ફિલ્મ-રિવ્યુ : ધરમ સંકટ મેં

ધરમ-કરમ, ઓહ માય ગૉડ ને pkની ફીલ આપતી આ સ્માર્ટ ફિલ્મ સેકન્ડ હાફના ધબડકાનો ભોગ બની છે

dharma shanket me


જયેશ અધ્યારુ

કેટલીક બાબતો ઓપન સીક્રેટની કૅટેગરીમાં આવતી હોય છે. જાણતા બધા હોય, પણ બોલે કોઈ નહીં. જેમ કે ધર્મ. અંદરખાને સૌ જાણે છે કે વિશ્વના બધા જ ધર્મો અલ્ટિમેટ્લી તો પ્રેમ, કરુણા, સદ્ભાવ, ભાઈચારો, શાંતિ, અહિંસા જ શીખવે છે; પણ તોય ધમાર઼્ધતાના મહોરા પાછળના દંભને બેનકાબ કરવાની હિંમત કોઈ નહીં કરે. પરંતુ કેટલાક એવા ફિલ્મ-મેકરો છે જે આવો સળગતો વિષય હાથમાં લે છે. જેમ કે ઉમેશ શુક્લએ ‘ઓહ માય ગૉડ’ બનાવીને ધરમનો ધંધો માંડીને બેઠેલાઓનાં છોતરાં કાઢી નાખ્યાં. પછી રાજુ હિરાણી આણિ મંડળીએ ‘pk’ બનાવીને બાકીની કસર પૂરી કરી. હવે વારો આવ્યો છે ફવાદ ખાન નામના જુવાનડા ડિરેક્ટરનો. તેમણે બનાવી છે ‘ધરમ સંકટ મેં’. ધર્મને લગતી બાબતો પર હળવી મજાકોથી લઈને ધમાર઼્ધતાના હિપ્નૉટિઝમમાં ફરતા લોકોને ગરમાગરમ ડામ પણ દીધા છે.

ઍક્ચ્યુઅલી, ‘ધરમ સંકટ મેં’ ૨૦૧૦માં આવેલી બ્રિટિશ કૉમેડી ફિલ્મ ‘ઇન્ફિડેલ’ની સત્તાવાર રીમેક છે (મતલબ કે અમે રીમેક બનાવી છે એવું જાહેર કરીને બનાવાયેલી ફિલ્મ છે, ઉઠાંતરી કરીને પછી ઓરિજિનલ હોવાનો દંભ નથી). ‘ઇન્ફિડેલ’માં મુસ્લિમ અને યહૂદી ધર્મની વાત હતી, જ્યારે અહીં એને એકદમ બિલીવેબલ ભારતીય વાઘા પહેરાવીને હિન્દુ અને મુસ્લિમના બીબામા ઢાળી છે.

જન્મ મહાન કે કર્મ?

ધરમપાલ ત્રિવેદી (પરેશ રાવલ) અમદાવાદનો ખાધેપીધે સુખી કેટરર છે. તેનું નામ ભલે ધરમ રહ્યું, પણ ધરમ એને ઠેકાણે અને તે પોતે પોતાની જગ્યાએ સુખી છે. તે ભગવાનને ઝાઝા હેરાન નથી કરતો, પણ મુસ્લિમોની વાત આવે એટલે તેની અંદર રહેલો સરેરાશ કોમવાદી આત્મા જાગ્રત થઈ જાય છે. ઉશ્કેરાટમાં આવીને તે પણ બધા મુસ્લિમો ત્રાસવાદી જ હોય છે જેવાં નિવેદનો કરી બેસે છે અને તેમની પાડોશમાં રહેતા મુસ્લિમ વકીલ મેહમૂદ નઝીમ અલી ખાન (અનુ કપૂર)ને પણ એવું કહી બેસે છે કે જાને, તારા મુસ્લિમ મહોલ્લામાં જઈને રહેને. ભલે ગુજરાતમાં રહેતો હોય, પણ તે ક્યારેક છાંટોપાણી પણ કરે છે અને નૉન-વેજ પણ ઝાપટી આવે છે. પણ યુ નો, તેમના કહેવા પ્રમાણે એ તેમની હૉબી છે, તેમના સંસ્કાર નથી.

હવે એક દિવસ તેને ખબર પડે છે કે તેનાં મા-બાપે તેને એક મુસ્લિમ પરિવાર પાસેથી દત્તક લીધેલો. મીન્સ કે પોતે કર્મે ભલે હિન્દુ હોય, પણ જન્મે તો મુસ્લિમ છે. તેને તીવ્ર ઇચ્છા થાય છે કે તેને જન્મ આપનારા સગા પિતાને એક વાર મળું. પરંતુ છેલ્લા દિવસો ગણી રહેલા પિતાને મળવા આડે એક મૌલવી (મુરલી શર્મા) વિલન બનીને ઊભો છે. તે કહે છે કે તું ખરેખરો મુસ્લિમ બનીને બતાવે તો મળવા દઉં. એટલે હિન્દુ ધરમપાલ પોતાના મુસ્લિમ પાડોશી નઝીમની મદદ લઈને નમાઝ, વજૂ, કલમા, ઉદૂર્‍ ઉચ્ચારો, તહઝીબ વગેરે શીખે છે.

બીજી બાજુ પરેશ રાવલનો દીકરો એક ઢોંગી બાબાજી નીલાનંદ (નસીરુદ્દીન શાહ)ના ચક્કરમાં છે, કારણ કે દીકરો જેને પરણવા માગે છે તે છોકરીના પપ્પા આ નીલાનંદના એકદમ રાઇટ હૅન્ડ છે. એટલે ધરમપાલ પર પ્રેશર આવે છે કે પપ્પા, તમે થાઓ થોડા સત્સંગી. ધરમપાલનું હિન્દુ સંસ્કારોનું ટuુશન શરૂ થાય છે. એ બે વચ્ચે સૅન્ડવિચ થયેલા ધરમપાલની સામે બે સવાલ આવીને ઊભા રહે છે : શું ધરમપાલ પોતાના બાયોલૉજિકલ પિતાને મળી શકશે? દીકરાને મનગમતી છોકરી સાથે પરણાવી શકશે?

હાઈ જમ્પ પછી નોઝ ડાઇવ

T20ની મૅચની જેમ ‘ધરમ સંકટ મેં’ પહેલા જ સીનથી જામી જાય છે, પણ પછી સેકન્ડ હાફમાં અચાનક એ કારણ વગર ચાલ્યે રાખતી બોરિંગ ટેસ્ટ-મૅચમાં કન્વર્ટ થઈ જાય છે. આપણે પહેલાં એના પ્લસ પૉઇન્ટ્સ જોઈ લઈએ.

નંબર વન - પરેશ રાવલ : સળંગ ઇન્ટરવલ સુધી પરેશ રાવલ કોઈ માથાભારે બૅટ્સમૅન જેવી ફટકાબાજી ચાલુ રાખે છે. ધરમપાલ બનેલા પરેશભાઈ અહીં પણ ‘ઓહ માય ગૉડ’ના કાનજી લાલજી મહેતા જ છે (આ ફિલ્મની શરૂઆતમાં જ ‘ઓહ માય ગૉડ’ની ઘ્D બતાવીને આપણને ઇશારો કરવામાં આવે છે કે ભઈ, આપણે આગળ ઉપર શેની અપેક્ષા રાખવાની છે). પરંતુ પરેશભાઈ અહીં એકદમ કૂલ ડૅડી બન્યા છે. બાથરૂમમાં ગીતો ગાઈને ડાન્સ કરતા, જુવાન દીકરા સાથે એકદમ દોસ્તારો જેવી કમેન્ટો મારતા અને દીકરાની પ્રેમિકાનેય બિન્દાસ સંસ્કારોના નામે જુનવાણી વેદિયાવેડા ફગાવી દેવાની સલાહ આપી દે છે. ઈવન આયખાની ફિફ્ટી માર્યા પછીયે તેમની ઇશ્કમિજાજી ઓછી થઈ નથી. મિસ્ટર ડિપેન્ડેબલ એવા પરેશભાઈ આ ફિલ્મના મજબૂત બૅકબોન છે.

નંબર ટૂ - પરેશ રાવલ-અનુ કપૂરની કેમિસ્ટ્રી : કસાયેલા ઍક્ટર્સ કેવા હોય એનું સૅમ્પલ જોવું હોય તો આ ફિલ્મમાં પરેશ રાવલ અને અનુ કપૂરના સાથે જેટલા પણ સીન છે એ જોઈ લેવા. એકદમ ધારદાર લાઇન્સ અને એને ડિલિવર કરતા બે સીઝન્ડ ખેલાડીઓ. (ઝિંદગી કે બદલે) જિંદગી બોલૂંગા તો ક્યા છોટી હો જાએગી? જેવાં ધારદાર વાક્યોથી ભરચક આ બધા જ સીન ક્યાંય આપણને કંટાળો આવવા દેતા નથી.

નંબર થ્રી - બોલ્ડ ડાયલૉગ્સ: સેન્સર બોર્ડની (વધુપડતી) ધારદાર કાતર ફરી હોવા છતાં ઠેકઠેકાણે આવતા હિન્દુ-મુસ્લિમ ધર્મના નામોલ્લેખ, એમની વિવિધ ખાસિયતો પરની કમેન્ટ્સ વગેરે બધું જ આપણા લાગણી દુભાવો સાવધાન ટાઇપના સિનારિયોમાં સુખદ આશ્ચર્ય લાગે છે. જો પૉઝિટિવ ચશ્માંમાંથી જોઈએ તો આપણને એવો વિચાર પણ આવે છે કે આપણે વિધર્મી વ્યક્તિને શા માટે ધિક્કારીએ છીએ એના વિશે ક્યારેય વિચારીએ છીએ ખરા? તેમના ધર્મ, સંસ્કૃતિ, રીતરિવાજો પર ક્યારેય સૂગને બદલે કુતૂહલથી નજર નાખી છે ખરી? સીધી વાત છે, કોઈ વ્યક્તિ આપણાથી જુદી હોવામાત્રથી તે આપણી દુશ્મન નથી બની જતી.

ઇન્ટરવલ આવતાં સુધીમાં તો આપણને થાય કે આ તો આ વર્ષની સૌથી પાવરફુલ ફિલ્મ બની રહેશે. ત્યાં જ ઇન્ટરવલ પછીની ફિલ્મ શરૂ થાય અને આખી ફિલ્મ પત્તાંના મહેલની જેમ ધસી પડે. એક તો કહેવા માટે કશું જ નવું નહીં ઉપરથી નસીરુદ્દીન શાહની આપણા માથા પર હથોડાની જેમ ટિપાય એવી ઍક્ટિંગ. ખબર નહીં, તે કઈ રીતે આવા રોલ સ્વીકારતા હશે. પછી જાણે ફિલ્મ પૂરી કરવી હોય એ રીતે ફિલ્મમાંથી લૉજિકને ગળે ટૂંપો દઈ દેવાય છે. ફિલ્મમાં ચપટીક ગીતો નાખ્યાં છે, પણ એ એટલાં હૉરિબલ છે કે અલતાફ રાજા પર પણ માન થઈ આવે. હા, અમદાવાદીઓને પોતાના શહેરનાં વિવિધ લૅન્ડમાક્ર્સ જોઈને ‘આને કહેવાય વિકાસ’ ટાઇપની ફીલિંગ થઈ આવશે.

જાણો, માણો અને પામો

આ પ્રકારની ફિલ્મો માત્ર આપણી ધમાર઼્ધતા પર કટાક્ષ કરવા માટે જ નહીં બલકે આપણે જરા મોકળા મનના, થોડા ઉદાર બનીને બહાર આવીએ એ માટે પણ હોય છે. જો તમને ‘ઓહ માય ગૉડ’ અને ‘pk’ માં મજા પડી હોય તો કમ્પ્લીટ ફૅમિલી-એન્ટરટેનર એવી આ ફિલ્મ પણ તમને આનંદ કરાવશે જ. આ ફિલ્મ થિયેટરમાં જોઈએ કે ચૅનલ પર આવે એની રાહ જોઈએ, પણ થોડા ઉદાર મનના બનીએ અને બાવા-સાધુ કરતાં માણસમાં ઈશ્વરને શોધતા થઈએ એ વધારે મહત્વનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK