ સિતાર હોટેલ હો... 


વિનીતકુમારે ઑબ્વિયસલી અફલાતૂન અભિનય કર્યો છે, કેમ કે તેણે સ્ક્રિપ્ટ જ પોતાને હીરો તરીકે કલ્પીને લખી હતી. તેણે બૉક્સર જેવા દેખાવા માટે મહેનત પણ તનતોડ કરી છે એ દેખાઈ આવે છે. તેણે બાકાયદા વિજેન્દર સિંહ પાસે તાલીમ લીધી હતી આ ફિલ્મ માટે. ફિલ્મમાં બોલી-સાંભળી ન શકતી છોકરીનું પાત્ર ભજવતી ઝોયા હુસેન પાસે પણ અનુરાગે સારું કામ કરાવ્યું છે. તે સાઇન-લૅન્ગ્વેજમાં વાત કરે છે અને તેની વાત સમજવા માટે ફિલ્મમાં વિનીતકુમાર સાઇન-લૅન્ગ્વેજ શીખે છે. પછી બેઉ ઇશારાથી વાત કરે એ તમામ સીન્સ સ-રસ ફિલ્માવાયા છે. ત્યાં સુધી બેઉ મોબાઇલ મેસેજ થ્રૂ વાત કરતાં હોય છે! વિનીતકુમારના કોચ સંજયકુમારના રોલમાં રવિ કિશન જામે છે, જે ખુદ રેસિઝમનો વિક્ટિમ છે. સૌથી દમદાર અને ખુંખાર રોલ છે સાહેબ જિમ્મી શેરગિલનો. તેણે ફરી પોતાની ઇમ્પૅક્ટફુલ હાજરી નોંધાવી છે. તમે તેને નફરત કરવા મજબૂર થઈ જાઓ એવો તેનો રોલ લખાયો છે અને તે ભજવવામાં સફળ પણ રહ્યો છે. માત્ર તેની આંખો શા માટે કારણ વિના આટલી અલગ-લાલ બતાવાઈ છે એ નથી સમજાતું. ફિલ્મમાં પ્રોફેશનલ બૉક્સર નીરજ ગોયત પણ લડતો દેખાય છે.   

મ્યુઝિક : તુમ નયી મારુતિ લગતી હો...


પ્રશાંત પિલાઈનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો પ્રમાણમાં સારાં છે. આમ પણ અનુરાગ કશ્યપ બૅકગ્રાઉન્ડ સ્કોર અને ઈવન સૉન્ગ્સને પણ ફિલ્મની વચ્ચે સેટ કરવામાં માહેર છે. અચાનક જ ફાઇટ સીન્સમાં ગીતો વાગવા માંડે, મ્યુઝિક સાવ સ્લો ને લાઇટ થઈ જાય; લાઇક ધૅટ! ઇલેક્ટ્રો ટાઇપ સૉન્ગ પેંતરા સિવાયનું ફિલ્મનું મ્યુઝિક રચિતા અરોરાનું છે, જેણે ‘ન્યુટન’ ફિલ્મમાં મ્યઝિક આપેલું. વાસેપુરના કહકે લૂંગા પ્રકારનું બહોત હુઆ સન્માન સૉન્ગના લિરિક્સ વાંચવા જેવા ખરા. બ્રિજેશ શાંડિલ્યએ ગાયેલું અને મૂળ હાસ્યકવિ સુનીલ જોગીરચિત મુશ્કિલ હૈ અપના મેલ પ્રિયે ફિલ્મમાં સાંભળવું-જોવું ગમે છે. અનુરાગનો ફેવરિટ નવાઝ પણ ‘દેવ D’ બાદ બૅન્ડ પાર્ટી વતી તેની આગવી છટામાં આ ગીત ગાતો દેખાય છે.

સબ કા કૉમ્બિનેશન : થોડા ડલ પ્રિયે..!

અનુરાગ કશ્યપે ઍક્શન, રોમૅન્સ, ડ્રામા, ફૅમિલી ઇમોશન્સ અને ગ્રે શેડ્સનું કૉમ્બિનેશન કરવાનો સારો એવો પ્રયત્ન કર્યો છે. પ્રયત્ન એટલે કે ફિલ્મ આખા બે કલાક ને પાંત્રીસ મિનિટની છે અને એમાં પણ ફસ્ર્ટ હાફમાં જેટલી મજા, મનોરંજન અને ક્વૉલિટી છે એ સેકન્ડ હાફમાં ટકી નથી શકતાં. શરૂઆતમાં પ્રેમ અને સ્પોર્ટ્સ વચ્ચે રમ્યા કરતી વાર્તા અચાનક જ સસ્પેન્સફુલ રિવેન્જ ડ્રામામાં પલટાઈ જાય છે. આમ પણ સ્પોર્ટ્સ ડ્રામા પ્રકારની ફિલ્મો પ્રિડિક્ટેબલ અને અન્ડરડૉગ હોવાની, અહીં તો ‘દંગલ’ કે ‘સુલતાન’ની જેમ કોઈ ક્લાઇમૅક્સની ફાઇટ જ નથી કે જેમાં છેવટે હીરો જીતતો હોય! અમુક સીન્સમાં, એમાં પણ ખાસ તો સેકન્ડ હાફમાં ફિલ્મ મહાબોરિંગ લાગે છે. પરંતુ ડાયલૉગ્સના ચમકારાના સહારે ચાલી જાય છે. ઘણી જગ્યાએ મોઢા પર મુસ્કાન આવી જાય એવી સિચુએશન્સ પણ હળવાશથી અનુરાગેઊભી કરી છે. (નવાઈ લાગે. અનુરાગ અને હળવાશ!)

તો... જોવી કે નહીં?


આ કોઈ સિલ્વેસ્ટર સ્ટેલનની ‘રૉકી’ ફિલ્મ નથી, નથી અનુરાગની ગેન્ગ્સ ઑફ વાસેપુર; પણ સારી વાત એ છે કે ઓવર ડાર્ક નથી. કેમ કે અનુરાગભાઈ ફિલ્મ-દર ફિલ્મ વધુ ને વધુ ડાર્ક થઈ રહ્યા હતા! ઇન શૉર્ટ, ફૅન્સ ઑફ અનુરાગ કશ્યપ : તમે જઈ શકો છો, પણ સાવ ધાર્યા પ્રમાણેનું નહીં મળે એ યાદ રાખીને! બાકીના : ટ્રાય કરી શકો છો, અન્યથા તમારી પાસે આ અને આવતા અઠવાડિયે પણ અન્ય ઑપ્શન્સ છે જ! જો જાઓ તો એન્ડ- ટાઇટલ્સમાં આવતું લખાણ ઝીણી નજર કરીને જરૂર વાંચજો!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK