આ ‘મૌસમ’ તો પાનખર નીકળી - ફિલ્મ રિવ્યુ

જ્યારે કોઈ ફિલ્મ જોઈને થિયેટર છોડતા હો અને ફિલ્મ વિશે શું સારું લાગ્યું એનો વિચાર કરો એમાં માત્ર ફિલ્મનું સંગીત અને એકાદ-બે સીક્વન્સ જ તમને યાદ આવે તો એ તમારા ખુદના માટે સૌથી મોટી નિરાશા બની રહે છે.

 

 

- અર્ચિત એ. મહેતા

 

Rating :


આ જ અનુભવ ગઈ કાલે રિલીઝ થયેલી શાહિદ અને સોનમ કપૂર સાથેની પંકજ કપૂરની ‘મૌસમ’થી મળશે. માણસ એન્ટરટેઇનમેન્ટની આશા રાખીને કોઈ ફિલ્મ જોવા જતો હોય અને વળતર તરીકે આટલું જ મળે અને એ પણ કમર્શિયલ સિનેમાના સ્ટાર કલાકારો ધરાવતી ફિલ્મમાં, તો આ મૌસમ ચાહકો માટે શુષ્ક જ બની રહે એ દુર્ભાગ્યપૂર્ણ ગણાય.

મૌસમ ફિલ્મ ચાર ઐતિહાસિક ઘટનાઓ ૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંસ, ૧૯૯૯ની કારગિલ વૉર, ૨૦૦૧માં વલ્ર્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો અને ૨૦૦૨માં ગુજરાતનાં કોમી રમખાણો દરમ્યાન ઍરફોર્સના સ્ક્વૉડ્રન લીડર હરિન્દર સિંહ (શાહિદ કપૂર) અને કાશ્મીરી મુસ્લિમ યુવતી આયત (સોનમ કપૂર)ની લવસ્ટોરી પર બનાવવામાં આવી છે. આ ચારેય ઘટનાઓને લીધે કઈ રીતે આ બન્નેના પ્રેમની કસોટી થાય છે અને તેમના જીવનમાં બદલાવો આવે છે એને ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે.

શરૂઆતમાં જોતાં આ પ્રકારનો કૉન્સેપ્ટ ખૂબ જ સારો ગણી શકાય અને ફિલ્મનો ઇન્ટરવલ પહેલાંનો ભાગ એમાં થોડા-ઘણા અંશે સફળ પણ રહે છે, પણ પછી ફિલ્મ દર્શકો સાથે કનેક્ટ નથી થઈ શકતી. ફિલ્મમાં પંકજ કપૂર એક બાબતને સંપૂર્ણપણે નજરઅંદાજ કરે છે કે જે પ્રકારની બૉલીવુડ-ફૉમ્યુર્લા વષોર્થી ચાલતી આવે છે એને જ તેઓ ફરીથી બતાવવા જઈ રહ્યા છે. માત્ર આ વખતે મિલન અને જુદાઈના પ્રસંગો ભારત ઉપરાંત સ્વિટ્ઝરલૅન્ડ અને સ્કૉટલૅન્ડમાં થશે. આ ફિલ્મ ડિરેક્ટરે પોતાને પસંદ પડે એ રીતે બનાવી હોય એવું લાગી રહ્યું છે. દર્શકોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવવામાં આવી હોય એવી સંગીત સિવાયની કોઈ લાક્ષણિકતાઓ મૌસમમાં જોવા નથી મળતી. છતાં કંઈક અલગ કરવાનું વિચારીને અઢી કલાકથી પણ વધુ સમયની ફિલ્મ બનાવ્યા બાદ તેમણે ક્લાઇમૅક્સ એ પ્રકારનો રાખ્યો છે જે ૧૯૫૦ના દાયકામાં નવીન ગણાતો, અત્યારે નહીં. ફિલ્મમાં અનુપમ ખેર અને સુપ્રિયા પાઠકના રોલને પણ વધુ મહkવ આપવાની જરૂર હતી.

આ ફિલ્મની સૌથી સારી વાત ગણી શકાતી હોય તો એ પ્રીતમનું સંગીત છે. જ્યારે-જ્યારે ગીતો આવે ત્યારે ફિલ્મમાં આપોઆપ જ ઇન્ટરેસ્ટ આવી જશે. આ ફિલ્મમાં એક પણ ગીત એવું નથી જે નબળું કહી શકાય, છતાં ‘રબ્બા...’, ‘સજ ધજ કે...’ અને ‘ઇક તૂ હી...’ ફિલ્મનાં શ્રેષ્ઠ ગીતો છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ દરેક સ્થળના આધારે બદલાય છે અને સારી અસર છોડી જાય છે. પંકજ કપૂરે ડિરેક્ટર અને બિનોદ પ્રધાને ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી તરીકે ખૂબ જ મહેનત કરી છે એ આખી ફિલ્મમાં અને એમાં પણ ખાસ ઇન્ટરવલ પહેલાંના ભાગમાં જોવા મળે છે. અમુક સીનનું શૂટિંગ અને કૅમેરા-ઍન્ગલ્સ ખૂબ જ સારાં છે. જોકે કૅમેરાવર્ક જ જોવું હોય તો બૉલીવુડમાં એક રામગોપાલ વર્મા ઓછો છે? સ્ક્રીનપ્લે જો એટલો અસરકારક ન હોય તો ડિરેક્શનની મર્યાદાઓ સીમિત થઈ જાય છે એનું આ ફિલ્મ વધુ એક ઉદાહરણ છે.

શાહિદ કપૂરનો પફોર્ર્મન્સ તેની કરીઅરનો શ્રેષ્ઠ છે એમાં ભાગ્યે જ બેમત હશે. પહેલાં પંજાબી યુવાન અને ત્યાર પછી ઍરફોર્સ ઑફિસરના રોલમાં તે પોતાની ઍક્ટિંગથી સાબિત કરે છે કે રોમૅન્ટિક હીરો તરીકે તે શાહરુખ ખાનની જગ્યા લઈ શકે છે એવું કેમ કહેવામાં આવે છે. સોનમ કપૂરનો પફોર્ર્મન્સ પણ તેનો શ્રેષ્ઠ ગણી શકાય. અત્યાર સુધી કરેલા રોલ કરતાં ખૂબ જ અલગ પાત્રમાં તેને પહેલી વખત તક મળી છે કે તે પોતાની પૂરી છાપ છોડી શકે અને તે અસફળ નથી થતી. સુપ્રિયા પાઠક નાનકડા રોલમાં ન્યાય આપે છે.

આ ફિલ્મના જબરદસ્ત પ્રમોશન અને બાપ-દીકરાની જોડી તથા રોમૅન્ટિક-ડ્રામા ફિલ્મનો ટૅગ એના માટે ઘણી ઉત્સુકતા ઊભી કરતી હતી, પણ ફિલ્મ તમને ગીતો સાંભળતી અને જોતી વખતે જ ખુશ કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK